Home /News /business /Sachet Loan: ગણતરીની મિનિટોમાં લોન આપતી આ વ્યવસ્થા શું છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

Sachet Loan: ગણતરીની મિનિટોમાં લોન આપતી આ વ્યવસ્થા શું છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

ભીંસમાં હોવ ત્યારે ગણતરીની મિનિટમાં તમને રુપિયા આપતી આ સેશે લોન શું છે?

Sachet Loan: આજકાલ અનેક જાતની બેંક અથવા ફાઈનાન્સ કંપનીઓ ગણતરીની મિનિટમાં લોન આપે છે. આ લોન રુ. 10 હજારથી લઈને રુ. 1 લાખ સુધીની હોઈ શકે છે. આ લોનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. તેનું કારણ ફિનટેક કંપનીઓ છે જેઓ આ લોન આપે છે તેઓ ટેક્નિકલ સોલ્યુશન સાથે આ સેવાની ઝડપ વધારે છે.

વધુ જુઓ ...
સમય જતાં પર્સનલ લોનનું સ્વરૂપ બદલાયું છે. આજના સમયમાં પર્સનલ લોનનું નવું સ્વરૂપ એટલે કે સેશે લોન વ્યાપક બની રહ્યું છે. સરળ શબ્દોમાં તેને પર્સનલ લોનન 2.0 વર્ઝન કહી શકાય. સેશે લોન હવે કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિયલ લોન ઓફરિંગ દ્વારા સમગ્ર બજારને બદલી રહ્યું છે.  ઘણા લોકોને સેશે લોન અંગે સવાલ થતા હશે. સેશે લોન એ નેનો-ક્રેડિટ અથવા નાની લોનનુ જ સ્વરૂપ છે. આવી લોન ટૂંકાગાળા માટે પૂરી પાડવામાં આવે છે અને મોટે ભાગે તાત્કાલિક મંજૂર કરવામાં આવે છે અને લોનની રકમનું ત્વરિત વિતરણ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

CNBC-TV18.comને Paytailના સ્થાપક અને સીઇઓ વિકાસ ગર્ગે જણાવ્યું હતું કે, આ લાઇન ઓફ ક્રેડિટ સામાન્ય રીતે 10,000 અને 1 લાખ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ હોય છે. આવી લોનમાં 7 દિવસથી 12 મહિનાની વચ્ચેની મુદત મળી શકે છે. લોન પ્રક્રિયા ઝડપી હોય છે. ફિનટેક દ્વારા તકનીકી સોલ્યુશન હોવાથી આ ઝડપ વધી રહી છે. સેશે લોન પૈસાની તંગીને પહોંચી વળવા માટે સિસ્ટમેટિક અભિગમ પ્રદાન કરી રહી છે. ફિનટેકની કેટલીક કંપનીઓ 5-10 મિનિટની અંદર લોન મંજૂર કરે છે.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

આવી લોનનો કઈ રીતે ઉપયોગ થઈ શકે?


આ પોકેટ-સાઇઝ લોન જરૂરિયાત આધારિત હોય છે અને બાય નાઉ પે લેટર (બીએનપીએલ), પીઅર-ટુ-પીઅર (પી2પી) ધિરાણ અને સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ જેવી કસ્ટમ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ તરીકે ઓફર કરવામાં આવે છે.

CNBC-TV18.comને Vivifi ઇન્ડિયા ફાઇનાન્સના સીઇઓ અને સ્થાપક અનિલ પિનાપલાએ જણાવ્યું હતું કે, આવી લોનનો લાભ ઓનલાઇન અથવા મોબાઇલ ફોન પર લોન એપ્લિકેશન ડાઉનલોડ થકી ઓનલાઇન સરળ એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરીને અને ચકાસણી અને મંજૂરી માટે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ આપીને મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ  આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

આ લોન કઈ રીતે ઓફર થાય છે?


આધુનિક ફિનટેક કંપનીઓ ધિરાણ લેનારાઓના સેલેરી એકાઉન્ટ અથવા માસિક આવક સામે ટૂંકા ગાળાની ક્રેડિટ ઓફર કરે છે. આવી લોન તાત્કાલિક અથવા અનપેક્ષિત રોકડની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

આ લોનનો લાભ ક્યારે લેવો જોઈએ?


આ બાબતે CNBC-TV18.comને અનિલ પિનાપલાએ કહ્યું હતું કે, મેડિકલ ઇમરજન્સી, તાત્કાલિક પેમેન્ટ વગેરે જેવા અણધાર્યા ખર્ચ માટે તાત્કાલિક ભંડોળની જરૂર હોય ત્યારે સેશે લોન મેળવી શકાય છે. મહિનાના અધવચ્ચે નાણાંની અછત અનુભવો તો તમારા પરિવાર, મિત્રો, એમ્પ્લોયર અથવા નોંધણી વગરના ધિરાણકર્તાઓ પાસે ગયા વિના આગામી પગાર સુધીના ખર્ચની વ્યવસ્થા કરવા માટે નાની સેશે લોન મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ  તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડ EMIના રવાડે ચડ્યા હોવ તો સાવધાન, સસ્તો સોદો મોંઘો પડી શકે

ઇઝિલોનના સ્થાપક અને સીઈઓ પ્રમોદ કથુરિયાના જણાવ્યા અનુસાર, આ પ્રોડક્ટ્સ ઊંચા માસિક હપ્તાના બોજ વિના આવે છે અને MSME પણ ટૂંકા ગાળાની વૉર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવી લોનનો ઉપયોગ કરી શકે છે.

સેશે લોનના ગેરફાયદા શું છે?


સેશે લોન પર લેવામાં આવતા વ્યાજના દર સામાન્ય રીતે ખૂબ જ ઊંચા હોય છે. બેંકબજાર.com અધિલ શેટ્ટીએ CNBC-TV18.com જણાવ્યું હતું કે, કેટલાક એપ્લિકેશન આધારિત ધિરાણકર્તાઓ દૈનિક વ્યાજ વસૂલ કરે છે અને વાર્ષિક ટકાવારી દર (APR) દર વર્ષે 400 ટકા જેટલો હોઈ શકે છે.

આ ઉપરાંત સ્માર્ટફોન એપ સ્ટોર્સ પર ઘણી ગેરકાયદેસર લોન એપ્લિકેશન્સ છે અને જેથી ગ્રાહકોએ સચેત રહેવું જોઈએ. આવી સ્થિતિમાં ગેરકાયદે લોન એપ્લિકેશન પર રોક લગાવવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કવાયત હાથ ધરી છે. RBIએ તાજેતરમાં ઇન્સ્ટન્ટ ફાઇનાન્સ એપ્લિકેશન્સની વ્હાઇટલિસ્ટ તૈયાર કરવાના સંકેત આપ્યા હતા.

આ પણ વાંચોઃ  બિઝનેસ સાઇકલ ફંડ્સ લગાવી રહ્યા છે આ ક્ષેત્રો પર દાવ, ભવિષ્યમાં આપશે બંપર વળતર

વધુમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગેરકાયદે લોન એપ્લિકેશન્સ દ્વારા લોન/માઇક્રો ક્રેડિટ ઓફર કરવાના વધતા જતા કિસ્સાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આવી એપ્લિકેશનો ખાસ કરીને નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને ટાર્ગેટ કરે છે. આ ઉપરાંત વ્યાજના દર ખૂબ ઊંચા હોય છે. આ સાથે પ્રોસેસિંગ/છુપાયેલા ચાર્જ અને બ્લેકમેઇલિંગ, ગુનાહિત ધાકધમકી વગેરે સાથે પણ સંકળાયેલ હોય છે.

લોન લેનારે શું કાળજી રાખવી જોઈએ?


ખાસ કરીને આરબીઆઈ સાથે સંકળાયેલા લેન્ડરની પસંદગી કરવી હિતાવહ છે. તેમજ પૈસા મેળવવા માટે શ્રેષ્ઠ સ્રોત તરીકે લોન ઉધાર લેતા પહેલા સ્થિતિ મુજબ વિશ્લેષણ કરવું જરૂરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, હાલ તાત્કાલિક ધિરાણ આપી શકે તેવી ઘણી એપ્લિકેશનો (સંસ્થા)ઓ ઉપલ્બધ છે. જોકે, તેના વ્યાજદર, ઉઘરાણી પ્રક્રિયા અને છુપા ચાર્જ સહિતની વિગતો ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. નહિતર આવી લોન લોનાર આર્થિક રીતે નબળો ગ્રાહક વધુ દેણામાં ડૂબી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Loan, Personal finance, Personal loan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन