Home /News /business /PSU Equity Funds: કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

PSU Equity Funds: કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

તમારે પીએસયુ ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં? શું કહે છે એક્સપર્ટ પાસેથી સમજો

PSU Equity Funds એ પ્રાથમિક રીતે સરકાર હસ્તકની પબ્લિક સેક્ટર કંપનીઓમાં રોકાણ કરે છે. તેવામાં આ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે સમજવા માટે આવો જોઈએ છેલ્લા એક વર્ષમાં આ સેક્ટરના ટોપ ફંડ્સે કેટલું રિટર્ન આપ્યું છે અને હવે તમારે તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં.

વધુ જુઓ ...
  મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ તમને એસઆઈપી સહિત ખૂબ જ નાની રકમ સાથે પણ તમારા પસંદગીના સેક્ટરમાં રોકાણ કરવા અને તમારી પસંદગીની કંપનીઓના શેરમાં નાના ફંડ સાથે રોકાણ કરવાનો ઓપ્શન પૂરો પાડે છે. ત્યારે સેક્ટોરિયલ ફંડ્સ છેલ્લા કેટલાક સમયથી લોકોની પહેલી પસંદ બન્યા છે. આ સેક્ટોરિયલ ફંડ્સનો બીજો મહત્વનો ફાયદો એ છે કે આવા ફંડમાં રોકાણ કરીને તમે જે તે સેક્ટરની જુદા જુદા એનેક શેરમાં રોકાણ કરવાનો ફાયદો એક સાથે લઈ શકો છો અને તેના માટે તમારે અલગ અલગ કંપનીના શેર ખરીદવાની પણ જરુર નથી પડતી. આજે પબ્લિક સેક્ટરમાં રોકાણ કરતા ઈક્વિટી ફંડ અંગે વિગતવાર જાણીએ અને તેમાં તમારે શું કરવું જોઈએ તે અંગે પણ સમજીએ.

  આ પણ વાંચોઃ આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

  મહત્વનું છે કે છેલ્લા ઘણાં વર્ષોથી પીએસયુ ઈક્વિટી ફંડ અંડરપરફોર્મન્સ રહ્યા છે. જોકે, છેલ્લા 9-12 મહિનામાં બીએસઈ પીએસયુ ઈન્ડેક્સે 15-16 ટકાનું રિટર્ન આપ્યું છે. જેનો અર્થ છે કે તેણે સ્પષ્ટરુપે આ સમયગાળા દરમિયાન મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ કરતાં પણ વધારે રિટર્ન આપ્યું છે. આ જોતા રોકાણકારોએ હવે આ ફંડ્સને એક ઉત્તમ રોકાણ ઓપ્શન તરીકે જોવા જોઈએ? જોકે આ અંગે વધુ ચર્ચા કરીએ તે પહેલા એ સમજી લઈએ કે PSU Equity Funds શું છે.

  શું છે પીએસયુ ઈક્વિીટી ફંડ?


  PSU ઈક્વિટી ફંડ એક થીમ આધારીત ફંડ છે જે વ્યક્તિને સરકાર હસ્તકની કંપનીઓ અને બેંકના શેરમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. આ ફંડમાં બેંકિંગ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ, મેટલ્સ, હોસ્પિટાલિટી, એવીએશન સહિતના અનેક સેક્ટરનો સમાવેશ થાય છે. આ ફંડમાં તમે રોકાણ કરીને આ તમામ સેક્ટરના નફા નુકસાનનો ફાયદો ઉઠાવી શકો છો. તેમજ આ તમામ જુદા જુદા સેક્ટરમાં રોકાણ કરવા માટે મોટા ફંડની પણ જરુરિયાત નથી રહેતી તમે નાના ફંડ અને SIP દ્વારા પણ આ ફંડમાં રોકાણ કરી શકો છો. આવો જાણીએ દેશના ટોચના પીએસયુ ઈક્વિટી ફંડ વીશે.

  આ પણ વાંચોઃ અમદાવાદની આ કંપનીએ પાંચ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા, આપ્યું છપ્પરફાડ રિટર્ન

  SBI PSU Fund


  આ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ ફંડ લોન્ચ થયું ત્યારથી તેણે વાર્ષિક આધારે 2.9 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડનો બેન્ચમાર્ક S&P BSE PSU ઇન્ડેક્સ છે.

  Invesco India PSU Equity Fund


  આ ફંડ Invesco મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ ફંડ 9 વર્ષ અને 8 મહિના જૂનું છે અને આટલા સમયમાં આ ફંડે વાર્ષિક 12.44 ટકાના દરે વળતર આપ્યું છે. આ ફંડનો બેન્ચમાર્ક S&P BSE PSU ઇન્ડેક્સ છે.

  નીચે આપેલું ટેબલ તમને છેલ્લા 1 વર્ષમાં કેટલાક PSU Equity Fundsના વળતર અંગે જણાવશે
  Funds1 Yr Ret (%)
  Aditya Birla Sun Life PSU Equity Fund - Direct Plan14.62
  CPSE Exchange Traded Fund24.82
  ICICI Prudential PSU Equity Fund - Direct Plan--
  Invesco India PSU Equity Fund - Direct Plan9.3
  SBI PSU Fund - Direct Plan14.81  આ પણ વાંચોઃ એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ'

  શું તમારે રોકાણ કરવું જોઈએ?


  એપ્સિલોન મની માર્ટના પ્રોડક્ટ અને પ્રપોઝિશનના હેડ નિતિન રાવ રોકાણકારોએ પીએસયુ ઈક્વિટી ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે અંગે જણાવતા કહે છે કે પીએસયુ વ્યાપક માર્કેટની અપેક્ષાએ વધુ સારું ડિવિડન્ડ આપે છે. આ ફંડમાં આવતી કંપનીઓ સરકાર હસ્તકની હોય છે અને જુદા જુદા સેક્ટરની હોવાથી એક જ ફંડમાં રોકાણ કરીને તમને વૈવિધ્યસભર રોકાણનો ઓપ્શન પૂરો પાડે છે.

  જોકે કેટલાક જ એવા ફંડ્સ છે જે પૂર્ણ રુપે પીએસયુ ઈક્વિટીમાં રોકાણ કરે છે અને જેને રોકાણકારો ધ્યાન પર રાખી શકે છે. રાવે કહ્યું કે રોકાણકારોએ પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણ કરવા પાછળનો હેતુ ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ ફંડ્સ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું હોવાથી તેમાં જોખમ ઓછું હોય છે પરંતુ તે પૂર્ણ રીતે જોખમ મુક્ત નથી.

  આ પણ વાંચોઃ એક્સપર્ટે જણાવેલા આ શેરમાં દાવ રમી જુઓ, તગડી કમાણીના ચાન્સ વધી જશે

  તેમણે વધુમાં જણાવ્યું કે આ ફંડ્સ વ્યાજ દરના ઉતાર ચઢાવ તરફ સંવેદનશીલ હોય છે અને જો યીલ્ડ વધે તો નકારાત્મક વળતર પણ આપે છે. જે લોકો આ ફંડમાં રોકાણ કરે છે તેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે રોકાણ સમયને ધ્યાનમાં રાખવો જોઈએ કારણ કે આ ઈક્વિટી ફંડ્સ છે અને તેમને પરફોર્મ કરવામાં સમય લાગે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment tips, Mutual funds, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन