Home /News /business /

Payday Loan: 24 કલાકમાં આવી રીતે મળે છે ઈન્સ્ટન્ટ Payday લોન, પગાર મળે તે દિવસે કરવી પડે છે ચૂકવણી, આ રીતે કરો અરજી

Payday Loan: 24 કલાકમાં આવી રીતે મળે છે ઈન્સ્ટન્ટ Payday લોન, પગાર મળે તે દિવસે કરવી પડે છે ચૂકવણી, આ રીતે કરો અરજી

પે ડે લોન

Payday Loan: આ લોન પરત કરવાની મુદ્દત લોન લેતી વખતથી જ શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે લોન લીધાના 2થી 4 અઠવાડિયાની લોન પરત કરવાની રહે છે.

  મુંબઈ: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. કટોકટી 2 પ્રકારની હોય છે. નાણાકીય અને સ્વાસ્થ સંબંધી. સ્વાસ્થ સંબંધી કટોકટી (Health emergency) માટે તો આપણે વીમો (Insurance) લઈએ છીએ પણ નાણાકીય કટોકટી (Financial crisis) વિશે એવું કશું હોતુ નથી. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજના આર્ટિકલમાં અમે તમને એવી કેટલીક પે ડે (Payday) લોન લિશે જણાવીશું જે તમને આવી કટોકટીમાં મદદરૂપ બનશે.

  Payday લોન: વિશેષતા

  - આ લોનમાં તમને નાની રકમ લોન તરીકે આપવામાં આવે છે.
  - પગાર અથવા અન્ય સ્ત્રોતથી આવક મળવાના બીજા જ દિવસે લોનની ચૂકવણી કરવાની રહે છે.
  નઆ લોનમાં ઝડપી પ્રોસેસ અને અપ્રુવલ મળે છે.
  - આ લોન પરત કરવાની મુદ્દત લોન લેતી વખતથી જ શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે લોન લીધાના 2થી 4 અઠવાડિયાની લોન પરત કરવાની રહે છે.
  - અહીં લોન લેનારની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવતી નથી.
  - લોન લેનારને તેના પૈસા ડિજિટલી, રોકડ, ચેક અથવા પ્રિપેઈડ ક્રેડિટ કાર્ડના રૂપમાં કરવામાં આવે છે.
  - લોન લેનાર વ્યક્તિએ કોઈ ગેરંટી આપવાની હોતી નથી. કેમ કે આ એક અનસિક્યોર્ડ લોન છે.
  - અનસિક્યોર્ડ લોન હોવાથી તેમાં વ્યાજદર ઘણો વધુ હોય છે.
  - લોન આપતી વખતે લોન રિપેમેન્ટની ક્ષમતા અંગે ચકાસણી મહત્વપૂર્ણ હોય છે.

  Payday લોન: લાયકાત

  - લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  - લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  - ફુલટાઈમ એમ્પ્લોયમેન્ટ સાથે લેન લેનાર વ્યક્તિ પાસે આવકનો નક્કર સ્ત્રોત હોવો જોઈએ.
  - લોન લેનાર પાસે કાયમી ફોન નંબર હોવો જોઈએ, જેના પર સંપર્ક સાધી શકાય.
  - ગ્રાહક પાસે કરન્ટ અકાઉન્ટ હોવું જરૂરી છે.
  - પગાર અને આવક સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.

  Payday લોન: દસ્તાવેજો

  - ઓળખનું પ્રમાણપત્ર (PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન કાર્ડ, પાસપોર્ટ)
  - ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટ)
  - આવકનો પુરાવો (સેલેરી સ્લીપ, આવકનું પ્રમાણપત્ર)
  - ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ)
  - ઓર્ગેનાઈઝેશનનો લેટર ઓફ અપોઈન્ટમેન્ટ
  - રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રાશન કાર્ડ)

  આ પણ વાંચો: Best Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

  આ રીતે કરો અરજી

  Step 1: ઓનલાઈન અથવા નજીકની બેન્ક શાખામાંથી અરજી ફોર્મ મેળવો.

  Step 2: ફોર્મમાં જરૂરી વિગતો ભરો. ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો.

  Step 3: ફોર્મમાં માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો અટેચ કરો.

  Step 4: લોન મંજૂર થવાની રાહ જુઓ, કેટલીક વખત આમં થોડું મોડું થઈ શકે છે.

  Step 5: લોન મંજૂર થયા પછી ઓર્ગેનાઈઝેશન દ્વારા માંગવામાં આવેલા અન્ય દસ્તાવેજો જમા કરો જેથી તેનું વેરિફિકેશન થઈ શકે.

  Step 6: અપોઈન્ટમેન્ટ લેટર, રહેઠાંણ, ઓળખ, ઉઁમર, આવક વગેરેના પુરાવા જમા કરો.

  Step 7: આ દસ્તોવેજોના વેરિફિકેશન પછી તમને તમારી લોનની રકમ આપવામાં આવશે.

  આ પણ વાંચો: Car loan: કાર લોન લેતી વખતે આ ચાર ભૂલ બિલકૂલ ન કરો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પસ્તાવું પડશે

  Payday લોન: લાભ

  - આ લોન માટે અરજી કરવી અને લોન મેળવવાની પ્રોસેસ ઘણી જ સરળ છે. સરળતાથી કોઈ પણ બેન્કમાંથી લોન મેળવી શકાય છે.
  - જો તમામ દસ્તાવેજો હાથવગા રાખવામાં આવે તો 24 કલાકથી ઓછા સમયમાં લોન ડિસબર્સ થઈ જાય છે.
  - જો તમે સમયસર લોનની ચુકવણી કરો તો આ તમને એક વ્યાજબી લોન તરીકે ઉપયોગી થશે.
  - તમારા નાના મોટા બિલ અને ઘર ખર્ચ માટે પણ તમે આ લોન સરળતાથી લઈ શકો છો.
  - ખરાબ અને ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને પણ આ લોન સરળતાથી મળી રહે છે.
  - જો લોન માટે તમે કોઈ બાંહેધરી અથવા ગેરંટી આપો છો તો આ લોન શ્રેષ્ઠ છે.
  - આ લોન દ્વારા તમને ત્વરિત ધોરણે રોકડ મળી જાય છે.
  - પહેલેથી લોન ધરાવતો વ્યક્તિને પણ સરળતાઈ આ લોન મળી શકે છે.
  - ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરી શકાય

  Payday લોન: ગેરલાભ

  - ફક્ત ટૂંકાગાળા માટ જ ઉપલબ્ધ છે, લાંબાગાળાના અને મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉપયોગી નથી.
  - પાર્ટટાઈમ નોકરી અને બેરોજગાર લોકોની અરજી નકારી દેવાય છે.
  - જો કરંટ અકાઉન્ટ નહોય તો અરજી નકારી દેવામાં આવે છે.
  - લોન સાથે સંકળાયેલા ચાર્જીસ અને વ્યાજદરો ઉંચા હોય છે. જો લોન ચુકવવામાં મોડું થાય તો ચાર્જીસ ડબલ થઈ શકે છે.
  - લોનમાં બાંહેધરીની જરૂર હોતી નથી તેથી લોન આપનારની સલામતીના ભાગરૂપે વ્યાજદર ઉંચા હોય છે. જેના કારણે ટ્રેડિશનલ - લોન કરતા વધુ ચૂકવણી કરવી પડે છે.
  - જો તમે ઓનલાઈન આવી લોન માટે અરજી કરો તો છેતરાઈ જવાની શક્યતાઓ છે.

  આ પણ વાંચો: Top-up car loan: વર્તમાન કાર લોન પર ટોપ-અપ લોન લેવાના શું ફાયદા? કેવી રીતે લઈ શકાય?

  આવકના પુરાવા વિના આ લોન મેળવી શકાય?

  આપણા દેશમાં ત્વરિત રોકડ મેળવવી સરળ નથી આ માટે ઘણું બધુ પેપર વર્ક કરવું પડે છે, સાથે જ છેતરપિંડીની દહેશત પણ છે. એવા ઘણીબધા કેસ છે, જ્યા લોનની ચૂકવણી પણ કરવામાં આવતી નથી. જેથી આવકના પુરાવા ખૂબ જરૂરી દસ્તાવેજ છે. જે લોકો પાસે આવકનો સ્ત્રોત નથી તેમને સરળતાથી લોન મળતી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Loan, Personal finance

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन