નોકરીયાત માટે જરૂરી સમાચાર! જાણો - ફોર્મ 16 સાથે જોડાયેલા તમારા અધિકાર!

News18 Gujarati
Updated: June 22, 2019, 5:50 PM IST
નોકરીયાત માટે જરૂરી સમાચાર! જાણો - ફોર્મ 16 સાથે જોડાયેલા તમારા અધિકાર!
પ્રતિકાત્મક તસવીર

આ ફોર્મ 16 નોકરી દાતા સંસ્થા જાહેર કરે છે. આ ફોર્મ રિટર્ન દાખલ કરવામાં મદદ કરે છે. સાથે તેનો ઉપયોગ ઈનકમની સાબિતી તરીકે પણ થાય છે

  • Share this:
નોકરી કરતા લોકો માટે ફોર્મ-16 ખુબ જરૂરી હોય છે. પરંતુ, તેના વિશે ખુબ ઓછા લોકોને જાણકારી છે. ફોર્મ 16 સાથે જોડાયેલા તમારા અધિકારો વિશે ટેક્સ એક્સપર્ટ ગૌરી ચડ્ડાનું કહેવું છે કે, ટેક્સ કાયદામાં જાત-જાતના ફોર્મની વાત હોય છે. તેનો ઉપયોગ અલગ-અલગ જરૂરિયાત માટે થાય છે. તેમાંથી એક છે ફોર્મ 16. કર્મચારીઓ માટે આ ખુબ જરૂરી હોય છે.

આ ફોર્મ 16 નોકરી દાતા સંસ્થા જાહેર કરે છે. આ ફોર્મ રિટર્ન દાખલ કરવામાં મદદ કરે છે. સાથે તેનો ઉપયોગ ઈનકમની સાબિતી તરીકે પણ થાય છે. આમ તો, હંમેશા ફોર્મ 16 જૂન સુધી મળી જાય છે. TDS રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારવામાં આવી છે. હાલમાં 10 જુલાઈ સુધી ફોર્મ 16 મળશે. આ ફોર્મ સાથે જોડાયેલી અને કેટલીક જરૂરી વસ્તુ વિશે અમે તમને જણાવીશું.

ફોર્મ 16 સાથે જોડાયેલા તમારા અધિકાર - ટેક્સ એક્સપર્ટ ગૌરી ચડ્ડાનું કહેવું છે કે, ટેક્સપેયર્સ ફોર્મ 16માં લકેલી તમામ જાણકારીને જુઓ. જો તમારી કંપની ફોર્મ 16 નથી આપતી તો કંપનીએ સામે દંડની જોગવાઈ છે. સેક્શન 272 હેટલ 100 રૂપિયા રોજની પેનલ્ટીનો નિયમ છે. અસેસિંગ ઓફિસરને કંપની વિશે ફરિયાદ કરી શકો છો.

- ફોર્મ 16માં કોઈ પણ ભૂલ હોય હોવા પર કંપનીને જાણ કરો. ફોર્મ 16માં ભૂલ સુધાર્યા બાદ રિટર્ન ફાઈલ કરો. ફોર્મ 16માં પાર્ટ A અને B TRACESથી ડાઉનલોડ થશે.

- તમને જણાવી દઈએ કે, ફોર્મ 16 અને રિટર્નમાં કોઈ અંતર ન હોવું જોઈએ. ફોર્મ 16 મળવા પર પાન નંબર, સેલરી અને ટેક્સ છૂટને જોઈ લો. સાથે કંપનીનો પાન, TAN, હસ્તાક્ષર અને સ્ટેમ્પની પણ તપાસ કરી લો.

- નવા રોકાણની જાણકારી કંપનીને જરૂર કરો. કંપનીને જાણકારી નહીં હોવા પર રિટર્નમાં મિસમેચ થશે. નોકરી બદલવા પર જુની અને નવી કંપની તરફથી બે ફોર્મ 16 મળશે. બે ફોર્મ 16ના કારણથી ટેક્સ બચત બે વખત નથી કરી શકતા.ફોર્મ 16 સાથે જોડાયેલી જરૂરી બાબતો

1 - શું હોય છે ફોર્મ 16 - આ એક સર્ટિફિકેટ છે. જે કંપનીઓ પોતાના કર્મચારી માટે જાહેર કરે છે. આમાં કર્મચારીની સેલરીમાંથી કાપવામાં આવેલા TDSને સર્ટીફાઈ કરે છે. આનાથી એ પણ ખબર પડે છે કે, સંસ્થાએ ટીડીએસ કાપીને સરકારને જમા કરી દીધો છે.

2 - ફોર્મ 16 ફોર્મના બે ભાગ હોય છે. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ માં સંસ્થાનો TAN, તેનો અને કર્મચારીનો પાન નંબર, એડ્રેસ, એસેસમેન્ટ યર્સ, રોજગારની અવધી અને સરકારને જમા કરવામાં આવેસા ટીડીએસની સંક્ષિપ્તમાં જાણકારી હોય છે.

3 - ફોર્મ 16ના પાર્ટ બીમાં સેલરીનો બ્રેક-અપ, ક્લેમ કરવામાં આલેવા ડિડક્શન, કુલ ટેક્સ યોગ્ય ઈનકમ અને સેલરીમાંથી કાપવામાં આવેલા ટેક્સ વિશે માહિતી હોય છે.

4 - કંપનીએ ફોર્મ 16 જાહેર કરવું પડે છે. આ સિવાય વર્ષના વચમાં જો નોકરી બદલાય છે તો પણ કંપનીએ ફોર્મ 16 જાહેર કરવું પડે છે.

5 - ફોર્મ 16 આયકર રિટર્ન (આઈટીઆર) દાખલ કરવામાં મદદ કરે છે. આનો ઉપયોગ ઈનકમના પૂરાવા તરીકે હોય છે. લોનના આંકલન અને તેને મંજૂર કરવામાં તેની પ્રતિ (કોપી) સાથે લગાવવામાં આવે છે.
First published: June 22, 2019, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading