Home /News /business /Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

કોર્પોરેટ બોન્ડમાં રોકાણના ફાયદા શું છે? તેમાં કેવી રીતે કમાણી થાય અહીં સમજો

Corporate Bond: શેરબજારમાં તો હાલ અફરાતફરી છે ત્યારે લોકો રોકાણ માટે જુદા જુદા ઓપ્શન તરફ નજર ફેરવી રહ્યા છે. તેવામાં કોર્પોરેટ બોન્ડ પણ લોકોનું પસંદગીનું ઓપ્શન છે. તો અહીં સમજીએ આ કોર્પોરેટ બોન્ડ શું હોય છે અને કંપનીઓ ક્યારે અને કેવી રીતે આ કોર્પોરેટ બેન્ડ આપે છે.

વધુ જુઓ ...
  ઘર હોય કે કંપની, રોજિંદા કામકાજ અને આગળ વધવા માટે પૈસાની જરૂર પડે છે. કંપનીઓ પૈસાની જરૂરિયાતને આધારે ડિબેન્ચર, બોન્ડ અને અન્ય નાણાંકીય ઇન્સ્ટ્રુમેન્ટ થકી પણ પૈસા એકત્ર કરતી હોય છે. કોર્પોરેટ બોન્ડનો ઉપયોગ કંપનીઓ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે કરવામાં આવે છે. આ બોન્ડમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને પૂર્વ નિર્ધારિત દરે વ્યાજ મળે છે. બોન્ડની પાકતી મુદત પછી રોકાણકારોને નાણાં પરત કરવામાં આવે છે.

  કોર્પોરેટ બોન્ડના ઘણા પ્રકારો છે. તેમાં સામાન્ય બોન્ડ્સ, કરમુક્ત AAA-રેટેડ PSU બોન્ડ્સ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરો ઓફર કરતા પરપેચ્યુઅલ એટલેકે કાયમી બોન્ડ્સનો સમાવેશ થાય છે. રેટિંગ એજન્સીઓ કંપનીઓના બોન્ડને તેમનું રેટિંગ આપે છે.

  આ પણ વાંચોઃ 5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

  કંપનીઓ પબ્લિક ઈસ્યુ હેઠળ બોન્ડ બહાર પાડે છે, પરંતુ તેઓ મોટાભાગે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા બોન્ડ ઈશ્યુ કરીને નાણાં એકત્ર કરે છે. બોન્ડ હાઉસ અને અન્ય મધ્યસ્થીઓ દ્વારા પણ બોન્ડમાં રોકાણ કરી શકે છે, પરંતુ અહીં આ સોદા પ્રમાણમાં મોટા હોય છે. ડીલની સાઈઝ હાઈ નેટવર્થ વ્યક્તિગત પર આધારિત હોય છે.

  તમે બ્રોકર મારફતે સ્ટોક એક્સચેન્જો (NSE/BSE)માંથી પણ બોન્ડ ખરીદી શકો છો, પરંતુ તેમાં પણ લિક્વિડિટી, ઉપલબ્ધતા અને સરેરાશ રિટર્નના મુદ્દાઓ સમજવા જરૂરી હોય છે. ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ પરથી પણ બોન્ડ ખરીદી શકાય છે.

  આ પણ વાંચોઃ સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

  કોર્પોરેટ બોન્ડ માર્કેટ સાથે લિક્વિડિટીની સમસ્યા જોડાયેલી છે. ઇક્વિટી અને સરકારી બોન્ડ્સની તુલનામાં કોર્પોરેટ બોન્ડ્સમાં ખૂબ જ ઓછું ટ્રેડિંગ વોલ્યુમ હોય છે. આ સિવાય જે ટ્રાન્ઝેક્શન થાય છે, તેનું કદ ઘણું વધારે છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંકો અને વીમા કંપનીઓ જેવા મોટા રોકાણકારો આ માર્કેટમાં ડીલ કરે છે.

  ડીલિંગ હાઉસ હોલસેલ માર્કેટમાંથી બોન્ડ્સ સોર્સ કરતા હોય છે. ત્યારબાદ સોદાનું કદ HNI મુજબ નક્કી કરવામાં આવે છે. NSE અને BSE પર લિસ્ટેડ બોન્ડ્સમાં પણ વધુ લિક્વિડિટી હોતી નથી. સ્ક્રીન આધારિત ટ્રેડિંગ ખૂબ જ દુર્લભ હોય છે. ડીલિંગ માત્ર ફોન પર વાતચીત દ્વારા કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

  ટેક્નોલોજીની મદદથી બોન્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા બોન્ડ ટ્રેડિંગ શરૂ થયું છે. આ પ્લેટફોર્મ બોન્ડ હાઉસ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. તમે ગમે ત્યાંથી અને ગમે ત્યારે ઓનલાઈન ટ્રેડિંગ માટે એકાઉન્ટ ખોલી શકો છો.

  ડીલની લઘુત્તમ લોટ સાઈઝ સામાન્ય રીતે રૂ. 2 લાખ હોય છે. ન્યૂનતમ ડીલ સાઈઝ નિશ્ચિત હોય ,છે કારણ કે બોન્ડ ડીલ સામાન્ય રીતે BSEના સેટલમેન્ટ પ્લેટફોર્મ દ્વારા સેટલ કરવામાં આવે છે. BSEના આ પ્લેટફોર્મને ઈન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન (ICCL) કહેવામાં આવે છે. ICCL રૂ. 2 લાખની મર્યાદા સાથે માત્ર RTGS દ્વારા ચુકવણી સ્વીકારે છે.  સેબીની પ્રસ્તાવિયત રેગ્યુલેટરી ફ્રેમવર્ક ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મમાં અનેક સુધારાઓ વિશે ચર્ચા થઈ છે. લોકોના અભિપ્રાય અને તેમના વિશ્લેષણ બાદ અંતિમ ગાઈડલાઈન જારી કરવામાં આવશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Investment tips, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन