Home /News /business /

EXPLAINED: RBIની ડિજિટલ કરન્સી શા માટે મહત્વની છે? Bitcoin કરતા કઈ રીતે છે અલગ?

EXPLAINED: RBIની ડિજિટલ કરન્સી શા માટે મહત્વની છે? Bitcoin કરતા કઈ રીતે છે અલગ?

RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે કેન્દ્રીય બેંક ડિસેમ્બરમાં આ ડિજિટલ કરન્સી લૉન્ચ કરવા માંગે છે.

RBI Digital Currency : આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી (RBI Digital Currency) બહાર પાડવામાં આવનાર છે ત્યારે અનેક લોકો એવું માની રહ્યા છે કે આ કરન્સી તો બીટકોઇન (Bitcoin) જેવી હશે પરંતુ નહીં,આ ડિડિટલ કરન્સી બીટકોઇન કરતા અલગ હશે.

  RBI Digital Currency :  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પણ અન્ય કેન્દ્રીય બેંકોની જેમ ડિજિટલ કરન્સી (RBI Digital Currency-CBDC)ના લોન્ચિંગ પર કામ કરી રહી છે. જે ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. આ કરન્સી લોન્ચ થવાથી પૈસાની લેવડદેવડમાં પાયાના ફેરફાર થવાની અપેક્ષા છે. ડિજિટલ કરન્સીના કારણે હાલની કરન્સી કે ક્રિપ્ટોકરન્સીને (Cryptocurrency)  રિપ્લેસ કરાશે નહીં. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDCs) તરીકે ઓળખાતી આ કરન્સી વર્તમાન સિસ્ટમ જેવી હશે. જ્યારે આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવનાર છે ત્યારે અનેક લોકો એવું માની રહ્યા છે કે આ કરન્સી તો બીટકોઇન (Bitcoin) જેવી હશે પરંતુ નહીં,આ ડિડિટલ કરન્સી બીટકોઇન કરતા અલગ હશે. જાણો આ કરન્સી કેવી હશે, ડિજિટિલ કરન્સની એવી અજાણી વાતો જે આ તકે તમને વાંચવી જરૂર ગમશે.

  ડિજિટલ કરન્સી એટલે શું?

  કોઈ પણ ફિઝિકલ ચલણના ડિજિટલ સ્વરૂપને ડિજિટલ કરન્સી કહેવાય છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસી ડિજિટલ ચલણ હશે. તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી કેન્દ્રીય બેંકો દ્વારા બહાર પાડવામાં આવશે. આ ચલણ મૂળભૂત રીતે કાગળના ચલણનું ડિજિટલ સ્વરૂપ હશે. આ બાબતે RBIના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે ગત મહિને જુલાઈમાં જાણકારી આપી હતી. CBDCના કારણે લેવડદેવડમાં ખૂબ સરળતા રહેશે.

  SBIના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે આ બાબતે કહ્યું હતું કે, સીબીડીસી એ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરવામાં આવેલા ચલણ જેવું જ છે. પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોવેરિયન કરન્સી છે. સીબીડીસીની બનાવટ અને ઉપયોગ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થશે.

  શું CBDC ક્રિપ્ટોકરન્સી સમાન હશે?

  બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સી એનક્રિપ્ટ હોય છે અને તે કોઈ સરકારના નિયંત્રણ હેઠળ નથી. બીજી તરફ સીબીડીસી સરકાર અથવા તેની એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા કાગળના ચલણનું વર્ચ્યુઅલ સ્વરૂપ હશે. સૌથી મોટી વાત એ છે કે, કાગળના ચલણની જેમ સીબીડીસીનો પુરવઠો પણ સેન્ટ્રલ બેંકના નિયંત્રણ હેઠળ રહેશે. કાયદેસર ટેન્ડર ગણાતી ઈ-કરન્સીને બેંક ખાતામાં રાખી શકાય છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીને ડિજિટલ વોલેટમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીને સ્વતંત્ર રીતે કામ કરે છે. જેમાં ટ્રન્જેક્શનને ટ્રેક કે ઓથોરાઈઝ કરવા થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. તેમજ કેટલા કોઈન ઈશ્યુ થશે તે અગાઉથી નિશ્ચિત હોય છે.

  સ્પેનિશ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર BBVA કહે છે કે, બિટકોઇન અને ઈથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીથી વિપરીત આ કરન્સી (CBDCs) ઓછી અસ્થિરતા અને વધુ સુરક્ષા આપશે. આ ઉપરાંત કરન્સીને સંબંધિત નાણાંકીય સંસ્થાઓનો ટેકો મળશે. જે નાણાંકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે.

  આ પણ વાંચો : cardano: આ ક્રિપ્ટો કરન્સીએ ભુક્કા બોલાવ્યા, આ વર્ષે અત્યારસુધીમાં 1570 ટકા આપ્યું વળતર

  ક્રિપ્ટોકરન્સીમાં મુખ્ય સુવિધા બ્લોકચેન ટેકનોલોજી રહી છે. જે સિસ્ટમને અંડરગિર્ડ કરે છે. જોકે, CBDC લેજર ફોર્મેટમાં હશે કે નહીં તે વાત હજી સ્પષ્ટ નથી. આ બાબતે RBI સહિત બેંક સત્તાવાળાઓએ કહ્યું હતું કે, CBDC ફિયાટ કરન્સીની જેમ જ હશે. થર્ડ પાર્ટી દેખરેખને બ્લોકચેનના લેજર દ્વારા બદલવામાં આવશે નહીં તેવી અપેક્ષા છે.

  CBDC કઈ રીતે મદદ કરશે?

  બેન્કિંગ અને નાણાંકીય સેવાઓના ગ્લોબલ ઇકોનોમિસ્ટ મેજર એચએસબીસીના જેમ્સ પોમેરોય કહે છે કે, સીબીડીસી રોકડનું સ્થાન લઈ શકે છે અને થોડા સમયમાં વૈશ્વિક સ્તરે બેંકિંગ સિસ્ટમને બદલી શકે છે.

  વિશ્વભરની સેન્ટ્રલ બેંકોને ડિજિટલ કરન્સી લાવવા ઉતાવળ કરવા પાછળ કોરોના મહામારી અને લોકડાઉનમાં ડિજિટલ પેમેન્ટનો વધતો ઉપયોગ જવાબદાર છે. ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવું સેન્ટ્રલ બેંકો માટે સમયની માંગ છે.

  થોડા વર્ષોથી ફિઝિકલ રોકડનું ટ્રાન્ઝેક્શન પણ ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોના મહામારીના કારણે ડિજિટલ ટ્રાન્જેક્શન વેગવાન બન્યું છે. જેથી ઘણી કેન્દ્રીય બેંકો અને સરકારો ડિજિટલ કરન્સી તરફ આગળ વધી રહ્યા છે. સીબીડીસીને બહાર કાઢવા પાછળનું કારણ લોકોને વર્ચ્યુઅલ કરન્સી આપવા અને ખાનગી કરન્સીના નુકસાનકારક સામાજિક અને આર્થિક પરિણામોથી બચવાનું છે. CBDC દરેક જગ્યાએ અને બધા જ જૂથોના લોકો સુધી નાણાંકીય સેવાઓ પહોંચતી કરી નાણાંકીય વ્યવહારને વેગવાન બનાવશે. બેંક કે ફાઈનાન્સ પેઢી ચલાવી શકાય તેમ ન હોય તેવા આંતરિયાળ વિસ્તારોમાં આ સુવિધા ખૂબ મહત્વની બની રહેશે. ડિજિટલ ચલણના કારણે પૈસાના ટ્રાન્સફરની વ્યવસ્થા સરળ થઈ જશે. આ ઉપરાંત અન્ય શહેરોમાં કમાતા લોકો ઓછા ખર્ચે ઘરે પૈસા મોકલી શકશે.

  CBDCથી લેવડદેવડ કઈ રીતે થશે?

  ડિજિટલ વોલેટની જેમ જ CBDC કામ કરશે. જેમાં બેંક ફિઝિકલ ચલણના સ્થાને ડિજિટલ ચલણ પૂરું પાડશે. બેંકો ગ્રાહકો દ્વારા તેમની પાસે જમા કરેલા નાણાંની સમકક્ષ ફિઝિકલ નોટ આપવામાં સક્ષમ હોય તે રોકડ અર્થતંત્રો માટે જરૂરી છે. જોકે, ડિજિટલ કરન્સી મામલે સેન્ટ્રલ બેંક રોકડ છાપવાને બદલે ડિજિટલ પૈસાનો નિશ્ચિત પુરવઠો જારી કરશે. જેની ઇલેક્ટ્રોનિક રીતે લેવડદેવડ થશે. તેનાથી છાપકામ, નોટોનું વિતરણ કરવા અને સંગ્રહ કરવા પાછળનો ખર્ચ ઓછો થઈ જશે. તેનાથી પર્યાવરણને થતું નુકસાન પણ અટકશે.

  ટી. રવિ શંકર વધુમાં કહે છે કે, CBDCનો ઉપયોગ નાણાંકીય સિસ્ટમમાં સેટલમેન્ટનું જોખમ ઘટાડે છે. જ્યારે બેંક વ્યવહારના સ્થાને CBDCનો ઉપયોગ થાય એટલે ઇન્ટરબેંક સેટલમેન્ટની જરૂરિયાત પુરી થઈ જશે. વૈશ્વિકરણનાના વધતા પ્રમાણ વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યવહારોના ક્ષેત્રમાં સીબીડીસી નોંધપાત્ર મદદ કરી શકે છે. રવિ શંકરે તેને ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમનો ઓછો ખર્ચાળ અને રિયલ ટાઈમ વિકલ્પ ગણાવ્યો છે. ભારતીય નિકાસકારને અમેરિકાના આયાતકાર ડિજિટલ ડોલરની ચુકવણી કરતી વખતે વચેટીયાની જરૂર રહેશે નહીં. આવા ટ્રન્જેક્શન માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમમાં સેટલમેન્ટ માટે ઓપન નહીં રહે, સીધું જ ટ્રન્જેક્શન થઈ જશે. આ પદ્ધતિમાં ટાઇમ ઝોનનો તફાવત નિરર્થક બનશે.

  એકેય દેશે ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે?

  અમેરિકાની થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના જણાવ્યા મુજબ 2020ના મે મહિનામાંમાં માત્ર 35 દેશો CBDCનો વિચાર કરતા હતા. જ્યારે હવે વૈશ્વિક જીડીપીમાં 90 ટકાથી વધુનો ભાગ આપતા 81 દેશો CBDCની શોધ કરી રહ્યા છે. આગામી સમયમાં ચલણ માટે વિકલ્પ આપવાની જરૂર હોવાનું તેમને સમજાઈ ગયું છે.

  આ પણ વાંચો :  Multibagger Stocks: રૂ. 10.83ના આ શેરે માર્કેટમાં ભુક્કા બોલાવ્યા! રૂ. 1 લાખના થઈ ગયા રૂ. 85 લાખ

  વધુમાં જણાવાયું છે કે, પાંચ દેશોએ સીબીડીસી શરૂ કર્યું છે. જેમાં બાહમિયન સેન્ડ ડોલર વ્યાપક પણે ઉપલબ્ધ બનનાર પ્રથમ છે. જ્યારે સ્વીડન અને દક્ષિણ કોરિયા જેવી મોટી અર્થવ્યવસ્થાઓ સહિતના અન્ય 14 દેશોએ CBDCને પ્રાથમિક ધોરણે લોન્ચ કરી છે. CBDC બાબતે ચાર સૌથી મોટી કેન્દ્રીય બેંકો યુએસ ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઈંગ્લેન્ડમાં અમેરિકા સૌથી પાછળ છે.

  CBDC માટે ચીન આગળ છે. પીપલ્સ બેંક ઓફ ચાઇના (પીબીઓસી)એ ચાઇનીઝ યુઆનનું ડિજિટલ વર્ઝન લોન્ચ કરી દીધું છે અને ઘણા શહેરોમાં તેને પ્રારંભિક તબક્કે ચલાવી રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, તે તેની વૈશ્વિક મહાસત્તાની મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવી રહ્યું છે. ચીન ભવિષ્યની તકનીકનો ઝડપી લાભ લેવાનું વિચારી રહ્યું છે. ચાઇનીઝ ડિજિટલ ચલણ પ્લેટફોર્મના આધારે વિશ્વ આગળ વધે તેવું ચીન ઈચ્છે છે. ચીન આંતરરાષ્ટ્રીય નાણાંકીય વ્યવસ્થામાં યુએસ ડોલર પર ટકેલી પશ્ચિમી દેશોની પકડ ઓછી કરવા પ્રયાસ કરે છે. જેના કારણે તે ડિજિટલ ચલણ બાબતે આગળ છે.
  First published:

  Tags: Bitcoin, Business news, Cryptocurrency, આરબીઆઇ, ગુજરાતી ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन