Home /News /business /

NPS: શું તમે નિવૃત્તિ પછી દર મહિને Rs 60,000 પેન્શન ઇચ્છી રહ્યા છો? અહીં જાણો આ માટે શું કરવું પડશે

NPS: શું તમે નિવૃત્તિ પછી દર મહિને Rs 60,000 પેન્શન ઇચ્છી રહ્યા છો? અહીં જાણો આ માટે શું કરવું પડશે

નેશનલ પેન્શન સિસ્ટમ

National Pension System: NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

    નવી દિલ્હી: દરેક વ્યક્તિ નિવૃત્તિ (Retirement) પછીનું પોતાની જીવન સુરક્ષિત કરવા ઇચ્છે છે. આ માટે અનેક પ્રકારના રોકાણ પ્રચલિત છે. આ તમામ વચ્ચે નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System- NPS) પણ રોકાણની ઉત્તમ રીત છે. એનપીએસમાં રોકાણ (Investment in NPS) કરીને તમે નિવૃત્તિ પછી દર મહિને સારું એવું પેન્શન મેળવી શકો છો. આ યોજનાની ફાયદો એ છે કે તેમાં કરવામાં આવતું 50 હજાર સુધીનું રોકાણ ટેક્સમાં પણ બાદ મળે છે. એનપીએસ એ ભારત સરકારની યોજના (Government of India) છે. હવે જો તમે નિવૃત્તિ પછી દર મહિને 60 હજાર જેટલું પેન્શન મેળવવા માંગો છો તો તમારે કેટલું રોકાણ કરવું પડશે તેની વિગતો જોઈએ. પેન્શન ઉપરાંત તમને એક રકમ પણ મળશે. જેનો એક હિસ્સો ખર્ચ કરીને તમે નાનો બિઝનેસ (Business) પણ શરૂ કરી શકો છો.

    નેશનલ પેન્શન સિસ્ટમ શું છે?

    NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જેના બે કરોડ સબ્સક્રાઇબર્સમાંથી 44 લાખ ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. હકીકતમાં આ પેન્શન સેવિંગ સ્કિમ છે જે ભવિષ્યમાં સુરક્ષા પૂરી પાડે છે. હવે સવાલ એ થાય કે એનપીએસ અંતર્ગત મહિને 60 હજાર રૂપિયાની કમાણી માટે કઈ રીતે પ્લાનિંગ કરી શકાય.

    મહિને કેવી રીતે 60 હજાર મેળવશો?

    અહીં તમામ ગણતરી એ આધાર પર કરવામાં આવી છે કે આ યોજના અંતર્ગત તમે 35 વર્ષના ઉંમરથી જોડાયેલા હોય. એટલે કે તમે 35 વર્ષની ઉંમરથી એનપીએસમં રોકાણ શરૂ કરી દીધું હોય તેવું માનવી લઈએ છીએ. આ માટે એનપીએસ અંતર્ગત દર મહિને તમારે 10,500 રૂપિયાનો રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે. તમારા તરફથી કુલ રોકાણ 31.50 લાખ રૂપિયા હશે. નેશનલ પેન્શન સિસ્ટમમાં કુલ રોકાણ પર અંદાજિત રિટર્ન 10 ટકા વાર્ષિક ધોરણે માનીએ તો કુલ કૉપર્સ 1.38 કરોડ રૂપિયા થાય.

    આમાથી 65 ટકા રકમથી તમે એન્યુટી ખરીદો છો તો આ કિંમત 90 લાખ થાય છે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60ની ઉંમર પછી મહિને આશરે 60 હજાર પેન્શન બનશે. સાથે જ અલગથી 48 લાખ રૂપિયાનું ફંડ પણ ખરું જ .

    એન્યુટીથી પેન્શન નક્કી થાય

    એન્યુટી તમારા અને વીમા કંપની વચ્ચેનો કરાર હોય છે. આ કરાર અંતર્ગત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોજનામાં ઓછામાં ઓછી 40 ટકા રકમ એન્યુટી ખરીદવી જરૂરી હોય છે. આ રકમ જેટલી વધારે હશે, પેન્શનની રકમ એટલી જ વધારે હશે.

    કોણ લાભ લઈ શકે?

    નેશનલ પેન્શન સિસ્ટમમાં 18 થી 60 વર્ષની ઉંમર વચ્ચે આવતી કોઈ પણ પગારદાર જોડાઈ શકે છે.

    શું પાકતી મુદત પહેલા રકમ ઉપાડી શકાય?

    નેશનલ પેન્શન સ્કીમમાં ત્રણ પરિસ્થિતિમાં અંશદાતા પૈસા કાઢી શકે છે. 1) પ્રથમ રિટાયરમેન્ટ. 2) અંશદાતાનાં મોત પર અને 3) મેચ્યુરિટી પહેલા રકમ કાઢી શકો છો. જોકે, આંશિક નિકાસ માટે અમુક શરતોનું પાલન કરવું પડશે. એનપીએસ સરકાર-પ્રાયોજિત પેન્શન સ્કીમ છે. આ સ્કીમને 2004માં કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. 2009માં તમામ લોકો માટે તેને ખોલી દેવામાં આવી હતી. નોકરી દરમિયાન કર્મચારી આ સ્કીમમાં અંશદાન કરી શકે છે.

    આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

    મેચ્યોરિટી પહેલા પૈસા કાઢવા માટે જરૂરી છે કે ખાતું 10 વર્ષ જૂનું હોય. પેન્શનની રકમમાંથી ઓછામાં ઓછી 80 ટકા રકમ એન્યુટી ખરીદવા માટે લગાવવી પડશે. આનાથી અંશદાતાનું પેન્શન બનશે. બાકીની રકમને એક સાથે કાઢી શકાય છે.

    ફોર્મ 302

    જમા થયેલા પેન્શન પર દાવો કરવા માટે એનપીસીએસના ખાતાધારકે ફોર્મ 302 ભરવું પડશે. આ ફોર્મ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો ભરે છે. જેમાં વ્યક્તિગત માહિતી, એનપીએસ ખાતાની સંખ્યા, નિકાસનું વર્ણન, એન્યુટીનો વિકલ્પ અને બેંકની વિગત આપવી પડશે. અંશદાતાના મોતના મામલામાં નૉમિનેશન માટે ફૉર્મમાં એનેક્ચર જોડાયેલું હોય છે.

    આ પણ વાંચો: Snapdeal IPO: શું તમે પણ સ્નેપડીલના IPOમાં રોકાણ કરવા માંગો છો? તો કંપની સાથે જોડાયેલા આ જોખમો જરૂરથી જાણી લો

    કયા દસ્તાવેજનો જરૂર પડશે?

    એનપીએસમાંથી પૈસા કાઢવા માટે પાન કાર્ડ, કેન્સલ ચેક, એનપીએસથી મળથી રકમ પ્રાપ્તિનો સ્વીકાર કરતી રસીદ, ઓળખ અને સરનામાનો પુરાવો જરૂરી છે.

    ટેક્સમાં મળતા લાભ

    NPS દરેક વ્યક્તિ માટે રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને ઈનકમ ટેક્સમાં રાહત પણ મળે છે. જો કોઈ વ્યક્તિ NPSમાં રૂ. 50,000 સુધીનું રોકાણ કરે છે, તો તેને કલમ 80CCD હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. જો તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખની છૂટ પૂર્ણ કરી ચૂક્યા છો તો એનપીએસ તમને એક્સ્ટ્રા સેવિંગ કરવામાં પણ મદદરૂપ બનશે. આ યોજનામાં મેચ્યોરિટીની 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: LIC, Nps, Pension, Retirement, એસબીઆઇ

    આગામી સમાચાર