સપ્ટેમ્બરમાં ડીઝલ 2.28 રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું, ચેક કરો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

સપ્ટેમ્બરમાં ડીઝલ 2.28 રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું, ચેક કરો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો, જાણવા માટે અપનાવો આ સરળ પદ્ધતિ

આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો, જાણવા માટે અપનાવો આ સરળ પદ્ધતિ

  • Share this:
    નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના (Crude Price Down) ભાવમાં ભારે ઘટાડા બાદ આવેલી રિકવરી અને અમેરિકન ડૉલરની સામે ભારતીય રૂપિયાની નબળાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડાને રોકી દીધો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOC-Indian Oil Corporationએ બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. બીજી તરફ, ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થઈ ગયું હતું. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં 3 તારીખથી ડીઝલ સમયાંતરે સસ્તું થઈ રહ્યું છે અને આજ સુધી તેના ભાવમાં 2.28 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 23 September)



    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 71.28 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.74 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.80 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.72 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ચીન સાથે સરહદ વિવાદની વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની નૌસેના કરશે યુદ્ધાભ્યાસ

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, ‘મુજે દેખકર તાલે ભી મુસ્કુરાતે હૈ’, ડાયલોગ બોલીને લોકઅપથી ફરાર થયો જુગનૂ ચોર!

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 23, 2020, 07:37 am