રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તેની વધઘટની સામાન્ય માણસ પર શું અસર થાય?

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા માર્કેટમાં લોન અને EMI સસ્તા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે જાણો રેપો રેટ, રિવર્સ રેપો રેટ શું છે અને તેની શું અસર થાય.

News18 Gujarati
Updated: February 7, 2019, 12:58 PM IST
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તેની વધઘટની સામાન્ય માણસ પર શું અસર થાય?
રેપો રેટ ઘટવાના કારમે હોમ, ઓટો લોનના EMI ઘટવાની શક્યતા
News18 Gujarati
Updated: February 7, 2019, 12:58 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.આરબીઆઈ જાહેરાત કરી હતી કે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડો થયા બાદ રેપો રેટ 6.25 ટકાનો રહેશે. આરબીઆઈએ જ્યારે રેપો રેટમાં ઘટાડો કર્યો છે, ત્યારે સામાન્ય માણસને તેનાથી શું ફાયદો થાય તે સમજવું પણ જરૂરી છે. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે, ત્યારે જાણો રેપો રેટ એટલે શું? રિવર્સ રેપો રેટ એટલે શું? તેના વધારા ઘટાડની સામાન્ય માણસ પર શું અસર થાય?

રેપો રેટ : રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચુકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે.

અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

રિવર્સ રેપો રેટ: રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

અસર શું: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.

એસએલઆર એટલે શું? - બેન્ક જે વ્યાજદરે પોતાના પૈસા સરકાર પાસે રાખે તેને એસએલઆર કહે છે. રોકડના જથ્થાને નિયંત્રણમાં રાખવા એસએલઆરનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બેન્કોએ સરકારને એક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે જેનો ઉપયોગ તે ઇમર્જન્સી દરમિયાન કરી શકે છે, તેને એસએલઆર કહેવાય છે.
સીઆરઆર એટલે શું? -સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો બેન્કિંગ નિયમો અંતર્ગત તમામ બેન્કોએ પોતાની થાપણનો ચોક્કસ હિસ્સો આરબીઆઈને જમા કરાવવાનો રહે છે. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો.

એમએસએફ એટલે શું? એસએમએફની શરૂઆત આરબીઆઈએ વર્ષ 2011માં કરી હતી. કોમર્શિયલ બેન્ક એક રાત માટે એમએસએફ અંતર્ગત પોતાની જમા થાપણની એક ટકા લોન આરબીઆઈ પાસેથી મેળવી શકે છે.
First published: February 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...