Home /News /business /

જાણો અંબાણી કેટલા દિવસ સુધી ઉઠાવી શકે છે ભારત સરકારનો ખર્ચ?

જાણો અંબાણી કેટલા દિવસ સુધી ઉઠાવી શકે છે ભારત સરકારનો ખર્ચ?

    શું કોઈ એટલું અમીર હોય કે તેની પાસે એટલી સંપત્તિ હોય જેનાથી એ આખા દેશનો એક દિવસનો પણ ખર્ચ ઉઠાવી શકે. વિશ્વના જે ધનિકો છે તે કેટલા દિવસ દેશની સરકારનો ખર્ચ ઉઠાવી શકે એ જાણવા માટે બ્લૂમબર્ગે 2018 રોબિન હૂડ ઈન્ડેક્સ બનાવ્યો છે. આ ઈન્ડેક્સમાં કુલ 49 દેશોનો સમાવેશ થાય છે. આ ઈન્ડેક્સને તૈયાર કરવા માટે વિભિન્ન દેશોની અલગ અલગ સરકારો તેમના વિભિન્ન ખર્ચ અને તે દેશના સૌથી અમીર વ્યક્તિને સામેલ કરવામાં આવ્યાં.

    આ ઈન્ડેક્સમાં ડિસેમ્બર 2017ના અંતમાં દેશના સૌથી મોટા વ્યક્તિની સંપત્તિ અને તે દેશની સરકારને ચલાવવા માટે કરવામાં આવતા રોજના ખર્ચની તુલના કરવામાં આવી. તમને જણાવી દઈએ કે 49માંથી માત્ર 4 દેશ એવા છે જ્યાં કે સૌથી અમીર વ્યક્તિ એક મહિલા છે. જેમાં અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચિલી અને નેધરલેન્‍ડ પણ સામેલ છે.

    ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ 40.3 અરબ ડોલર છે. તેઓ પોતાના ખર્ચે આખા ભારત દેશની સરકાર 20 દિવસ સુધી ચલાવી શકે છે. તમને જણાવી દઈએ કે એક અનુમાન પ્રમાણે રોજનો કુલ ખર્ચ 198.72 કરોડ ડોલર છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 4030 કરોડ ડોલર છે. જીડીપીની તુલનામાં ભારત સરકારનો ખર્ચ 27.3 ટકા જેટલો છે.

    ચીનના ઉદ્યોગપતિ જેક મા 45.5 અરબ ડોલરની સંપત્તિ સાથે માત્ર 4 જ દિવસ પોતાનો દેશ ચીનને ચલાવી શકે છે. તેવી જ રીતે દુનિયામાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા એમેઝોન કંપનીના માલિક જેફ જેબોસ પોતાના દેશ અમેરિકાનો 5 દિવસનો ખર્ચ ઉઠાવી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mukesh aambani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन