Home /News /business /પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો સર્કલ રેટ વિશે, મોટા નુકસાનમાંથી બચી જશો

પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો સર્કલ રેટ વિશે, મોટા નુકસાનમાંથી બચી જશો

સર્કલ રેટ એટલે શું

સર્કલ રેટને દેશોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને રેડી રેડકોર્નર રેટ્સ કહે છે. હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં જિલ્લા કલેક્ટર રેટ્સ, કર્ણાટરમાં ગાઈડેન્સ વેલ્યૂના રૂપમાં ઓળખાય છે.

નવી દિલ્હીઃ જો તમે પણ ક્યાંય મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમને બિલ્ડરો પાસેથી સર્કિટ રેટ વિશે તો સાંભળ્યુ જ હશે, ઘણી વાર, બિલ્ડર તેના જ આધાર પર પ્રોપર્ટીની કિંમત નક્કી કરે છે. કોઈ અન્ય વિસ્તારમાં પ્રોપર્ટી જોતા સમયે તે બદલાઈ જાય છે. આજે અમે રિપોર્ટમાં સર્કિટ રેટ વિશે જાણકારી આપીશું, કે કેવી રીતે તે મિલકત ખરીદવાના નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

સર્કલ રેટ એટલે શું?


ભારતમાં જમીન રાજ્ય હેઠળ છે. જિલ્લા પ્રશાસન શહેરોમાં ભૂમિ અને અન્ય સંપત્તિઓ માટે એક માનક દર નક્કી કરવા માટે જવાબદાર છે. જેના નીચે ટ્રાન્ઝેક્શન રજિસ્ટર થઈ શકતું નથી. કારણ કે, તે ઘણું મોટું હોય છે અને વિસ્તારોના આધાર પર વિભાજિત હોય છે. આ કારણથી સર્કલ દર વિસ્તારમાં અલગ-અલગ હોય છે.

આ પણ વાંચોઃ 1 શેર પર 40 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેરાત થતા જ શેરમાં ખરીદી માટે પડાપડી

સર્કલ રેટને દેશોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને રેડી રેડકોર્નર રેટ્સ કહે છે. હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં જિલ્લા કલેક્ટર રેટ્સ, કર્ણાટરમાં ગાઈડેન્સ વેલ્યૂના રૂપમાં ઓળખાય છે.

આ પણ વાંચોઃ આ કંપનીના શેરમાં 40% કમાણીના ચાન્સ, 3-3 બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

કેવી રીતે નક્કી થાય છે?


કોઈ પણ શહેરમાં સર્કલ રેટ જિલ્લા પ્રશાસન તરફથી નક્કી કરવામાં આવે છે. પ્રશાસન તે વિસ્તારમાં ચાલી રહેલા માર્કેટ રેટની એક નિશ્ચિત મુદ્દતમાં સમીક્ષા કર્યા પછી સર્કિલ રેટ નક્કી કરવામાં આવે છે. પ્રશાસનનો પ્રયત્ન હોય છે, કે સર્કલ રેટને બજાર કિંમતોની બરાબર જ રાખવામાં આવે. માર્કેટ રેટ તે કિંમત કહેવામાં આવે છે, જેના પર મિલકતનું ખરીદ વેચાણ થાય છે. જાણકારી અનુસાર, માર્કેટ રેટના આધાર પર જ કોઈ પ્રોપર્ટીની રજિસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવે છે.


વધારે સર્કલ રેટ હોવાનું નુકસાન


સર્કલ રેટ વધારે હોવાના કારણે પ્રોપર્ટી ખરીદનારને ઘણું નુકસાન થાય છે. સૌથી પહેલા પ્રોપર્ટી મોંધી મળે છે. તેની સાથે જો પ્રોપર્ટી લોન પર લઈ રહ્યા છો, તો તમારે વધારે ઈએમઆઈ ભરવી પડશે. જ્યારે, ઘરનો વીમો પણ તમારા માટે મોંઘો થઈ જશે.
First published:

Tags: Business news, Buy home, Properties