Home /News /business /

Explained: ગ્રુપ ટર્મ વીમા પોલિસીમાં ફ્રી કવર લિમિટ એટલે શું? તે કઈ રીતે કરે છે કામ?

Explained: ગ્રુપ ટર્મ વીમા પોલિસીમાં ફ્રી કવર લિમિટ એટલે શું? તે કઈ રીતે કરે છે કામ?

ગ્રુપ ટર્મ વીમા પોલિસી (પ્રતીકાત્મક તસવીર)

Free cover limit: ગ્રુપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લેટફોર્મના મૂળમાં ઓછામાં ઓછા ખર્ચે લોકોના મોટા ગ્રુપને આવરી લેવાનો વિચાર છે. તે સરળ અંડરરાઇટિંગની માંગ કરે છે અને અહીં FCL ચિત્રમાં આવે છે.

મુંબઈ: કંપનીઓ દ્વારા આપવામાં આવતા જીવન અને આરોગ્ય વીમા (Health insurance) કવર કર્મચારીઓ માટે મુખ્ય ઇનસેન્ટિવ છે. ગ્રુપ પ્લેટફોર્મ (Group platform) મારફતે આપવામાં આવતા જીવન વીમા કવરના ઘણા અલગ ફાયદા છે. તે સામાન્ય રીતે સસ્તા હોય છે. ફ્રી કવર લિમિટ (FCL) એ ગ્રુપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીમાં મુખ્ય પાસાઓ પૈકીનું એક છે. તેના વિશે જાણવા જેવી અહીં કેટલીક વસ્તુઓ દર્શાવવામાં આવી છે.

ગ્રુપ ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ શું છે?

એક વર્ષ માટે ગ્રુપ પ્લેટફોર્મ પર પોલિસી પૂરી પાડવામાં આવે છે. તે દર વર્ષે એડમિનિસ્ટ્રેશન દ્વારા રિન્યૂ કરી શકાય છે. એમ્પ્લોયર-કર્મચારી ગ્રુપના કિસ્સામાં પોલિસી એમ્પ્લોયરના નામે જારી કરવામાં આવે છે અને એમ્પ્લોયર પોલિસીના વહીવટની દેખરેખ રાખે છે અને ગ્રુપ પોલિસી અને ક્લેમ મેનેજમેન્ટમાંથી કર્મચારીઓને ઉમેરવા અને કાઢી નાખવા માટે વીમા કંપની સાથે ડીલ કરે છે.

એમ્પ્લોયર તમામ કર્મચારીઓ માટે પ્રીમિયમ ચૂકવે છે અને તેમને ફ્લેટ અથવા ગ્રેડેડ કવર આપે છે. ઉદાહરણ તરીકે, તમામ કર્મચારીઓને પાંચ લાખ રૂપિયાની ફ્લેટ રકમ મળી શકે છે અથવા તેમને તેમના ગ્રેડ અથવા ડેઝિગ્નેશન બેન્ડના આધારે રૂ. 5 લાખ, 7 લાખ, 10 લાખ વગેરેની રકમ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં વીમાની રકમ કર્મચારીઓના પગાર સાથે જોડાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, આ કવર કંપની (CTC) માટે કર્મચારીના વાર્ષિક ખર્ચ કરતા ત્રણ ગણું હોઈ શકે છે.

ફ્રી કવર લિમિટ શું છે?

ગ્રુપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લેટફોર્મના મૂળમાં ઓછામાં ઓછા ખર્ચે લોકોના મોટા ગ્રુપને આવરી લેવાનો વિચાર છે. તે સરળ અંડરરાઇટિંગની માંગ કરે છે અને અહીં FCL ચિત્રમાં આવે છે. તબીબી પરીક્ષણોનો આગ્રહ કર્યા વિના અથવા સારા સ્વાસ્થ્યના પુરાવા માંગ્યા વિના કંપનીના કર્મચારીઓને ફ્રી કવર લિમિટ ઓફર કરવામાં આવે છે. ગ્રુપના સભ્યોને લગતા વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી તેની ગણતરી કરવામાં આવે છે. જેમાં સરેરાશ ઉંમર, સભ્યોની સંખ્યા, ગ્રોથ રેટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, 65 વર્ષથી ઓછી વયના 1000 કર્મચારીઓના ગ્રુપ માટે વીમા કંપની દ્વારા 50 લાખ રૂપિયાની FCL ઓફર કરવામાં આવી શકે છે.

FCL કેવી રીતે કામ કરે છે?

FCLનો સીધો મતલબનો અર્થ એ છે કે, વ્યક્તિને મફતમાં જીવન વીમા કવર મળે છે. મતલબ કે, ગ્રુપના સભ્યએ સમ એસ્યોર્ડ FCL કરતા ઓછી આપી હોય, તો તેને કોઈ અંડરરાઇટિંગ આવશ્યકતા વિના વીમો આપવામાં આવે છે. અલબત્ત આ લાભ માટે તે સક્રિય પણે કામ કરતો હોવો જરૂરી છે. જે કર્મચારીઓ સક્રિય રીતે કામ પર ન હોય અને FCL હેઠળ આવતો હોય તો તેને માટે જીવન વીમો કામ ફરી શરૂ કર્યા પછી જ આપવામાં આવે છે.

જે વ્યક્તિઓ FCLથી ઉપર હોય તેમને હેલ્થ ડિકલેરેશન, પ્રશ્નાવલી અથવા તબીબી પરીક્ષણો જેવી આવશ્યકતાઓમાંથી પસાર થવું પડે છે. આ સાથે વીમા કંપની કેટલીક વય મર્યાદા પણ સ્પષ્ટ કરી શકે છે. જે વય મર્યાદાથી વધુ વય હોય તેવા કિસ્સામાં મેડિકલ ફરજિયાત હોઈ શકે છે

ઉદાહરણ તરીકે, એક કર્મચારીની વીમા રકમ FCLથી ઉપર છે અને તેને તબીબી પરીક્ષણો માટે જવાનું કહેવામાં આવે છે. પરંતુ તે તેમ કરવાનો ઇનકાર કરે છે. તે કિસ્સામાં, તેનું લાઇફ કવર FCL પર કેપ કરવામાં આવ્યું ગણાય છે.

આ બાબતે જે બી બોડા ઇન્શ્યોરન્સ એન્ડ રિઇન્શ્યોરન્સ બ્રોકર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર સરોજકાંત સાતપથી કહે છે, જો કોઈ કર્મચારીને તબીબી પરીક્ષણો કરાવવા પડે અને તેના પરિણામો ખરાબ હોય એટલે કે, તેની તબિયત ગંભીર હોવાનું જણાય તો FCLની મર્યાદાથી આગળ મેડિકલ કન્ડિશન સાથે દરખાસ્તની સ્વીકૃતિ અંડરરાઇટર અને ગંભીરતા અથવા તબીબી સ્થિતિ પર આધાર રાખે છે.

ટોપ-અપ પ્લાન્સ

કેટલાક નોકરીદાતાઓ એમ્પ્લોયર-કર્મચારી ગ્રુપ માટે ફરજિયાત નોંધણી મારફતે ઉપલબ્ધ રકમ ઉપરાંત તેમના કર્મચારીઓને વધારાનું કવર આપે છે. આવું વધારાનું કવર વૈકલ્પિક હોય છે. તેને ટોપ-અપ કવર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે FCLમાં આવા ટોપ-અપ કવરની ઓફર કરવામાં આવતી નથી. વીમા કંપની આવી સ્થિતિમાં સારું હેલ્થ ડિકલેરેશન, આરોગ્ય પ્રશ્નાવલી અથવા તબીબી પરીક્ષણની માંગ કરે છે.

આ પણ વાંચો: Life insurance: તમારા માટે કયો લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન યોગ્ય? જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે

જો તમારૂ વીમાની રકમ FCL કરતા વધુ હોય અને વીમાકંપની વધારાની અંડરરાઇટિંગ આવશ્યકતાઓ માટે બોલાવે છે, તો વિશ્વાસ સાથે તથ્યો જાહેર કરવા અને કવર મેળવવું હિતાવહ છે.

SecureNowના સહ-સ્થાપક અને પ્રિન્સિપાલ ઓફિસર અભિષેક બોંડિયા કહે છે કે, ગ્રૂપ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે સસ્તો અને મેળવવામાં સરળ હોય છે. પરંતુ, તે તમારા રોજગાર સાથે જોડાયેલ છે. જો તમે નોકરી છોડી દો છો, તો તમે તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ જીવન વીમા કવર ગુમાવશો. વ્યક્તિગત ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીમાં તમે પ્લાનની મુદત માટે સમાન પ્રીમિયમ ચૂકવો છો. ગ્રૂપ પોલિસીમાં, વીમાદાતાના મોર્ટાલીટી અનુભવના આધારે પ્રીમિયમ દર વર્ષે રિન્યુઅલ સમયે બદલાઈ શકે છે.

આ પણ વાંચો: Life Insurance Policy: મૃત્યુ કે મેચ્યોરિટીના કિસ્સામાં વીમાના ક્લેમ કેવી રીતે ફાઇલ કરવા?

સાતપથીના મત મુજબ કોવિડ-19 મહામારી દરમિયાન મૃત્યુદરના અનુભવ પછી ગ્રુપ ટર્મ જીવન વીમા પ્રિમીયમ વધી રહ્યા છે અને વીમાદાતાઓ FCL દરોને ટાંકતી વખતે રૂઢિચુસ્ત બની ગયા છે, તેથી તમારા વર્તમાન વીમાને ધ્યાનમાં લીધા પછી તમારા માટે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી તમારા પરિવારની નાણાકીય સુરક્ષામાં વધારો થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Company, Insurance, LIC, Life Insurance

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन