મુંબઈ: Tega Industriesના શેરે આજે રોકાણકારોને પ્રતિ શેર 300 રૂપિયાનો ફાયદો (Tega Industries share listing) કરાવ્યો છે. દમદાર લિસ્ટિંગ બાદ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર તેની લિસ્ટિંગ કિંમતની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જે લોકોને ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries IPO) લાગ્યો છે તેમને 65%થી વધારે લિસ્ટિંગ ગેન મળ્યો છે. આઈપીઓ માટે રોકાણ કરનાર રોકાણકારો મોટાભાગે લિસ્ટિંગ ગેન લઈને શેરમાંથી Exit કરી લેતા હોય છે. જ્યારે અમુક રોકાણકારો લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના પ્રીમિયમ લિસ્ટિંગ બાદ જેમને શેર લાગ્યા છે તેમણે હવે શું કરવું તે અંગે નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
GCL Securitiesના રવિ સિંઘલનું કહેવું છે કે, જે લોકોએ લૉંગ ટર્મને ધ્યાનમાં રાખીને રોકાણ કર્યું હતું તેમણે પોતાનું રોકાણ જાળવી રાખવું જોઈએ. જેમણે લિસ્ટિંગ લાભ માટે આઈપીઓ ભર્યો હતો તેમણે 60% નફા વસૂલી કરી લેવી જોઈએ. બાકીનું રોકાણ 680 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે જાળવી રાખવું જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું કે પોઝિશનલ ટ્રેડર 3-6 મહિનાના સમયગાળા દરમિયાન રોકાણકારો 840 રૂપિયાના ટાર્ગેટ માટે રોકાણ કરી શકે છે.
Tradingo ના પાર્થ ન્યાતિનું કહેવું છે કે Tega Industries કોલકાતા સ્થિત કંપની છે. કંપનીના ફંડામેન્ટલ ખૂબ મજબૂત છે. કંપની ભવિષ્યમાં ખૂબ સારો દેખાવ કરી શકે છે. નવા રોકાણકારો પૈસા લગાવવા માટે શેરની કિંમતમાં ઘટાડાની રાહ જોઈ શકે છે. જે લોકોએ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કર્યું છે અને જેમને શેર લાગ્યા છે તેઓ 690 રૂપિયાના સ્ટૉપલૉસને ધ્યાનમાં રાખીને પોતાનું રોકાણ જાળવી રાખી શકે છે.
Tega Industries પર બુલિશે હોવા અંગે રવિ સિંઘલે જણાવ્યું કે, આ સ્ટૉકનું વેલ્યુએશન તેના ગ્લોબલ પીયર્સથી સામાન્ય છે. જ્યારે તેનો ગ્રોથ રેટ ગ્લોબલ પીયર્સની સરખામણીમાં સારો છે. આને ધ્યાનમાં રાખીને આશા રાખી શકાય કે નાણાકીય વર્ષ 2022ના આગામી બે ત્રિમાસિકમાં કંપનીનું પરિણામ જોરદાર રહેશે.
ધમાકેદાર લિસ્ટિંગ (Tega Industries IPO Listing)
BSE પર ટેગા ઇન્ડસ્ટ્રીઝની શેર 753 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર 760 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એટલે કે BSE પર ટેગા ઇન્ડસ્ટ્રીઝનો શેર આશરે 66.23 ટકા અને એનએસઈ પર 67.77 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO
કોલકાતા સ્થિતિ ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (Tega Industries) આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો આઈપીઓબની ગયો છે. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 219 ગણો ભરાયો છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓને તમામ કેટેગરીમાં સારો રિસ્પોન્સ (Tega Industries IPO subscription) મળ્યો છે. રિટેલ માટે અનામત હિસ્સો 29.44 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 666.19 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનોલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 215.45 ગણો ભરાયો છે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝ પૉલીમર આધારિત મીલ લાઇનર્સ બનાવતી દેશની બીજી સૌથી મોટી કંપની છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના સ્વીડનના સ્કેજા ABના સહયોગથી 1978માં ભારતમાં થઈ હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનકાએ 2001માં કંપનીમાં સ્કેજા ABની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર