Home /News /business /

શું હોય છે CIBIL સ્કોર અને લોન મેળવવા માટે કેમ છે તે જરૂરી? જાણો વિગતવાર

શું હોય છે CIBIL સ્કોર અને લોન મેળવવા માટે કેમ છે તે જરૂરી? જાણો વિગતવાર

જાણો શું હોય છે CIBIL Score

સરળ ભાષામાં જોઇએ તો સિબિલનો સ્કોર જેટલો સારો હશે તેટલો ઓછો વ્યાજ દર સરળતાથી મળી શકશે. ખરાબ હોય ત્યારે લોન મેળવવી મુશ્કેલ છે અને જો લોન મળશે તો તે તમને મોંઘા વ્યાજે પણ મળી શકે છે.

    જો તમે કોઈ પણ બેન્કમાં લોન કે ક્રેડિટ કાર્ડ (Loan or Credit Card) લેવા જાવ છો તો બેન્ક કે ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન સૌથી પહેલા તમારો સિબિલ સ્કોર (CIBIL Score) તપાસે છે. બેન્ક કે ફાઇનાન્શિયલ કંપની તરફથી તમને કેટલું વ્યાજ મળશે, કેટલી લોન મળશે તેનો આધાર તમારો સિબિલ સ્કોર કેટલો સારો (Good CIBIL Score) છે તેના પર રહેલો છે.

    સરળ ભાષામાં જોઇએ તો સિબિલનો સ્કોર જેટલો સારો હશે તેટલો ઓછો વ્યાજ દર સરળતાથી મળી શકશે. ખરાબ હોય ત્યારે લોન મેળવવી મુશ્કેલ છે અને જો લોન મળશે તો તે તમને મોંઘા વ્યાજે પણ મળી શકે છે. સિબિલ સ્કોર રિપોર્ટમાં તમારી તમામ વ્યક્તિગત માહિતી, નોકરીની વિગતો, બેંક એકાઉન્ટ અને જૂની લોન માહિતીનો સમાવેશ થાય છે. વીમા કંપનીઓ પણ આજકાલ આ સ્કોર જ જુએ છે. સિબિલ સ્કોર 0થી 900 સુધીનો હોય છે.

    આ પણ વાંચો -બદલાઇ શકે છે ગરીબીની વ્યાખ્યા, વિશ્વ બેંક લાગુ કરવા જઇ રહી છે નવા માપદંડો

    ક્યો સ્કોર છે સૌથી બેસ્ટ?


    550 – ખૂબ જ ખરાબ

    550-650 – ખરાબ

    650-750 – સારો

    750થી વધુ – વધુ સારો

    750-900 – સૌથી સારો

    વ્યવસાયિક કંપનીઓ માટેનો સિબિલ સ્કોર એકથી દસની વચ્ચેનો હોય છે. એકને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે 10 નો સ્કોર સૌથી ખરાબ ગણાય છે. જો તમારી પાસે આજ સુધી કોઈ લોનની હિસ્ટ્રી નથી અથવા તમે કોઈ બેંક અથવા એનબીએફસી અથવા ફિનટેક કંપની પાસેથી લોન લીધી નથી, તો તમારો સિબિલ સ્કોર શૂન્યથી નીચે જશે. જો તમે સમયસર તમારી લોનની ચૂકવણી કરો છો, તો સિબિલ સ્કોર 750 અથવા તેથી વધુ હશે.

    આ પણ વાંચો -30 જૂન સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો ભરવો પડશે ભારે દંડ

    કોણ નક્કી કરે છે સિબિલ સ્કોર?


    આરબીઆઈએ ચાર એજન્સીઓને સિબિલ સ્કોર્સથી સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે અધિકારો આપ્યા છે. સિબિલ, એક્સપિરિયન, એક્વિફેક્સ અને હિમાર્ક્સ. આ કંપનીઓ બેંકો, એનબીએફસી, ફિનટેક કંપનીઓ વગેરે જેવા વિવિધ સ્રોતો પાસેથી લોન લેવી, તેની ચુકવણી સહિતની માહિતી એકત્ર કરે છે. જેના આધારે સિબિલ સ્કોર તૈયાર થાય છે.

    - સંસ્થાઓ એ પણ જુએ છે કે તમે લોન લેવા માટે કેટલી વખત બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સાથે પુછતાછ કરી છે.

    - વ્યવસાયિક સંસ્થાના ઓડિટર પણ કોર્ટમાં પેન્ડિંગ કેસ જેવી માહિતી એકત્રિત કરે છે.

    - લોન સમયસર ચૂકવી દો. એક પણ હપ્તો ચૂકશો નહીં. તેના માટે યોગ્ય વ્યવસ્થા કરો.

    - તમારી કમાણીના 30 ટકાથી વધુ ઉધાર ન લો..

    - લોન માટે વારંવાર અરજી ન કરો અને ન તો તેમ કરવા માટે કોઈને સલાહ પણ ન આપો.

    - જરૂરિયાત પ્રમાણે લોન લો. લોભામણી ઓફર અને આકર્ષક વ્યાજને કારણે લોન ન લો.

    - લાંબા સમયગાળા સુધીની લોન લો. તેનાથી હપ્તામાં પણ ઘટાડો થશે. જેનાથી ચૂકવણી કરવામાં સરળતા રહેશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Business loan, Loan

    આગામી સમાચાર