માર્ચમાં SBIની 29 શાખામાં શરૂ થશે આ ખાસ સ્કીમ, જાણો એના વિશે

માર્ચમાં SBIની 29 શાખામાં શરૂ થશે આ ખાસ સ્કીમ

એસબીઆઇની 29 શાખાઓને આ બોન્ડ્સ માટે અધિકૃત કરવામાં આવી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: રાજકીય પાર્ટીને દાન આપવા માટે તમે માર્ચથી ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડ ખરીદી શકશો. ચૂંટણી બોન્ડ યોજનાને રાજકીય દાન માટે રોકડના એક વિકલ્પ રૂપે રજૂ કરવામાં આવી છે. રાજકીય પાર્ટીને મળતાં દાનમાં પારદર્શકતા લાવવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ચૂંટણી બોન્ડ ખરીદીને કોઇ પાર્ટીને આપવાથી બોન્ડ ખરીદનારને કોઇ લાભ નહીં મળે. તેમ કોઇ રિટર્ન પણ નહીં મળે. આ નાણાં પોલિટિકલ પાર્ટીઓને આપવામાં આવતાં દાનની જેમ છે.

  આ SBI બ્રાન્ચમાં મળશે- એસબીઆઇની 29 શાખાઓને આ બોન્ડ્સ માટે અધિકૃત કરવામાં આવી છે. જેમાં નવી દિલ્હી, ગાંધીનગર, પટણા, ચંડીગઠ, બેંગલુરુ, ભોપાલ, મુંબઇ, જયપુર, લખનઉં, ચેન્નઇ, કોલકાતા અને ગુવાહટીની શાખાઓનો સમાવેશ થાય છે.

   આ પણ વાંચો: પાન કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ

  બોન્ડમાં ત્રણ પક્ષકાર

  પહેલું- ડોનર, જે રાજકીય પાર્ટીને ફંડ ડોનેટ કરવા માગે છે. જે વ્યક્તિ, સંસ્થા અથવા કંપની હોઇ શકે છે.
  બીજું- દેશની રાષ્ટ્રીય અને ક્ષેત્રિય રાજકીય પાર્ટી
  ત્રીજું- દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

  બોન્ડની સમયમર્યાદા 15 દિવસની છે. એટલે કે બોન્ડ ખરીદ્યા પછી 15 દિવસમાં પોલિટિકલ પાર્ટીને આપી દેવાનું છે. પાર્ટી પણ તેને માત્ર અધિકૃત બેંક ખાતા દ્વારા જ વટાવી શકે છે. ખરીદનારનું KYC જરૂરી છે. આ બોન્ડ તે રાજકીય પાર્ટીને આપી શકાશે, જેને પાછલી ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા વોટ મળ્યા હોય.
  Published by:Azhar Patangwala
  First published: