શું હોય છે Gratuity? કઇ રીતે કેલ્ક્યુલેટ થાય છે તેના પૈસા, જાણો વિસ્તારથી

શું હોય છે Gratuity? કઇ રીતે કેલ્ક્યુલેટ થાય છે તેના પૈસા, જાણો વિસ્તારથી
પ્રતિકાત્મક તસવીર

નોકરી કરતા પહેલા ઘણા લોકોએ ગ્રેજ્યુટીનું નામ તો સાંભળ્યું હોય છે, પરંતુ તેના વિશે સારી રીતે જાણતા નથી. પરંતુ કોઇ પણ એમ્પ્લોઇ માટે આ એક મહત્વપૂર્ણ ફંડ હોય છે

  • Share this:
નવી દિલ્હી : નોકરી કરતા પહેલા ઘણા લોકોએ ગ્રેજ્યુટીનું નામ તો સાંભળ્યું હોય છે, પરંતુ તેના વિશે સારી રીતે જાણતા નથી. પરંતુ કોઇ પણ એમ્પ્લોઇ માટે આ એક મહત્વપૂર્ણ ફંડ હોય છે. હકીકતમાં કંપની દ્વારા કર્મચારીને વર્ષો સુધી કામ કરવા બદલ આપવામાં આવતો ઉપહાર ગ્રેજ્યુટી કહેવાય છે. ગ્રેજ્યુટીનો એક નાનો ભાગ કર્મચારીઓની સેલેરીમાંથી કપાય છે, પરંતુ મોટો હિસ્સો કંપની તરફથી આપવામાં આવે છે.

આ રીતે સમજોજ્યારે કર્મચારી લાંબા સમય સુધી કામ કર્યા બાદ કંપની છોડે છે, ત્યારે તેને પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ સિવાય ગ્રેજ્યુટી પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રેજ્યુટી રિટાયરમેન્ટ બાદ મળે છે, પરંતુ જો તમે નોકરી બદલી રહ્યા છો કે વચ્ચે જ છોડી રહ્યા છો, તો અમુક શરતો પૂર્ણ કર્યા બાદ પણ તમે પહેલા પણ ગ્રેજ્યુટી લઇ શકો છો.

4 વર્ષ, 10 મહિના, 11 દિવસ

જો કર્મચારી નોકરીની અમુક શરતો પૂરી કરે છે, તો ગ્રેજ્યુટીની ચૂકવણી એક નક્કી ફોર્મ્યુલાના આધારે ખાતરીપૂર્વક આપવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ, 1972 અનુસાર ગ્રેજ્યુટી કોઇ પણ એવા કર્મચારીને આપવામાં આવે છે, જે નોકરીમાં સતત 4 વર્ષ, 10 મહીના અને 11 દિવસ સુધી કામ કરી ચૂક્યો છે.

કારણ કે પાંચ વર્ષની નોકરી બાદ જ કોઇ પણ કર્મચારી કાયદાકિય રીતે ગ્રેજ્યુટીનો હકદાર બને છે. હાલની વ્યવસ્થા અનુસાર જો કોઇ શખ્સ એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરે છે, તો જે ગ્રેજ્યુટીનો હકદાર હોય છે.

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, 1972

પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ, 1972 અંતર્ગત તેનો લાભ તે સંસ્થાના દરેક કર્મચારીને મળે છે, જ્યાં 10થી વધુ એમ્પ્લોઇ કામ કરે છે. જો કોઇ કર્મચારી નોકરી બદલે છે, રિટાયર થાય છે કે કોઇ કારણે નોકરી છોડી દે છે, પરંતુ તે ગ્રેજ્યુટીના નિયમો પૂરા કરે છે તો તેને ગ્રેજ્યુટીનો લાભ અવશ્ય મળે છે.

ગ્રેજ્યુટીની ગણતરી

તમે ગ્રેજ્યુટીની ગણતરી કરવા માંગો છો તો પાછળનું વેતન અને નોકરીની અવધિ વિશે ખબર હોવી જોઇએ

ગ્રેજ્યુટીની ગણતરી કરવાનો ફોર્મ્યૂલા – (15X પાછળની સેલેરી X કામ કર્યાની અવધિ) /26

અહીં પાછળની સેલેરીનો અર્થ બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થુ અને વેચાણ પર મળતુ કમિશન છે.

માની લો કે, તમારી પાછળની સેલેરી 60,000 રૂપિયા પ્રતિ માસ છે અને તમે કોઇ કંપનીમાં સતત 12 વર્ષ કામ કર્યું છે. તો તમારી ગ્રેજ્યુટી આ રીતે ગણી શકાય.

ગ્રેજ્યુટી = (15 X 60,000 X 12 ) / 26 = 4,15,385

એટલે કે 12 વર્ષની નોકરી બાદ તમારી ગ્રેજ્યુટી 4,15,385 રૂપિયા હશે.

ગ્રેજ્યુટી પર કઇ રીતે લાગે છે ટેક્સ?

આવકવેરા કાયદાના સેક્શન 10(10) અંતર્ગત કંપની કે કોઇ સંસ્થા દ્વારા કર્મચારીઓને ગ્રેજ્યુટી તરીકે મળતી 20 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી છે. પહેલા 10 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી હતી.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ