Home /News /business /Credit Utilization Ratio: જાણો શું છે ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો, ક્રેડિટ સ્કોર પર કેવી રીતે પડે છે તેની અસર
Credit Utilization Ratio: જાણો શું છે ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો, ક્રેડિટ સ્કોર પર કેવી રીતે પડે છે તેની અસર
Credit Utilization Ratio: જાણો શું છે ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો, ક્રેડિટ સ્કોર પર કેવી રીતે પડે છે તેની અસર
Credit Utilization Ratio એટલે તમારા ક્રેડિટ કાર્ડની જે લિમિટ હોય તેમાંથી 1 મહિનામાં તમે કેટલો ઉપયોગ કરો છો આ અંકને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો કહેવાય છે. તમારા ક્રેડિટ કાર્ડ પર ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોની સીધી અસર પડે છે. તમે જેટલું વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તેટલો વધુ તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો હશે, માટે જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો હોય તો આટલું ગણિત ચોક્કસ સમજી લો.
Credit Utilization Ratio: જયારે કોઈપણ વ્યક્તિને બેન્કમાંથી લોન લેવી હોય તો સૌથી પહેલાં તેની ક્રેડિટ સ્કોર(Credit Score) ધ્યાનમાં લેવામાં આવે છે. ક્રેડિટ સ્કોર દ્વારા જાણી શકાય કે લોન લેનાર વ્યક્તિ લોન ભરપાઈ કરવા સક્ષમ છે કે કેમ. જોકે, તેમાં ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો(Credit Utilization Ratio - CUR) ખુબ મહત્વનો હોય છે. જો તમે તેનો મતલબ નથી જાણતા તો આ આર્ટિકલ તમારા કામનો સાબિત થઈ શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો તમને લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને ઓછા વ્યાજદરે સરળતાથી લોન મળી શકે છે.
ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશીયો(CUR)નો અર્થ છે કે, તમારા ક્રેડિટ કાર્ડમાં રહેલી લિમિટનો તમે એક મહિનામાં કેટલો ઉપયોગ કરો છો. CURની ક્રેડિટ સ્કોર પર સીધી અસર પડે છે. તમારો CUR એ બાબત પર નિર્ભર કરે છે કે તમે પોતાના ક્રેડિટ કાર્ડનો કેટલો ઉપયોગ કરો છો. દા.ત, જો તમને ક્રેડિટ કાર્ડમાં કુલ રૂ. 5 લાખની લિમિટ મળી છે અને તેમાંથી તમે મહિને માત્ર 50 હજાર રૂપિયા જ ખર્ચ કરો છો તો તમારો CUR 10 ટકા જ હશે. ક્રેડિટ લિમિટ પૂર્ણ થવા પર CUR રેશિયો વધી જાય છે. એટલે કે તમારો CUR રેશિયો 30 ટકાના સ્તરને પર કરી જાય છે, તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઇ શકે છે.
ક્રેડિટ કાર્ડ યૂટિલાઇઝેશન રેશિયોની સીધી અસર ક્રેડિટ સ્કોર પર પડે છે. જેમાં 30 ટકા સુધીનો જ CUR સારો માનવામાં આવે છે. પરંતુ CUR 30 ટકાથી વધુ થઇ જાય તો તેને ખરાબ માનવામાં આવે છે. જોકે, તમે સમયસર બિલ પેમેન્ટ કરીને ક્રેડિટ સ્કોરને સુધારી શકો છો.
જાણો કેવી રીતે કંટ્રોલ કરવો ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશીયો
જણાવી દઈએ કે તમે ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશીયોને કંટ્રોલ કરી શકો છો. તેના માટે ઘણા ઉપાય છે. ઓછો ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશીયો જાળવી રાખવા માટે તમારી ક્રેડિટ લિમિટ વધારો. જો તમે નિયમિત ધોરણે સમયસર બિલનું પેમેન્ટ કર્યું છે અથવા તો તમારી આવકમાં વધારો થયો છે તો ક્રેડિટ કાર્ડ આપનારા તરત જ તેની લિમિટમાં વધારો કરી દેશે. સાથે જ એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખવા તમારી લિમિટને વધારવા અને તમારા CURને ઓછો રાખવાનો અન્ય ઉપાય છે. પરંતુ આ બધાની વચ્ચે સમયસર બિલ પેમેન્ટ કરવા પણ જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર