Ex-Dividend Dates: આ 5 સ્ટોક આ અઠવાડિયે એક્સ ડિવિન્ડમાં ફેરવાશે, યાદીમાં વેદાંતાથી લઈને કોલગેટ સ્ટૉક સામેલ
Ex-Dividend Dates: આ 5 સ્ટોક આ અઠવાડિયે એક્સ ડિવિન્ડમાં ફેરવાશે, યાદીમાં વેદાંતાથી લઈને કોલગેટ સ્ટૉક સામેલ
કોલગેટ (ફાઇલ તસવીર)
Ex-dividend stock: સ્ટોક માટે એક્સ-ડિવિડન્ડ ડેટ (Ex-dividend date) શેરધારકોને ચૂકવણી કરવા માટે લાયક જાહેર કરવાની રેકોર્ડ તારીખ (Record date) પહેલાનો બિઝનેસ ડે (Business Day) છે. અન્ય શબ્દોમાં કહી શકાય છે કે એક્સ ડિવિડન્ડની તારીખે અથવા તે પછી સ્ટોક ખરીદનારા રોકાણકારો ચોક્કસ નાણાંકીય વર્ષ માટે કંપની દ્વારા જાહેર કરાયેલું ડિવિડન્ડ મળવા પાત્ર રહેશે નહીં.
નવી દિલ્હી: તમારા શેરો પર મળતું ડિવિડન્ડ (Dividend) તમારા રોકાણ પરના રિવોર્ડ જેવું છે. સાર્વજનિક રીતે લિસ્ટેડ સ્ટોક્સ પરનું ડિવિડન્ડ બોનસ તરીકે આપવામાં આવે છે. કંપનીઓ તેમની કમાણીમાંથી શેરધારકોને આ ડિવિડન્ડ ચૂકવતી હોય છે. કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડ અલગ અલગ સ્વરૂપોમાં હોઈ શકે છે, જેમ કે કેશ, કેશ ઈક્વિલન્ટ, શેર, અસેટ્સ વગેરે.
તેમને મૃખ્યત્વે ગુડવીલ (Goodwill) તરીકે ઓળખવામાં આવે છે. જોકે, કંપની પોતાના નફાનો કેટલો હિસ્સો એવા શેરધારકો સાથે શેર કરે છે, તે કંપની પર આધારિત છે. શેરમાં કરવામાં આવેલા રોકાણ પ્રમાણે આ ડિવિડન્ડ શેરધોરકોને મળે છે. અહીં એવી કોઈ ગેરેંટી નથી કે કંપનીઓ તેમના યુનિટધારકોને ડિવિડન્ડ ચૂકવવાનું યથાવત જ રાખશે. મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી અને સારી રીતે સ્થાપિત કંપનીઓ તેમના શેરધારકોને વધુ અને નિયમિત ડિવિડન્ડ ચૂકવતી હોય છે. ડિવિડન્ડમાં વ્યક્તિએ કેટલીક બાબતો જેમ કે રેકોર્ડ તારીખ, પેમેન્ટ ડેટ અને એક્સ ડિવિડન્ડ વગેરેની તારીખ જાણવી જરૂરી છે.
સ્ટોક માટે એક્સ-ડિવિડન્ડ ડેટ શેરધારકોને ચૂકવણી કરવા માટે લાયક જાહેર કરવાની રેકોર્ડ તારીખ પહેલાનો બિઝનેસ ડે છે. અન્ય શબ્દોમાં કહી શકાય છે કે એક્સ ડિવિડન્ડની તારીખે અથવા તે પછી સ્ટોક ખરીદનારા રોકાણકારો ચોક્કસ નાણાંકીય વર્ષ માટે કંપની દ્વારા જાહેર કરાયેલું ડિવિડન્ડ મળવા પાત્ર રહેશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો એક્સ-ડિવિડન્ડ તારીખો પણ એવા દિવસો છે, જ્યારે ડિવિડન્ડની પાત્રતા સમાપ્ત થતી હોય છે.
પાંચ કંપનીઓએ શેરધારકો માટે વચગાળાના ડિવિડન્ડ (interim dividend)ની જાહેરાત કરી છે અને તે આ અઠવાડિયે એક્સ-ડિવિડન્ડ બનશે. જો તમે ડિવિડન્ડના લાભ મેળવવાનું આયોજન કરી રહ્યાં છો, તો આ તારીખોની તમારે નોંધ લેવી જરૂરી છે.
ગેટવે ડિસ્ટ્રીપાર્ક:
કંપનીના બોર્ડે શેરધારકોને નાણાંકીય વર્ષ 23 માટે રૂ. 10 (12.5%)ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 1.25ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. રેકોર્ડ ડેટ 5 મેના રોજ નક્કી કરવામાં આવી છે અને તેથી શેર 4 મે એક્સ-ડિવિડન્ડમાં ફેરવાશે.
કંપનીએ નાણાકીય વર્ષ FY22 માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.50ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. રેકોર્ડ ડેટ 6 મે નક્કી કરવામાં આવી છે. જેથી 5 મે શેર એક્સ-ડિવિડન્ડમાં ફેરવાશે.
કોલગેટ-પામોલિવ (ઈન્ડિયા):
FMCGના બોર્ડે નાણાંકીય વર્ષ FY22 માટે રૂ. 1ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 21ના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. વચગાળાનું ડિવિડન્ડ 25 મે, 2022 એ તે શેરધારકોને ચૂકવવામાં આવશે કે જેમના નામ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બરમાં રેકોર્ડ તારીખ એટલે કે 07 મે, 2022એ દેખાય છે. કોલગેટના શેર 5 મેએ એક્સ-ડિવિડન્ડ હશે.
વેદાંતા:
વેદાંતા બોર્ડે નાણાંકીય વર્ષ FY23 માટે રૂ. 31.5 પ્રતિ ઈક્વિટી શેરના પ્રથમ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, એટલે કે રૂ. 1ની ફેસ વેલ્યૂના 3,150%, જે રૂ. 11,710 કરોડ જેટલી છે. ડિવિડન્ડની ચૂકવણી માટેની રેકોર્ડ તારીખ 9 મે નક્કી કરવામાં આવી છે. એટલે કે 6 મેએ શેર એક્સ-ડિવિડન્ડમાં ફેરવાશે. સપ્તાહના અંતે બજારો 7 મે અને 8 મેના રોજ બંધ રહેશે.
રેટિંગ એજન્સીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 ડિસેમ્બર, 2022 એ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 1ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 7ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. ડિવિડન્ડ 19 મેએ ચૂકવવામાં આવશે. જો કંપનીએ 19 મે સુધીના લાયક શેર હોલ્ડર્સની લિસ્ટ બનાવી છે. સાથે જ 6 મેએ શેર એક્સ ડિવિડન્ડમાં ફેરવાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર