Home /News /business /

HULના માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ બાદ હવે રોકાણકારોર એ શું કરવું? શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા?

HULના માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ બાદ હવે રોકાણકારોર એ શું કરવું? શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા?

પ્રતિકાત્મક તસવીર

Stock Market Investment: જાન્યુઆરી-માર્ચ 2022માં સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 8.6 ટકા વધીને રૂ. 2,327 કરોડ થયો છે.

  એફએમસીજી સેક્ટર (FMCG sector)માં દિગ્ગજ ગણાતી હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (Hindustan Unilever limited) એટલે કે HULએ 27 એપ્રિલે માર્ચ ક્વાર્ટરના પરિણામ (HUL March quarter results) જાહેર કર્યા છે. આ દરમિયાન ગુરુવારે બપોરના ટ્રેડ દરમિયાન NSE પર HULનો શેર 4.05 ટકા વધીને રૂ. 2232 થયો હોવાનું જાણવા મળે છે.

  આંકડા મુજબ, જાન્યુઆરી-માર્ચ 2022માં સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 8.6 ટકા વધીને રૂ. 2,327 કરોડ થયો છે. અગાઉ જાન્યુઆરી-માર્ચ 2021માં કંપનીને 2143 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. માર્ચ ક્વાર્ટરમાં HULની ઓપરેટિંગ આવક 11 ટકા વધીને 13,462 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના ત્રિમાસિક પરિણામો બાદ રોકાણકારો માટે આ કંપનીના શેર ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા એ જાણવું જરૂરી છે. તો ચાલો HUL અંગે વિવિધ બ્રોકરેજ ફર્મો શું માને છે? તે અંગે જાણકારી મેળવીએ.

  પ્રભુદાસ લીલાધર
  બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર, HULએ ખર્ચમાં વધારા અને ફુગાવાને કારણે વોલ્યુમ ગ્રોથ અને માર્જિન આ વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં દબાણ હેઠળ રહેશે તેવા સંકેત આપ્યા છે. નાણાંકીય વર્ષ 2022-23માં વેચાણમાં 11 ટકા અને ચોખ્ખા નફામાં 13.6 ટકાનો વધારો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન બ્રોકરેજ ફર્મે શેર દીઠ કમાણી (EPS)માં થોડો વધારો થવાની અપેક્ષા રાખી છે અને તેનો અંદાજ વધારીને શેર દીઠ 0.7-1.2 ટકા કર્યો છે. કંપનીએ તેની ખરીદીનું રેટિંગ જાળવી રાખ્યું છે. એટલે કે રોકાણકારો તેના શેર ખરીદી શકે છે. આ સાથે તેનો ટાર્ગેટ પ્રાઈસ અગાઉના 2,356 રૂપિયાથી વધારીને 2,384 રૂપિયા કરવામાં આવ્યો છે.

  મોતીલાલ ઓસ્વાલ
  આ બ્રોકરેજ ફર્મે HULના EPS અંદાજને પહેલા જેવા જ લેવલ પર રાખ્યા છે. મોતીલાલ ઓસવાલે પણ બાય રેટિંગ યથાવત રાખ્યા છે. બ્રોકરેજ ફર્મે પોતાના ટાર્ગેટ પ્રાઇસ 2500 રૂપિયા પ્રતિ શેર રાખ્યા છે.

  આ પણ વાંચોઃ-LIC IPO: સૌથી મોટા પબ્લિક ઈશ્યૂ માટે સારી નથી આટલી બાબતો, જાણો સંપૂર્ણ વિગતો

  શેરખાન
  શેરખાનનું માનવું છે કે, HULના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોથી મુખ્ય ગણાતી કેટેગરીમાં માર્કેટ શેર મેળવવામાં મદદ મળી છે. HUL મુખ્ય કેટેગરીમાં પ્રવેશ વધારવા માટે પ્રીમિયમ ઉત્પાદનો અને બજારના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ સાથે જ લાંબાગાળે સતત કમાણી વધારવા માટે ડિજિટાઇઝેશન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. શેરખાને પણ બાય રેટિંગ જાળવી રાખ્યું હતું અને પહેલાની જેમ જ ટાર્ગેટ પ્રાઈસ 2,456 રૂપિયા રાખ્યો હતો.

  આ પણ વાંચોઃ-શા માટે બેંક બનાવે છે લોન ગેરેન્ટર? કોઈના માટે બાંયધરી આપતા પહેલા જાણો આ મહત્વની વાતો

  ક્રેડિટ સુઇસ અને મોર્ગન સ્ટેનલેસ
  CNBC TV 18ના રિપોર્ટ અનુસાર, બ્રોકિંગ ફર્મ ક્રેડિટ સુઇસે પોતાના ટાર્ગેટ પ્રાઇસમાં મોટો ઘટાડો કર્યો છે. માર્કેટ પ્રાઈસ અગાઉ 2,800 રૂપિયા હતી. જે હવે વધારીને 2,550 રૂપિયા કરવામાં આવી છે. ક્રેડિટ સુઇસનું કહેવુ છે કે, કોમોડિટીના ભાવમાં વધારાની અસર EBITDA માર્જિન પર પડશે. એ જ રીતે રિચર્સ હાઉસ મોર્ગન સ્ટેનલીએ તેની માર્કેટ પ્રાઈસ 2,381 રૂપિયા જાળવી રાખી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો ગ્રોથ પોઝિટિવ છે. વધતા ફુગાવા, નબળો વોલ્યુમ ગ્રોથ અને માર્જિન પર દબાણને લઇને મેનેજમેન્ટ સતર્ક છે.

  (Disclaimer: અહીં દર્શાવેલા શેર બ્રોકરેજ હાઉસિસની સલાહ પર આધારિત છે. જો તમે તેમાં નાણાં રોકવા માંગતા હોય, તો પહેલા સર્ટિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લો. News18 તમારા કોઈપણ લાભ અથવા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.)
  Published by:ankit patel
  First published:

  Tags: HUL, Share market, Stock market

  આગામી સમાચાર