Home /News /business /પતંજલી ફૂડ્સના શેરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો, એક્સપર્ટ્સે કહ્યું હજુ 43 ટકા વધી શકે

પતંજલી ફૂડ્સના શેરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો, એક્સપર્ટ્સે કહ્યું હજુ 43 ટકા વધી શકે

પતંજલિ ફૂડ્સનો શેર 52 સપ્તાહની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો, હજુ પણ રહેશે મજબૂત પ્રદર્શન

Patanjali Foods Share Price: શુક્રવારે પતંજલી ફૂડ્સના શેરની કિંમતોમાં ભારે વોલ્યુમમાં કારોબાર સાથે 52 સપ્તાહનો હાઈ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે હાલમાં જ એન્ટિક દ્વારા પતંજતલી ફૂડ્સના શેરની કિંમતોનો ટાર્ગેટ 1725 રુપિયા જાહેર કરવામાં આવ્યો છે જે તેની હાલની કિંમતમાં 43 ટકાનો ઉછાળો સૂચવે છે.

વધુ જુઓ ...
મુંબઈઃ પતંજલિ ફૂડ્સ (Patanjali Foods or erstwhile Ruchi Soya)નો શેર શુક્રવારે વધીને 52 સપ્તાહની ઊંચી સપાટી (Patanjali foods shares scale 52 week high)એ પહોંચ્યો હતો. આ શેર સતત બીજા સેશનમાં વધ્યો હતો. ત્યારે બ્રોકરેજે પતંજલિ ફૂડ્સના સ્ટોક માટે રૂ.1,725નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે ગુરુવારના બંધ ભાવથી 43 ટકા અપસાઇડ સૂચવે છે.

4.6 ટકાના વધારા સાથે બંધ થયો શેર

બીએસઈ પર પતંજલિ ફૂડ્સનો શેર રૂ.54.9 અથવા 4.6 ટકાના વધારા સાથે રૂ.1261.3ની સપાટીએ બંધ રહ્યો હતો. શેર સેશન દરમિયાન અપર સર્કિટમાં રૂ.1266.8ની 52 સપ્તાહની ટોચની સપાટીને સ્પર્શી ગયો હતો. શેરમાં ઊંચા વોલ્યુમ સાથે વેપાર થયો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર છેલ્લા બે અઠવાડિયામાં દૈનિક સરેરાશ 33,000ની સામે દિવસ દરમિયાન BSE પર કુલ 2.6 લાખ પતંજલિ ફૂડ્સના શેરની લે વેચ થઈ છે.

Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

2024 સુધી રહેશે પતંજલીનું પર્ફોમન્સ મજબૂત

એન્ટિકના જણાવ્યા અનુસાર, કંપની છે પતંજલિ ફૂડ્સ માર્ચ 2022 માં પૂરા થયેલા વર્ષથી માર્ચ 2024 માં પૂરા થતા વર્ષ સુધી એક મજબૂત પ્રદર્શન આપવા માટે સક્ષમતા દર્શાવી રહી છે. બ્રોકરેજનો અંદાજ પતંજલિ ફૂડ્સ માટે 22 ટકાની આવક વૃદ્ધિ અને કમાણીમાં 49 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

રૂ.4350 કરોડમાં ખરીદી રૂચિ સોયા

જૂનમાં રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીએ પેરેન્ટ પતંજલિ આયુર્વેદના ફૂડ બિઝનેસને 690 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો હતો. 2019માં પતંજલિ આયુર્વેદે નાદારી પ્રક્રિયા દ્વારા રૂચિ સોયાને 4,350 કરોડ રૂપિયામાં હસ્તગત કરી હતી.

ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

રોકાણકારોને આપ્યું 9 ટકાથી વધુનું રોકાણ

પતંજલિ ફૂડ્સના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને નવ ટકાથી વધુ વળતર આપ્યું છે. જે સમયગાળામાં નિફ્ટી50 બેન્ચમાર્ક 2.7 ટકા વધ્યો છે. ગયા મહિને પતંજલિ ફૂડ્સે એપ્રિલ-જૂનના ગાળામાં ચોખ્ખો નફો 39 ટકા વધીને રૂ.241.3 કરોડ નોંધાવ્યો હતો. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર તેની આવક વર્ષના આધાર પર 36.9 ટકા વધીને 7,211 કરોડ રૂપિયા રહી છે. જોકે, કંપનીનું માર્જિન એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ 90 બેસિસ પોઇન્ટ ઘટીને 5.4 ટકા રહ્યું હતું.

નોંધનીય છે કે, ઓઇલ એન્ડ ગેસ અને આઇટી શેરોમાં થયેલા નુકસાનને કારણે ફાઇનાન્શિયલ અને એફએમસીજી શેરમાં ઉછાળો સરભર રહેતા ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી50 શુક્રવારે વોલેટાઇલ સેશન ફ્લેટ પર બંધ થયા હતા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Ramdev, Ruchi Soya, Stock market Tips

विज्ञापन
विज्ञापन