Home /News /business /બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા શું હોય છે? રુપિયાની જરુરિયાત હોય ત્યારે કેવી રીતે મળે છે ફાયદો?

બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા શું હોય છે? રુપિયાની જરુરિયાત હોય ત્યારે કેવી રીતે મળે છે ફાયદો?

અચાનક રુપિયાની જરુરિયાત પડે તો પર્સનલ લોનની જગ્યાએ આ ઓપ્શનનો ઉપયોગ કરો ઓછા વ્યાજદરે રુપિયા મળી શકે.

Personal Finance: ઘણીવાર એવો કટોકટીનો સમય આવી જાય છે જ્યારે તમારે અચાનક રોકડ રુપિયાની જરુરિયાત પડે છે. આવા સમયે આપણે એવા ઓપ્શન શોધતા હોઈએ છીએ જેમાં ઓછા વ્યાજ દરે આપણને રુપિયા મળી રહે. ત્યારે પર્સલન લોન અને ક્રેડિટ કાર્ડ લોન કરતા વધુ એક ઓપ્શન છે જે તમને ઓછા વ્યાજદરે રુપિયા આપી શકે છે તે છે ઓવરડ્રાફ્ટ, આ સુવિધા બેંક દ્વારા કેટલાક ગ્રાહકોને આપવામાં આવે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: નાણાકીય કટોકટીના સમયમાં આપણે ઘણીવાર એવા વિકલ્પો શોધીએ છીએ જ્યાંથી આપણને સરળતાથી રુપિયા મળી શકે અને વ્યાજ પણ ઓછું ચૂકવવું પડે. આ માટે એક લોકપ્રિય વિકલ્પ પર્સનલ લોન છે. પર્સનલ લોનમાં કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ તેની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તે મોંઘી છે. ત્યારે આજે અહીં અમે તમને બીજી બેંકિંગ સુવિધા વિશે જણાવી રહ્યા છીએ જ્યાંથી તમે સરળતાથી કટોકટીના સમેય તમારી રુપિયાની જરૂરિયાતો પૂરી કરી શકો છો. આ સુવિધા બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા છે. સરકારી અને ખાનગી બંને બેંકો ઓવરડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે. મોટાભાગની બેંકો આ સુવિધા કરંટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર આપે છે. જ્યારે કેટલીક બેંકો શેર, બોન્ડ અને વીમા પોલિસી જેવી એસેટ્સ સામે પણ ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ, તમે બેંકમાંથી તમને જોઈતા રુપિયા લઈ શકો છો અને આ રુપિયા પછીથી ચૂકવી શકો છો.

  કમાણી કરવી હોય તો તૈયાર રહેજો, દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO

  ઓવરડ્રાફ્ટ સુવિધા કેવી રીતે મેળવવી

  જો તમારી પાસે બેંકમાં કોઈ FD નથી, તો તમારે પહેલા બેંકમાં કોઈપણ સંપત્તિ ગીરવે મુકવી પડશે. તે પછી બેંકો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આજકાલ ઘણી બેંકો પહેલાથી જ તેમના સારા ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. સેલેરાઈડ લોકોને પોતાના સેલેરી એકાઉન્ટ પર સરળતાથી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.

  તમે કેટલા રુપિયા ઉપાડી શકો છો?

  બેંક નક્કી કરે છે કે તમે ઓવરડ્રાફ્ટ હેઠળ કેટલા રુપિયા ઉપાડી શકો છો. આ મર્યાદા એ વાત પર નિર્ભર કરે છે કે તમે બેંકમાં કેટલું કોલેટરલ એટલે કે કેટલી કિંમતની એસેટ્સ ગીરવે રાખી છે. પગાર અને એફડીના કિસ્સામાં બેંકો મર્યાદા વધારે રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે બેંકમાં રૂ. 2 લાખની FD કરી હોય, તો બેંક ઓવરડ્રાફ્ટ માટે રૂ. 1.60 લાખ (80%)ની મર્યાદા નક્કી કરી શકે છે. જ્યારે શેર અને ડિબેન્ચરના કિસ્સામાં આ મર્યાદા 40 થી 70 ટકા હોઈ શકે છે.

  PM Kisan Samman Nidhi Yojna: આગામી 3 દિવસોમાં ખેડૂતો પતાવી લે આ કામ નહીંતર નહીં મળે રુ.2000

  કેટલો હોય છે વ્યાજ દર?

  ઓવરડ્રાફ્ટની સુવિધા પર તમને કેટલું વ્યાજ ચૂકવવું પડશે, તે તમે બેંકમાં ક્યાર પ્રકારની એસેટ્સ મૂકી છે તેના પર આધાર રાખે છે. એટલે કે જે એસેટ્સ પર તમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે તેના આધારે જુદો જુદો વ્યાજ દર હોઈ શકે છે. આ ઉપરાંત તમે જે સમયગાળા માટે બેંકમાંથી પૈસા લો છો તે મુજબ તમારે વ્યાજ ચૂકવવું પડશે. આનો અર્થ એ છે કે જો તમે 25 ડિસેમ્બરે રુપિયા લીધા છે અને 25 જાન્યુઆરીએ ચૂકવ્યા છે, તો તમારે લગભગ એક મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. જો તમે FD પર આ સુવિધા લીધી છે, તો તમારો વ્યાજ દર FD પરના વ્યાજ કરતાં 1 થી 2 ટકા વધુ રહે છે. શેર સહિત અન્ય એસેટ્સના કિસ્સામાં આ સુવિધા માટેનો વ્યાજ દર થોડો વધારે હોઈ શકે છે.

  1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો આવશે, તમારા પર શું થશે અસર?

  ઓવરડ્રાફ્ટનો ફાયદો શું છે?

  ક્રેડિટ કાર્ડ અથવા અન્ય પર્સનલ લોનની સરખામણીએ ઓવરડ્રાફ્ટની સિવિધા પ્રમાણમાં ઘણી સસ્તી હોય છે. આમાં, તમારે પ્રમાણમાં ઓછું વ્યાજ ચૂકવવું પડશે. બીજો ફાયદો એ છે કે ઓવરડ્રાફ્ટમાં તમારે જે સમય માટે પૈસા લીધા છે તેટલા સમય માટે જ વ્યાજ ચૂકવવું પડશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Credit card interest rate, Overdraft, Personal finance, Personal loan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन