Home /News /business /

IPO શું છે? IPO કઇ રીતે ખરીદી શકાય? જાણો આ અંગેના પ્રશ્નોનોની સમગ્ર વિગત

IPO શું છે? IPO કઇ રીતે ખરીદી શકાય? જાણો આ અંગેના પ્રશ્નોનોની સમગ્ર વિગત

પ્રતીકાત્મક તસવીર

IPO એક ખૂબ જ પ્રખ્યાત શબ્દ છે, પરંતુ મોટાભાગના લોકોને IPO શું છે અને IPO કેવી રીતે ખરીદવો તેની ખબર નથી. આ લેખમાં અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમને IPO Basicની માહિતી જાણવામાં રસ છે, તો તમે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

ભારતીય શેરબજારની ચાલ આજકાલ મંદ છે. ઘરેલું અને વૈશ્વિક કારણોસર બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટીમાં પણ મંદી જોવા મળી રહી છે, પરંતુ ફરી એકવખત હવે IPOમાં તેજીનો કરંટ ચાલુ થવા જઈ રહ્યો છે અને ઘણી કંપનીઓ પોતાના આઈપીઓ ઈશ્યુ કરવા જઈ રહી છે. તેવામાં આદિત્ય બિરલા એએમસીનો આઈપીઓ 29 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. જેનું સબ્સ્ક્રિપ્શન 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર એમ કુલ 3 દિવસ માટે ચાલશે. જેનો લાભ તમે પણ ઉઠાવી શકો છો. Aditya Birla Sun Life AMCના આ IPOની પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેરની છે. જેમાં કંપનીએ લગભગ રૂ. 2,768 કરોડથી વધુનો આઈપીઓ ઈશ્યુ કર્યો છે. BSEના આંકડાઓ પરથી જાણવા મળે છે કે પ્રથમ દિવસે બોલી લગાવ્યાના માત્ર એક કલાકની અંદર આઈપીઓને 0.17 ગણા અને રિટેઈલ ભાગને 0.35 ગણો બુક કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આદિત્ય બિરલા સન લાઈફ AMC આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાની સન લાઈફ ફાઈનાન્સિયલ ઈન્ક વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

માર્કેટ ઓબ્જર્વર્સ અનુસાર, આદિત્ય બિરલા સન લાઈફ AMCના શેર ગ્રે માર્કેટમાં 27 રૂપિયાના પ્રિમિયમ પર ઉપલબ્ધ છે. આઈપીઓ ગ્રે માર્કેટ એક બિનસત્તાવાર બજાર છે જ્યાં આઈપીઓ એપ્લિકેશન અથવા શેર ખરીદવામાં આવે છે અને તે સ્ટોક એક્સચેંજ પરના વેપાર માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ થાય તે પહેલાં વેચાય છે. ગ્રે માર્કેટ પ્રીમિયમએ રૂપિયામાં એક પ્રીમિયમ રકમ છે કે જેનો ઉપયોગ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય તે પહેલાં ગ્રે માર્કેટમાં આઈપીઓ શેરોનો વેપાર કરવાનો છે. શેરની માંગ અને પુરવઠાના આધારે ગ્રે માર્કેટ પ્રીમિયમ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે.

શું છે IPO?

શેરબજાર અથવા કોઈપણ કંપની સાથે જોડાયેલા સમાચારો વાંચતી વખતે ઘણી વખત તમને IPO શબ્દ સાંભળવા મળતો જ હશે. આવી સ્થિતિમાં ઘણી વખત તમારા મનમાં પ્રશ્ન પણ ઉભો થતો હોય છે કે આખરે આ IPO શું હોય છે. જણાવી દઈએ કે IPO નું પૂરું નામ છે – ઈનિશિયલ પબ્લિક ઓફર. એટલે કે, જ્યારે પણ કોઈ પ્રાઈવેટ કંપની પબ્લિક કંપનીમાં પરિવર્તિત થવાનો નિર્ણય કરે તો પોતાના શેરના કંપની આઈરીઓના સ્વરૂપે બહાર પાડે છે અથવા કોઈ નવી કંપની સામાન્ય લોકોને પ્રથમ વખત રોકાણ દ્વારા કંપનીના શેર ખરીદવાની તક આપે છે, ત્યારે આ પ્રક્રિયા માત્ર IPO દ્વારા પૂર્ણ કરી શકાય છે. આ પછી કંપની શેરબજારમાં લિસ્ટેડ થઇ જાય છે.

સામાન્ય રીતે IPOની કિંમત પ્રારંભિક તબક્કામાં ઓછી હોય છે. પછી શેરબજારમાં લિસ્ટિંગ કર્યા બાદ તેના શેરની કિંમત બજાર પ્રમાણે વધતી કે ઘટતી રહે છે. કોઈપણ કંપની તેના વિસ્તરણ માટે રોકાણકારોને IPOમાં રોકાણ કરવા આમંત્રણ આપે છે. મોટાભાગની કંપનીઓ જાહેર બજારમાં પોતાનો બિઝનેસ વધારવા આઈપીઓ દ્વારા પ્રથમ વખત જનતાને સામાન્ય શેર જારી કરી અહીંથી મૂડી એકત્ર કરે અને તે મૂડીને પોતાના બિઝનેસના વ્યાપ માટે વાપરે છે. જેથી કંપની અને રોકાણકારો બન્નેને તેનો લાભ મળે છે. સરળ ભાષામાં સમજીએ તો IPO એવી પ્રક્રિયા છે, જેના દ્વારા કંપની શેરબજારમાં લિસ્ટેડ થઇ જાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ થયા પછી કંપની પાસે ઓછામાં ઓછી રૂ. 10 કરોડની મૂડી હોવી જરૂરી છે. આ સિવાય જો ઈશ્યુ કર્યા બાદ કંપનીની મુડી રૂ. 25 કરોડથી ઓછી ન હોવી જોઈએ.

કંપની શા માટે લોન્ચ કરે છે IPO?

કંપની આઈપીઓ લોન્ચ કરે પછી રોકાણકાર કંપનીનો આઈપીઓ ખરીદે જેથી કંપની પાસે સારું ફંડ જમા થઈ જાય છે. સાથે જ કંપનીને આ ફંડ કે પૈસા પર કોઈ વ્યાજ આપવું પડતું નથી અને એ ફંડ કંપનીના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. આ પ્રકિયામાં રોકાણકારોને પણ લાભ મળે છે. રોકાણકારને હિસ્સાની અમુક ટકાવારી મળે છે, જ્યારે રોકાણકારનું મૂલ્ય વધે ત્યારે રોકામના શેર કે આઈપીઓ વેચીને રોકાણકારો પણ નફો મેળવી શકે છે, આ રીતે રોકાણકાર અને કંપની બંન્નેને લાભ થાય છે.

દેવામાં ડૂબેલી કંપનીઓ પણ તેમના દેવા ઘટાડવા માટે પણ આઈપીઓ બહાર પાડે છે, જેથી કંપની તેનું દેવું ચૂકવી શકે અને રોકાણકારોનો હિસ્સો મેળવીને નફો મેળવી શકે.

નવી આઇટમના લોન્ચિંગ પર આઇપીઓ જાહેર કરવામાં આવે છે, કોઇપણ કંપનીને નવા પ્રોજેક્ટ માટે વધુ પૈસાની જરૂર હોય તે સમયે કંપની પાસે બે રસ્તા હોય છે, પ્રથમ બેંક પાસેથી લોન અને બીજો આઇપીઓ જાહેર કરવાનો હોય છે, મોટાભાગની કંપનીઓ આઇપીઓ લોન્ચ કરે અને રોકાણકારો તેમાં રોકાણ કરે છે, તે પૈસાથી કંપની નવા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

IPOમાં ઈન્વેસ્ટમેન્ટ

આઈપીઓમાં ઈન્વેસ્ટ કેવી રીતે કરવું. શુ કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે, તો તેનો જવાબ છે હા.. જો તમારી ઉંમર 18 વર્ષ છે તો તમે આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો. એના માટે તમારી પાસે માત્ર બે વસ્તુઓ હોવી જોઈએ. એક પાન કાર્ડ અને બીજુ ડિમેટ એકાઉન્ટ. આજના સમયમાં ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ સરળતાથી ખોલાવી શકાય છે. જે એપથી તમે ડિમેટ એકાઉન્ડ બનાવ્યુ હોય ત્યાંથી પણ આઈપીઓ માટે અપ્લાય થઈ શકે છે. ઉપરાંત તમે કંપનીની વેબસાઈટ પરથી પણ અપ્લાય કરી શકો છો. મિનિમમ 15 હજારના આઈપીઓ અપ્લાય કરવા ફરજીયાત છે. અપ્લાય કરતા જ તમારા એકાઉન્ટમાંથી 15 હજાર રુપિયા ફ્રીઝ થઈ જાય છે.

જો તમને આઈપીઓ મળે તો એટલા પૈસા કટ થઈ જશે અને શેર મળી જશે, નહીં તો પૈસા પાછા મળી જશે. જાણવા જેવી વાત એ છે કે કોને આઈપીઓ આપવો તેના માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી હોતી. ક્યારેક લોટરી દ્વારા તો ક્યારેક તમામ રોકાણકારોને થોડા થોડા શેર વહેંચવામાં આવે છે.

આદિત્ય બિરલા એએમસીનો પ્રસ્તાવ

આઇપીઓ હેઠળ 3 કરોડ 88 લાખ 80 હજાર ઈક્વિટી શેરોની બોલી લગાવવાની છે. માહિતી અનુસાર, આદિત્ય બિરલા કેપિટલ તેમાં 28 લાખ 50 હજાર 880 શેર વેચશે. જ્યારે સન લાઇફ ઇન્ડિયા આદિત્ય બિરલામાં તેના હિસ્સાના 3 કરોડ 60 લાખ 29 હજાર 120 શેર વેચશે.

IPO ખરીદવાની પ્રક્રિયા

- IPO ખરાદવા માટે પૈસાની સાથોસાથ એક ડી-મેટ અકાઉન્ટ હોવું ફરજીયાત છે. ડીમેટ અકાઉન્ટ વિના IPO ખરીદી શકાતા નથી.

- ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યા બાદ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉંટ (ASBA) સુવિધાથઈ વાકેફ હોવું જરૂરી છે. દરેક IPO એપ્લિકન્ટ માટે ફરજીયાત છે.

- કંપનીના પ્રોસ્પેક્ટસમાં દર્શાવેલ લોટ સાઇઝ મુજબ રોકાણકારે IPOની અરજી કરતી વખતે જ બોલી લગાવવી જરૂરી છે.

- એક કિંમત મર્યાદા નક્કી કરવામાં આવે છે અને રોકાણકારે આ જ મર્યાદામાં બોલી લગાવવાની રહે છે, જો કે રોકાણકાર આ બોલીમાં સુધારો કરી શકે છે.

- જો કોઈ રોકાણકાર સંપૂર્ણ ફાળવણી મેળવવા માટે હકદાર હોય, તો તેને IPO પ્રક્રિયા પૂર્ણ થયાના 6 કાર્યકારી દિવસોમાં કન્ફર્મરેટરી એલોટમેન્ટ નોટ (CAN) અથવા કન્ફર્મરેટરી એલોટમેન્ટ નોટ તેના ડીમેટ એકાઉન્ટમાં આપવામાં આવશે.

આ બાદ રોકાણકારે શેરબજારમાં શેરલિસ્ટિંગની રાહ જોવી પડશે. સામાન્ય રીતે શેરને અંતિમ રૂપ આપ્યાના સાત દિવસમાં કરવામાં લિસ્ટિંગ કરવામાં આવે છે

વિડા ક્લિનિકલ રિસર્ચે 831 કરોડ રૂપિયાના IPO માટે SEBI ને ડ્રાફ્ટ લેટર રજૂ કર્યો

આ પણ વાંચો - Multibagger stock: આશિષ કચોલિયાના પોર્ટફોલિયોનો આ શેર 280% ભાગ્યો, શું તમારી પાસે છે?

ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વીડા ક્લિનિકલ રિસર્ચે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આઇપીઓ દ્વારા રૂ. 831 કરોડથી વધુ એકત્ર કરવા માટે પેપર્સ ફાઇલ કર્યા છે.

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, પ્રારંભિક શેર-વેચાણમાં રૂ. 331.60 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર અને પ્રમોટર અને હાલના શેરધારકો માટે રૂ. 500 કરોડનો ઓફર ફોર સેલ (OFS)ની ઓફર હશે. હેતુઓ માટે IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપની તેના દેવાની ચૂકવણી, મૂડી ખર્ચના ધિરાણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો ઉપરાંત સામાન્ય કોર્પોરેટ કરશે. જણાવી દઈએ કે વીડા ભારતની અગ્રણી સ્વતંત્ર સેવા ક્લિનિકલ સંશોધન સંસ્થા (CRO) છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Investment, IPO, Share market

આગામી સમાચાર