શેરબજારમાં રોકાણ કરવા માગતા અનેક લોકો એવા ડરમાં હોય છે કે ક્યાંક તેમના રુપિયા ડુબી જશે તો અને પછી રોકાણથી પોતાની જાતને રોકી લેતા હોય છે. જોકે જ્યારે કોઈ બીજાને શેરબજારમાં કમાણી કરતાં જુએ છે ત્યારે તેમને અફસોસ થાય છે કે આ શેરમાં મે પહેલા રુપિયા રોકી દીધા હોત તો આજે મને પણ કમાણી થઈ હોત. જોકે આ માટે જરુરી છે કે તમને આવા કમાણી કરાવી આપે તેવા શેરને ઓળખતા આવડવા જોઈએ.
હવે અહીં જ મહત્વની વાત આવે છે કે આ શેર ઓળખવા કોઈ મોટી કળા નથી પણ કેટલીક ટેક્નિકલ બાબતોની જાણકારી હોય તો તમે પણ આવા શેર સહેલાઈથી શોધી શકો છો અને શેરબજારમાં 12 હજારના લાખ કરી શકો છો. બજારના નિષ્ણાતોની આ ટેક્નિક તમે પણ શીખી શકો છો. બસ જરુર છે તમારે થોડી મહેનત કરવાની અને અભ્યાસ કરવાની. આજે આપણે શેરબજારના જાણકાર બનાવા તરફ પહેલું પગલું ભરવા જઈ રહ્યા છીએ. આજે શેરબજારમાં PE શું છે? તેનું મહત્વ શા માટે છે? શા માટે માર્કેટના મોટા મોટા નિષ્ણાતો પણ તેના આધારે રોકાણ શેમાં કરવું તે નક્કી કરે છે?
PE એટલે પ્રાઈસ ટુ અર્નિંગ રેશિયો એ સ્ટોક સિલેક્શન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતો રેશિયો છે. આ રેશિયો કંપનીનું મૂલ્ય ઓળખમાં મદદ કરે છે અને જે ભવિષ્યમાં થનારી કોઈ પણ કમાણીના પ્રત્યેક રુપિયા માટે વર્તમાન સ્ટોક મૂલ્યના આધારે પ્રતિ શેર હોય છે. પીઈ રેશિયો કંપનીની આજની કિંમતને સમજવામાં મદદ કરે છે અને તેના અંદાજે પ્રતિ શેર કેટલીક કમાણી થઈ શકે છે તેના સાપેક્ષમાં તેની કિંમતોના વધારાનું અનુમાન લગાવી શકાય છે. આ આખી વાતને સરળ શબ્દોમાં સમજીએ તો આપણે કેટલા રુપિયા લગાવવાથી કેટલા રુપિયા મળશે.
ઉપરની આખી વાતને જો ઉદાહરણ સાથે સમજીએ તો કોઈ A શેરની કિંમત 2000 રુપિયા છે અને તે કંપનીએ વર્ષમાં 200 રુપિયાનો ફાયદો આપ્યો છે તો 2000/200 જેથી 10 તેનો જવાબ આવશે જે શેર Aનો પીઈ રેશિયો છે.
આ PE રેશિયોનો અર્થ એ થયો કે તમારે 1 રુપિયા કમાવવા માટે A કંપનીમાં 10 રુપિયા લગાવવા પડશે. અથવા બીજી ભાષામાં કહીએ તો રુ. 2000ના રોકાણ પર તમને 200 રુપિયા મળશે. આ રીતે પીઈ રેશિયો તેને કહેવાય છે જેને પ્રતિ શેર બજાર મૂલ્યમાં તેના દ્વારા પ્રાપ્ત કમાણીથી ભાગવામાં આવે અને જે જવાબ મળે.
પીઈ રેશિયો ગણવા પાછળનું કારણ એટલું જ છે કે જે તે શેર બજારમાં હાલ ઓવરવેલ્યુડ છે કે અંડરવેલ્યુડ જેનાથી તમને ખબર પડશે કે હાલ આ શેરમાં રોકાણ કરાય કે નહીં. હવે આગળના લેખમાં એ સમજીશું કે શેર દીઠ ઈપીએસ અથવા કમાણીનો અંદાજ કઈ બે અલગ અલગ રીતે લગાવવામાં આવે છે. અને તેનાથી તમારા રોકાણ પર કેટલી મોટી અસર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર