શું છે એયરલાઈન્સમાં પીરસવામાં આવતુ હિન્દૂ મીલ? જે શુદ્ધ શાકાહારી નથી હોતું

પ્રતિકાત્મક તસવીર

ફ્લાઈટ્સમાં હિંદૂ મીલ સાથે સાથે ખાસ જૈન મીલ પણ પીરસવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં અલગ અલગ પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે જે જાણીને તમે અચંબામાં મુકાઈ જશો.

  • Share this:
નવી દિલ્હી : વિશ્વમાં અનેક એવી એરલાઈન્સ છે, જે વિમાન યાત્રા દરમિયાન હિંદૂ મીલ સર્વ કરે છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે હિંદૂ મીલનો સંબંધ શુદ્ધ શાકાહારી ભોજન સાથે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. લાંબી યાત્રાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પિરસવામાં આવતા ભોજન વિશેની અહીં જાણકારી આપવામાં આવી છે.

ભારતથી વિદેશ જતી અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં હિંદૂ ભોજનની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે છે. ફ્લાઈટના 72 કલાક પહેલા તમારે ફૂડ પ્રાથમિકતાની જાણકારી એરલાઈન્સને આપવાની રહે છે. ફ્લાઈટ્સમાં હિંદૂ મીલ સાથે સાથે ખાસ જૈન મીલ પણ પીરસવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં અલગ અલગ પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે જે જાણીને તમે અચંબામાં મુકાઈ જશો.

અમીરાત સહિત એરલિંગ્સ, કેએલએમ, યૂનાઈટેડ એયરલાઈન્સ, યૂએસ એયરવેઝ જેવી અનેક એરલાઈન્સ સહિત અનેક એરલાઈન્સમાં હિંદૂ મીલ પીરસવામાં આવે છે.

હિંદૂ મીલમાં શું હોય છે

સામાન્ય રીતે લાંબી યાત્રાની ઈન્ટરનેશનલ એયરલાઈન્સમાં હિંદૂ મીલનો અર્થ થાય છે કે હિંદુ સમુદાયમાં એવા લોકોનું ભોજન, જે લોકો એકદમ શાકાહારી ના હોય અને બીફનું સેવન પણ ના કરતા હોય તથા જે મટન, માછલી અને ઈંડાનું સેવન કરતા હોય.

હિંદૂ મીલ (HNML)

એકથી વધુ પ્રકારના શાકાહારી વ્યંજન, એક અથવા બે પ્રકારના નોન વેજ જેમાં, લૈંબ, ચીકન, માછલી, ઈંડાની વાનગી, ડેરી પ્રોડક્ટ્સ શામેલ હોય છે અને તેમાં બીફ નથી હોતું.

શાકાહારી ભારતીયો માટે અન્ય મીલની વ્યવસ્થા

એયરલાઈન્સમાં તેને એશિયન વેજિટેરિયન મીલ એટલે કે એવીએમએલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ એવા યાત્રીઓ માટે હોય છે જે ભારતીય શાકાહારી હોય છે. તેમાં સુગંધ અને મસાલાયુક્ત વ્યંજન હોય છે, જે વિશુદ્ધ શાકાહારી હોય છે ને ભારતીય ઉપમહાદ્વીપના ટેસ્ટના આધાર પર બનાવવામાં આવે છે. જેમાં સૂકા ફળ, તોફૂ અને અનાજ હોય છે.

એયરલાઈન્સમાં વેગન મીલનો અર્થ શું હોય છે

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં અનેક પ્રકારના વેજિટેરિયન મીલ પીરસવામાં આવે છે, પરંતુ તે અલગ અલગ પ્રકારના હોય છે.

વેજિટેરિયન મીલ (વીજીએમએલ)

આ મીલને વેગન પણ કહેવામાં આવે છે. જેમાં ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ હોતા નથી. આ મીલમાં અનેક પ્રકારની શાકાહારી વાનગી, તમામ પ્રકારના શાકભાજી અને તાજા ફળ હોય છે. તેમાં કોઈપણ પ્રકારનું નોનવેજ અને એનિમલ પ્રોડક્ટ્સ અથવા બાઈ પ્રોડક્ટ્સ હોતા નથી.

વેજિટેરિયન લેપ્ટો-ઓવો મીલ (વીએલએમએલ)

આ વેજિટેરિયન મીલમાં ઈંડા હોઈ શકે છે તથા ડેરી પ્રોડક્ટ્સ, તાજા ફળ અને દાળ હોય છે, પરંતુ માછલી અને મટન હોતા નથી.

વેજિટેરિયન ઓરિએન્ટલ મીલ (વીઓએમએલ)

આ મીલમાં વેજિટેરિયન ડીશ ચાઈનીઝ અથવા ઓરિએન્ટલ સ્ટાઈલમાં બનાવવામાં આવે છે.

જૈન મીલમાં શું હોય છે

અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ જૈન વેજિટેરિયન મીલની સુવિધા આપે છે. જૈન સમુદાયની દ્રષ્ટીએ આ ભોજન સંપૂર્ણપણે શાકાહારી હોય છે જેને કેટલાક ભારતીય મસાલાથી બનાવવામાં આવે છે. આ મીલમાં તાજા ફળ જમીન ઉપર ઊગતા શાકભાજી શામેલ હોય છે. એનિમલ પ્રોડક્ટ્સ અને બાઈ પ્રોડક્ટ્સ, સીફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા, બ્રોકોલી, ડુંગળી, મશરૂમ, આદુ, લસણ, બટાકા, ગાજર, બીટ, મૂળા અને હળદર શામેલ હોતા નથી.

કૌસર મીલ વિશેની જાણકારી

આ ભોજન સંપૂર્ણપણે યહૂદી રિતરિવાજ પ્રમાણે બનાવવામાં આવે છે.

એયરલાઈનમાં પહેલી વાર ભોજન ક્યારે પીરસવામાં આવ્યું?

વર્ષ 2019માં હેંડલે પેજ ટ્રાન્સપોર્ટ નામની એયરલાઈન કંપનીએ લંડન-પેરિસ રૂટ પર ભોજન પીરસવાનું શરૂ કર્યું. જેમાં સેન્ડવીચ અને ફળ આપવામાં આવતા હતા.

એયરલાઈનમાં કેટલા પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે

એયરલાઈન્સમાં અનેક પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે જેમાં, કોન્ટીનેન્ટલ, તુર્કી, ફ્રેન્ચ, ઈટાલિયન, ચાઈનીઝ, કોરિયન, જાપાનીઝ અને ભારતીય ભોજન પીરસવામાં આવે છે. સાથે સાથે મેડિકલ ડાયટ્સ પણ પીરસવામાં આવે છે. જે લો ફાઈબર, હાઈ ફાઈબર, લો ફેટ, ડાયાબિટીક, પીનટ ફ્રી, નોન લેક્ટોઝ, ઓછા મીઠાવાળુ, ઓછી કેલરીવાળુ, લો પ્રોટીન અને ગ્લૂટેન ફ્રી ભોજનની પણ વ્યવસ્થા હોય છે. અમીરાત એયરલાઈન્સમાં અત્યાર સુધી 26 પ્રકારના મેનૂ હતા પરંતુ, હવે તેની સંખ્યા ઘટાડવામાં આવી છે.

હલાલ ફૂડ

અનેક ઈસ્લામિક એયરલાઈન્સ ઈસ્લામી કસ્ટમ્સ અનુસાર હલાલ સર્ટિફાઈડ મીલ્સની સુવિધા આપે છે. જેમાં પોર્ક અને આલ્કોહોલ હોતું નથી.
First published: