Home /News /business /શું હોય છે બોન્ડ? કોણે રુપિયા લગાવવા જોઈએ? રિસ્ક ફેક્ટરથી લઈને જાણો A to Z
શું હોય છે બોન્ડ? કોણે રુપિયા લગાવવા જોઈએ? રિસ્ક ફેક્ટરથી લઈને જાણો A to Z
બોન્ડ શું છે અને કોણે તેમાં રુપિયા રોકાય? આ ખૂબ ઓછા જાણીતા ઇન્વેસ્ટમેન્ટ ટૂલ વિશે જાણીને મજા પડશે.
Which are the best bonds to invest: તમે અનેકવાર બોન્ડ અંગે સાંભળ્યું હશે પરંતુ આપણા કોઈ મિત્ર કે સંબંધીએ તેમાં રોકાણ કર્યું નથી હોતું તેથી તેના વિશે સામાન્ય વાતચીત ક્યારેય નથી થતી હોતી. તો આવો આજે જાણીએ શું હોય છે બોન્ડ?
કંપની અને સરકાર રુપિયા એકઠા કરવા માટે બોન્ડ બહાર પાડે છે. બોન્ડ દ્વારા ભેગા કરવામાં આવેલા રુપિયા લોનની કેટેગરીમાં આવે છે. કંપની પોતાના કારોબારના વિસ્તાર માટે સમય સમય પર બોન્ડ દ્વારા રુપિયા ભેગા કરે છે. જ્યારે સરકાર પણ પોતાની આવક અને પોતાના ખર્ચ વચ્ચેના તફાવતને ભરવા માટે બોન્ડ દ્વારા ઉધાર લે છે. સરકાર જે બોન્ડ બહાર પાડે છે તેને ગવર્નમેન્ટ બોન્ડ કહેવાય છે.
Edelweiss Assetના સીઈઓ રાધિકા ગુપ્તા કહે છે કે બોન્ડ રોકાણ માટે સારો વિકલ્પ છે. કારણ કે તેમાં સામાન્ય રીતે FD કરતાં વધુ વ્યાજ મળે છે. ટેક્સના દૃષ્ટિકોણથી જોઈએ તો જો તેમાં રોકાણ ત્રણ વર્ષથી વધુ સમય માટે કરવામાં આવે છે, તો લોંગ ટર્મ કેપિટલ ગેન બનશે અને તેના પર ઇન્ડેક્સેશન બેનિફિટ્સના લાભ સાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી વિપરીત એફડી રિટર્ન પર આવકવેરા સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો દર 20 ટકા છે.
જ્યારે કોર્પોરેટ બોન્ડ લાંબા ગાળે જંગી મૂડી નિર્માણ કરવા માટે એક ઉત્તમ અને ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતર આપતો વિકલ્પ છે. તેમાં સરકારી બોન્ડ કરતાં વધુ વળતર મેળવી શકાય છે. જો કે, જો તમે જોખમ લઈ શકો અને સરેરાશથી વધુ વળતર મેળવવા માંગતા હોવ તો તેમાં રોકાણ કરવું સારો નિર્ણય નથી.
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કોર્પોરેટ બોન્ડનું સેફ્ટી મૂલ્યાંકન કરે છે અને આ રેટિંગ દ્વારા વ્યક્તિ તેમના રોકાણ અંગે નિર્ણય લઈ શકે છે. જે કંપનીઓના બોન્ડને AAA રેટિંગ આપવામાં આવ્યું છે તે સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, બોન્ડમાં રોકાણ કરતા પહેલા ચોક્કસપણે રેટિંગ જુઓ.
બોન્ડની કિંમતો સમયાંતરે બદલાતી રહે છે અને તમે તે જ બોન્ડ ક્યાંથી ખરીદો છો તેના આધારે અલગ-અલગ ભાવે ખરીદી શકો છો.
પરંતુ જો તમે રોકાણ માટે સુરક્ષા અને સેફ્ટીને મહત્વ આપતા હોવ અને સાહસ તમારી પ્રકૃતિમાં ન હોય તો બોન્ડ એક સુરક્ષિત ઓપ્શન છે. તેમાં પણ ખાસ કરીને સરકારી બોન્ડ બહુ જ સુરક્ષિત માનવામાં આવે છે. કારણ તેમાં સરકાર પોતે ગેરંટી આપે છે. જો કોઈ કંપનીની આર્થિક સ્થિતિ મજબૂત છે તો તેના બોન્ડને પણ પ્રમાણમાં સુરક્ષિત જ માનવામાં આવે છે.
બોન્ડ પર તમને પહેલાથી નક્કી દરે વ્યાજ મળે છે. તેને કૂપન કહેવામાં આવે છે. બોન્ડનો વ્યાજ દર પહેલાથી નક્કી હોવાથી તેને ફિક્સ્ડ રેટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહેવામાં આવે છે. બોન્ડની અવધી પણ નક્કી જ હોય છે. જેને મેચ્યોરિટી પીરિયડ કહેવામાં આવે છે. જે એક વર્ષથી 30 વર્ષ સુધીની હોઈ શકે છે.
બોન્ડથી મળતા રિટર્નને યીલ્ડ કહેવામાં આવે છે. યીલ્ડ અને તેના મૂલ્યનો એકબીજા સાથે વિરોધાભાસી સંબંધ હોય છે. તેનો અર્થ છે કે બોન્ડની કિંમત ઘટવા પર યીલ્ડ વધે છે અને બોન્ડની કિંમત વધવા પર તેની યીલ્ડ ઘટે છે. આ વાતને ઉદહારણ સાથે મસજીએ તો, એક બોન્ડની કિંમત 100 રુપિયા છે અને તેનો કૂપન રેટ એટલે કે વ્યાજ દર 10 ટકા છે. આ સ્થિતિમાં 10 ટકાના દરે 100 રુપિયા પર 10 રુપિયા વ્યાજ મળશે. હવે માની લો કે બોન્ડની કિંમત ઘટીને 90 રુપિયા આવી ગઈ છે. પરંતુ તમને વ્યાજ 10 રુપિયા જ મળશે કારણ કે બોન્ડનો કૂપન રેટ નથી બદલાતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર