BNPL: શું છે 'બાય નાઉ પે લેટર' સ્કીમ? ક્રેડિટ કાર્ડ અને BNPL વચ્ચેનો તફાવત? BNPLના મોટા પ્લેયર્સ કોણ?
BNPL: શું છે 'બાય નાઉ પે લેટર' સ્કીમ? ક્રેડિટ કાર્ડ અને BNPL વચ્ચેનો તફાવત? BNPLના મોટા પ્લેયર્સ કોણ?
'બાય નાઉ પે લેટર'
Buy now Pay later scheme: જેવું કે આ સ્કીમના નામ પરથી જ ખબર પડે છે કે આ સ્કીમમાં ગ્રાહકોને શોર્ટ ટર્મ ફાઈનાન્સિંગ (short-term financing)ની સેવા આપે છે.
મુંબઈ: જ્યારે પણ આપણે ઑનલાઈન કે ઑફલાઈન શોપિંગ (Online shopping) કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણું મન કેટલીક વસ્તુઓને જોઈને તેને ખરીદવા માટે લલચાઈ જાય છે. પણ ઘણી વખત પૈસાની અછતના કારણે આપણે તેને ખરીદી શકતા નથી અને ફક્ત મન મારીને રહી જવું પડે છે. આવુ ન થાય તે માટે આજે અમે તમને એક સ્કીમ વિશે જણાવીશું. આ સ્કીમનું નામ છે બાય નાઉ પે લેટર (Buy now pay later- BNPL) સ્કીમ. જોઈએ શું છે આ સ્કીમ.
શું છે BNPL?
જેવું કે આ સ્કીમના નામ પરથી જ ખબર પડે છે કે આ સ્કીમમાં ગ્રાહકોને શોર્ટ ટર્મ ફાઈનાન્સિંગ (short-term financing)ની સેવા આપે છે. આ શોર્ટ ટર્મ ફાઈનાન્સમાં તમે ત્વરિત ધોરણે વસ્તુની ખરીદી કરી અને એક નિશ્ચિત સમયગાળામાં તેની હપ્તામાં ચૂકવણી કરી શકો છો. ભારતમાં કેટલાક વેપારીઓ અને ફિનટેક કંપની (fintech companies) તેમના ગ્રાહકોને BNPLનો લાભ આપે છે. BNPL સેવા ક્રેડિટ કાર્ડનો એક ઉત્તમ વિકલ્પ ગણવામાં આવે છે.
BNPL એક સરળ, એક્સેસેબલ, પારદર્શક અને નો કોસ્ટ ઈએમઆઈ (no-cost EMIs) ઓફર કરે છે. આ નવા પ્રયોગ સાથે હવે ધિરાણ આપવાની રીતમાં ફેરફાર થતા દેખાઈ રહ્યાં છે.
BNPL પેમેન્ટ શું છે?
BNPL એક એવી સ્કીમ છે જે અંતર્ગત કોઈપણ વસ્તુની ખરીદી કરવા પર તે જ સમયે તે વસ્તુની કિંમતની ચૂકવણી તમારે તમારા પૈસાથી કરવાની હોતી નથી. આ સ્કીમ અંતગર્ત તમે એવી કંપની સાથે સાઈન અપ કરો છો જે વસ્તુ ખરીદતા સમયે તે વસ્તુ માટે તમારા વતી ચૂકવણી કરે છે.
એક વખત જ્યારે આ કંપની તમારા વતી ચૂકવણી કરી દે, ત્યાર પછી એક નિશ્ચિત કરેલી સમયની અંદર તમારે કંપનીને આ રકમની ચૂકવણી કરવાની રહે છે. અહીં ચૂકવણી બે રીતે કરી શકાય છે. એક તો તમે આખી રકમ એક સાથે ચૂકવી દો અને બીજી કે તમે 'નો કોસ્ટ ઈએમઆઈ'ની મદદથી માસિક ધોરણે તેની ચૂકવણી કરો. જો નક્કી કરેલા સમયમાં તમે તે કિંમતની ચૂકવણી કરી શકતા નથી તો, ધીરાણ આપનાર કંપની આ રકમ પર વ્યાજ વસૂલ કરી શકે છે. જો વધુ લાંબા સમય સુધી આ ચૂકવણી કરવામાં ન આવે તો તમારા ક્રેડિટ સ્કોર પર આની અસર જોવા મળે છે.
BNPL કઈ રીતે કામ કરે છે?
BNPL સર્વિસ પ્રોવાઈડર્સ એક જ પ્રકારની સેવા આપે છે. જોકે, આ તમામ કંપનીના નિયમો અને શરતોમાં થોડો ફેર ચોક્કસથી હોય છે. સામાન્ય રીતે BNPL આ રીતે કામ કરે છે:
Note: EMIની ચૂકવણી બેન્ક ટ્રાન્સફર, ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા સીધા જ બેન્ક અકાઉન્ટમાંથી કરવામાં આવે છે.
BNPLના લાભ
- અફોર્ડેબિલીટીમાં વધારો
- ક્રેડિટનો ઈન્સ્ટન્ટ એક્સેસ
- સુરક્ષિત ટ્રેન્ઝેક્શન
- ચૂકવણીનો સમયગાળો જાતે નક્કી કરી શકાય
- નો કોસ્ટ EMI
- સરળ અને પારદર્શક પ્રક્રિયા
BNPL માટે લાયકાત
- ભારતીય નાગરિક હોવું જરૂરી.
- ટીયર 1 અથવા ટીયર 2 શહેરના રહેવાસી.
- ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્છની અને વધુમાં વધુ 55 વર્ષ સુધી હોવી જોઈએ.
- તમે પગારદાર કર્મચારી હોવા જોઈએ.
- KYC માહિતી સાથે તમારુ એક બેન્ક અકાઉન્ટ હોવું જોઈએ.
ક્રેડિટ કાર્ડ અને BNPL વચ્ચેનો તફાવત
ક્રેડિટ કાર્ડ
BNPL
હિડન ચાર્જીસ
BNPL પારદર્શક અને લો કોસ્ટ પ્રાઈઝિંગ મોડલ છે.
સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જરૂરી
ક્રેડિટ સ્કોર હોવો જરૂરી નથી.
વધુ જગ્યાએ સ્વીકારવામાં આવે છે.
BNPL સેવા માત્ર ગણ્યા ગાંઠ્યા નક્કી કરેલા રિટેઈલર અને ફિનટટેક કંપની દ્વારા માન્ય છે.
ક્રેડિટ કાર્ડમાં સ્ટાન્ડર્ડ ઈન્ટરેસ્ટ ફ્રી પિરિયડ હોય છે.
BNPL જે પ્રકારે કામ કરે છે તેને જોતા આ સ્કીમનો ભવિષ્યમાં વ્યાપક ઉપયોગ થાય તેવું લાગી રહ્યું છે. મોટાભાગની ઘીરાણ આપનાર કંપનીઓ નો-કોસ્ટ EMI ઑફર કરે છે જેથી લોકો માટે આ આકર્ષક બની રહે છે. જોકે, આ એક પ્રકારની લોન છે જેને સમયસર ભરવી જરૂરી છે. જો ગ્રાહક સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય છે તો તેને કારણે વધુ વ્યાજ ચૂકવવું પડે છે. સાથે જ ક્રેડિટ સ્કોરમાં પણ ઘટાડો થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર