Home /News /business /સતત વધી રહ્યુ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વરિષ્ઠ નાગરિકો માટે એક સારો રોકાણનો વિકલ્પ

સતત વધી રહ્યુ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વરિષ્ઠ નાગરિકો માટે એક સારો રોકાણનો વિકલ્પ

વળતરના મામલે મ્યુચ્યુઅલ ફંડ સારામાં સારા રોકાણ વિકલ્પોને પાછળ છોડી દે

Mutual Funds: અહીં તમારા રૂપિયા એક વ્યાવસાયિક પેઢી કે નિષ્ણાતો દ્વારા મેનેજ કરવામાં આવે છે.તમને એ વાતની ચિંતા કરવાની હોતી નથી કે રૂપિયા ક્યાં રોકાણ કરવા અને ક્યાં ન કરવા. તમારા ફંડ મેનેજર તમારા માટે આ કામ કરે છે.

    નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડને સામાન્ય રીતે રોકાણના એક સારા વિકલ્પ તરીકે જોવામાં આવે છે. અહીં તમારા રૂપિયા એક વ્યાવસાયિક પેઢી કે નિષ્ણાતો દ્વારા મેનેજ કરવામાં આવે છે.તમને એ વાતની ચિંતા કરવાની હોતી નથી કે રૂપિયા ક્યાં રોકાણ કરવા અને ક્યાં ન કરવા. તમારા ફંડ મેનેજર તમારા માટે આ કામ કરે છે.

    મ્યુચ્યુઅલ ફંડમાં એસપીઆઈ પણ શરૂ કરી શકાય છે


    બીજી વાત એ છે કે, તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી સારુ વળતર મળે છે. તે થોડું જોખમકારક જરૂર હોય છે, પરંતુ વળતરના મામલે તે સારામાં સારા રોકાણ વિકલ્પોને પાછળ છોડી દે છે. તમે આમાં એકસાથે પણ રૂપિયા લગાવી શકો છો અને એસપીઆઈ પણ શરૂ કરૂ શકો છો. એટલે મ્યુચ્યુઅલ ફંડ લવચીક રોકાણ વિકલ્પ છે. આ જ કારણ છે કે, જે મ્યુચ્યુઅલને વરિષ્ઠ નાગરિકો માટે એક સારો રોકાણ વિકલ્પ બનાવે છે.

    આ પણ વાંચોઃ બરોડા રોયલ્ટીની આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, માત્ર 4 મહિનામાં જ 1 લાખને 45 લાખ બનાવી દીધા

    શું છે નિષ્ણાતોની સલાહ


    લાઈવ મિન્ટમાં છપાયેલા એક લેખમા ફિનટૂની સીએફપી નિધિ મનચંદા કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં વરિષ્ઠ નાગરિકો તેમની મરજી પ્રમાણે જ્યારે ઈચ્છે ત્યારે રૂપિયા નીકાળી શકે છે. આમાં એનપીએમ કે અન્ય કોઈ પેન્શન યોજનાની જેમ લોક-ઈન પીરિયડ હોતો નથી. આ ઉપરાંત તેઓ આ પણ કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં તમારે તમારી મરજીથી જુદા-જુદા એસેટ ક્લાસમાં રોકાણ કરવાનો વિકલ્પ મળે છે. તેમણે રૂપિયા રોકાણ કરવાની સલાહ આપતા કહ્યુ કે, વરિષ્ઠ નાગરિકોને નિવૃતિ પછી પહેલા 5 વર્ષો માટે જે રૂપિયાની જરૂરત છે, તેને ડેટ મ્યુચ્યુઅલ ફંટમાં નાખવા જોઈએ. ત્યારબાદના 5 વર્ષમાં ખર્ચ માટે જરૂરી રકમ બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડમાં અને 10 વર્ષ પછીની જરૂરિયાતની રકમને ઈક્વિટી લાર્જ કેપ ફન્ડ્સમાં નાખવી જોઈએ.

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યુ


    AMFIના આંકડા અનુસાર, ઓગસ્ટમાં એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 12,693 કરોડ રૂપિયા રોકાણ આવ્યુ હતું. આ વર્ષે મે મહિનાથી અત્યાર સુધી દર મહિને એસઆઈપીનું રોકાણ 12,000 કરોડ રૂપિયાથી ઉપર જ રહ્યુ છે. જુલાઈમાં તે 12,139 કરોડ રૂપિયા હતું. ત્યારે, જો મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણની વાત કરીએ તો, ઓગસ્ટમાં તે 65,077 કરોડ રૂપિયા રહ્યુ. તે જુલાઈથી 2.75 ટકા વધારે હતું. સૌથી વધારે રોકાણ 49,164 કરોડ રૂપિયા ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળ્યુ. જ્યારે જુલાઈમાં તેમાં માત્ર 4,930 કરોડ રૂપિયા આવ્યા હતા. ઓગસ્ટમાં બધા જ મ્યુચ્યુઅલ ફંડ પાસે 39,33,877 કરોડ રૂપિયાનું એયૂએમ હતું.

    આ પણ વાંચોઃ ઊભરતી અર્થવ્યવસ્થામાં ભારતનું શાનદાર પ્રદર્શન, ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં 40મું સ્થાન મેળવ્યું

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment tips, Mutual fund

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन