જાણો 10 વર્ષ સુધી બેંકમાં જમા પૈસાનો ઉપયોગ નહીં કરો તો શું થશે!

જમા પૈસાનો 10 વર્ષ સુધી ઉપયોગ ન કરો તો બેંક અહીં કરશે ટ્રાન્સફર

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે બેંકોમાં અનધિકૃત થાપણને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 2014માં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ એવેરનેસ ફંડ (DEAF)યોજના રજૂ કરી છે. ચાલો તેના વિશે જાણીએ.

 • Share this:
  નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં જણાવ્યું હતું કે બેંકો અને વીમા કંપનીઓમાં દાવો ન કરાયેલી ડિપોઝિટ રકમ 32.455 કરોડ રુપિયા થઇ ગઇ છે. બેંકોમાં અનધિકૃત થાપણો ગયા વર્ષે 26.8% વધી. આ રકમ 14,578 કરોડ રુપિયા થઈ ગઈ છે. આ માટે બેંક સાથે સંકળાયેલા એક ખાસ નિયમ વિશે જાણીએ.

  બેન્ક એકાઉન્ટનો 10 વર્ષ સુધી નથી કર્યો ઉપયોગ - નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે બેંકોમાં અનધિકૃત થાપણને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 2014માં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ એવેરનેસ ફંડ યોજના રજૂ કરી છે.

  આ હેઠળ 10 વર્ષ કે તેથી વધુ સમય માટે નિષ્ક્રિય થયેલા તમામ ખાતાઓમાં ડિપોઝિટના વ્યાજ અથવા 10 વર્ સુધી કોઇએ દાવો કર્યો નથી તેના વ્યાજની રકમ DEAF માં જમા કરવામાં આવે છે.  જો કોઇ ગ્રાહક પૈસા ઉપાડવા માંગે છે તો - જો કોઈ ગ્રાહક દાવો કરે છે કે તો બેંક તેને વ્યાજ સાથે પૈસા ચૂકવે છે. આ કિસ્સામાં બેંકો DEAF પાસેથી રિફંડનો દાવો કરે છે.

  નાણામંત્રીએ કહ્યું કે ડીઇએએફમાં ટ્રાન્સફર રકમ પર પહેલા ચાર ટકા વ્યાજ ચૂકવવામાં આવતુ હતું. પહેલી જુલાઈ 2018થી તે ઘટીને 3.5% થઈ ગયું છે.  શું છે કાયદો-
  આ સ્કીમ હેઠળ બેંક 10 વર્ષથી વધુ સમયથી ઓપરેટ ન કરનારા તમામ ખાતાઓમાં રહેલી રકમ તેના વ્યાજ સાથે ગણતરી કરે છે અને તે રકમને DEAFમાં ટ્રાન્સફર કરે છે.

  જો DEAFમાં ટ્રાન્સફર થઇ ચુકેલી ડિપોઝિટનો ગ્રાહક આવી જાય છે તો બેંક વ્યાજ સાથે કસ્ટમરને ચુકવણી કરે છે અને DEAFથી રિફંડ માટે દાવો કરે છે.

  DEAF નો ઉપયોગ ડિપોઝિટના વ્યાજનું પ્રમોશન અને અન્ય સંબંધિત હેતુઓને પ્રોત્સાહન આપવા માટે થાય છે, જે આરબીઆઈ ભલામણ કરી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published: