Home /News /business /ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

જ્યારે અન્ય લોકો લાલચુ હોય ત્યારે ભયભીત રહો, અને અન્ય લોકો ભયભીત હોય ત્યારે લાલચુ બનો: વોરન બફેટ

  Gઅનિલ રેગો: સામાન્ય રીતે રોકાણ (Investment) સમયે આપણે એ વાત પર જરા પણ ધ્યાન નથી આપતા કે ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ. રોકાણ તમારા વિચારો અનુસાર હોવું જોઈએ. આપણી પાસે રોકાણ કરવાની અનેક રીતો છે. સૌથી વધુ લોકપ્રિય પ્રગતિ, મૂલ્ય અને ઉલટું રોકાણ છે. અહીંયા તમને સમજાવીશું કે ઊલટું રોકાણ શું છે.

  પ્રગતિ રોકાણ શૈલી

  આમાં એ પ્રકારની કંપનીઓના શેરમાં રોકાણ કરવામાં આવે છે, જેમાં વધુ પ્રગતિના સંકેત મળે છે. તે કંપનીના શેર ખરીદીને તેને હોલ્ડ કરીને રણનીતિ અપનાવવામાં આવે છે. પ્રગતિ યુક્ત શૈલીમાં લાંબી મુદતને ધ્યાનમાં રાખવામાં આવે છે.

  મૂલ્ય રોકાણ શૈલી

  મૂલ્યમાં રોકાણનો આધાર રોકાણ અને અનુમાન છે. બેન ગ્રાહમ અને ડેવિડ ડાડે આ શૈલીને પ્રોત્સાહન આપ્યું છે, જે એકદમ વિપરીત છે. જે શેરનું સંભવિત મૂલ્યથી ઓછું હોય છે તેને ખરીદવામાં આવે છે. જેને ઊંધા રોકાણની જેમ જોવામાં આવે છે, જે ખરેખર એવું નથી. ઊંધી રોકાણ શૈલીમાં સેન્ટીમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

  આ પણ વાંચો: Aadhaarથી ચપટી વગાડતા બની જશે EPF માટે UAN, આટલા સ્ટેપ અનુસારો

  ઊંધી રોકાણ શૈલી

  સામાન્ય રીતે વિપરીત રોકાણ શૈલીને ઊંધી રોકાણ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રોકાણ ત્યારે કરવામાં આવે છે, જ્યારે જનસાધારણની માન્યતા ખોટી હોય છે. ઊંધુ રોકાણ કરનાર પ્રમુખ રોકાણકારોમાં વોરન બફેટ, ડેવિડ ડ્રેમન, જૉન નેફના નામ શામેલ છે. ઊંધી રોકાણ શૈલીમાં મૂલ્ય ઉપાર્જન અનુપાત તથા મૂલ્ય બુક વેલ્યુ અનુપાત પર પણ ધ્યાન આપવામાં આવે છે. જે બજારની યોગ્યતા જાણવામાં મદદરૂપ થાય છે.

  આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

  જ્યારે ટ્રેન્ડ ઊંધો ચાલી રહ્યો હોય, ત્યારે રોકાણ કરવામાં આવે છે. પરંતુ બજાર હંમેશા ઊંધી દિશામાં ચાલતુ નથી. ઊંધી રોકાણ શૈલીને મૂલ્ય આધારિત રોકાણમાં બદલી શકાય છે. વેલ્યુ રોકાણકાર મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખીને શેરનું ખરીદ-વેચાણ કરે છે. તે શેરના આંતરિક મૂલ્ય પર વધુ ધ્યાન આપે છે.

  રોકાણકારોનું શું કહેવું છે?

  ડેવિડ ડ્રેમને રોકાણ અંગે જણાવ્યું છે કે જે શેર યોગ્ય બાબતો ધરાવે છે અને જેનું મૂલ્ય આવકના અનુપાતમાં ઓછું હોય છે અથવા વેલ્યુના અનુપાતમાં મૂલ્ય ઓછું હોય છે અથવા ડિવિડન્ટ યીલ્ડ વધુ હોય છે, આવા ચલણથી બહાર તેવા શેર ખરીદી શકાય છે.

  જેમ્સ ફ્રેજરે 'ધ ફ્રેજર લેટર'માં વિશ્લેષણના પ્રમુખ આધાર દર્શાવ્યા છે.

  >> તાત્કાલિક રાજનીતિક અને આર્થિક સ્થિતિ
  >>  લોકપ્રિયા ધારણાઓ અને અનુમાન

  વોરન બફેટે જણાવ્યું છે કે, “જ્યારે અન્ય લોકો લાલચુ હોય ત્યારે ભયભીત રહો, અને અન્ય લોકો ભયભીત હોય ત્યારે લાલચુ બનો.”

  આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી

  જ્યારે 2003-2007 દરમિયાન તેજી હતી, ત્યારે સેન્સેક્સ ચાર ટ્રેડિગ સેશનમાં 1,000 અંક તૂટ્યો હતો. 2008માં મંદીનો માહોલ હતો, બજાર 7,000ના સ્તર પર આવી ગયું હતું. બીજી તરફ રોકાણકારોએ તેનો લાભ લીધો.
  " isDesktop="true" id="1080355" >

  સફળ ઊંધા રોકાણની ચાવી

  >> બજાર નીચે આવતા ઊંધુ રોકાણ કરનાર વધુ જોખમ ઉઠાવે છે. જ્યારે બજાર ઊંચુ હોય છે ત્યારે ઓછું જોખમ હોય છે.
  >> ઓછા મૂલ્યવાળા શેર હંમેશા નફો કરાવે તે જરૂરી નથી.
  >> સફળ રોકાણનો મંત્ર છે, અનુશાસિત રૂપે રોકાણ કરવું
  >> જોખમનું પ્રબંધન કરવું.
  >> ઊંધુ રોકાણ કરનાર પાસે વિશેષતા અને વિશ્વાસ હોવા અનિવાર્ય છે.
  First published:

  Tags: BSE, Investment, NSE, Share market, Stock Markets

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો