સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, ફટાફટ જાણી લો નવા ભાવ

સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, ફટાફટ જાણી લો નવા ભાવ
સપ્ટેમ્બર મહિનામાં ડીઝલના ભાવમાં 2.28 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે, પેટ્રોલ પણ આટલા રૂપિયા થયું સસ્તું

સપ્ટેમ્બર મહિનામાં ડીઝલના ભાવમાં 2.28 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે, પેટ્રોલ પણ આટલા રૂપિયા થયું સસ્તું

  • Share this:
    નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ (Crude Price Down)ના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Cheaper)નું ખરીદવું સસ્તું થઈ ગયું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ ઘટીને 81.06 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. બીજી તરફ ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર ઘટીને 71.28 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં સોમવારે પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહોતો થયો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.14 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો હતો. જ્યારે આ દરમિયાન ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ તે 71.43 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં 3 તારીખથી ડીઝલ સમયાંતરે સસ્તું થઈ રહ્યું છે અને આજ સુધીમાં તેમાં 2.28 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે.



    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 22 September)

    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 71.28 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.74 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.80 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.72 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Reliance Jioનો જોરદાર પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં મળે છે 1GB ઇન્ટરનેટ ડેટા! કોલિંગના ફાયદા પણ...


    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, UNGA @75: પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે દુનિયા એક ઉત્તમ સ્થળ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 22, 2020, 08:06 am