Crypto Explained: જો સરકાર પ્રતિબંધ મૂકશે તો તમે ખરીદેલા બિટકોઈનનું શું થશે?

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ આવશે.

Crypto Explained: આ સમયે દુનિયામાં સાત હજારથી વધારે અલગ અલગ પ્રકારના Crypto Coins ચલણમાં છે. આ એક પ્રકારના ડિજિટલ સિક્કા છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ (Investment in Cryptocurrency) કરવાનું વિચારી રહ્યા છો અથવા પૈસાનું રોકાણ કર્યું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. હકીકતમાં ભારત સરકાર બહુ ઝડપથી દેશમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં (India to ban all private Cryptocurrencies) છે. 26 નવેમ્બરના રોજ શરૂ થઈ રહેલા સંસદના શિયાળું સત્રમાં (Winter session) કેન્દ્ર સરકાર 26 નવા બિલ લાવશે, જેમા ત્રણ વટહુકમ પણ સામેલ છે. મંગળવારે સાંજે શિયાળું સત્ર માટે જાહેર એજન્ડામાં આ વાતનો ઉલ્લેખ છે.

    આ તમામ બિલ વચ્ચે લોકોની નજર એક બિલ પર ટકી છે. આ બિલ ક્રિપ્ટોકરન્સી બિલ (Cryptocurrency Bill) છે. લોકો એવો કયાસ લગાવી રહી છે કે શું મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેશે કે પછી અમુક શરતો સાથે તેને ચાલુ રાખશે? આ તમામ વાત બિલ આવ્યા બાદ જ માલુમ પડશે. ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા બિલનું નામ 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' છે. સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે તમારા મનમાં પણ સવાલ હશે. અમે અહીં તમારા સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

    જો પ્રતિબંધ લાગશે તો ક્રિપ્ટોકરન્સીનું શું થશે?

    ઝીરોધા (Zerodha)ના સહ-સ્થાપક નિખિલ કામથે (Nikhil Kamath) ટ્વિટર પર એક ટ્વીટ કરીને કહ્યું કે, જો સરકાર આ બિલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરે છે તો ક્રિપ્ટોકરન્સીનું શું થશે?

    આ પણ વાંચો: Cryptocurrency Bill 2021: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે, પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ

    એવું માનવામાં આવી રહ્યું છે કે આ બિલ બિટકોઈન સહિત બીજા ક્રિપ્ટોમાં રોકાણ કરનાર રોકાણકારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમના કહેવા પ્રમાણે જો સરકાર પ્રતિબંધ મૂકી દે છે તો બેંક અને ક્રિપ્ટો એક્સચેન્જો વચ્ચે લેવડદેવડ બંધ થઈ જશે. તમે ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરવા માટે તમારા વર્તમાન ચલણને પરિવર્તિત નહીં કરી શકો. આ સાથે જ તમે તેને બદલી પણ નહીં શકો.

    દુનિયાભરમાં 7 હજારથી વધારે ક્રિપ્ટો સિક્કા ચલણમાં

    આ સમયે દુનિયામાં સાત હજારથી વધારે અલગ અલગ પ્રકારના Crypto Coins ચલણમાં છે. આ એક પ્રકારના ડિજિટલ સિક્કા છે. વર્ષ 2013 સુધી દુનિયામાં ફક્ત એક જ ક્રિપ્ટોકરન્સી BitCoin હતી. બિટકોઈન કરન્સી 2009માં લૉંચ કરવામાં આવી હતી. બિટકોઈન આજે ભારત સહિત આખા વિશ્વમાં લોકપ્રીય છે.

    આ પણ વાંચો: ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ માટે બિલ લાવવાની તૈયારી વચ્ચે બિટકોઈનમાં કડાકો 

    RBI દ્વારા જાહેર કરવામાં આવનાર ડિજિટલ કરન્સી પર ચર્ચા

    સંસદના શિયાળું સત્ર દરમિયાન ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવનાર ડિજિટલ કરન્સી પર પણ ચર્ચા કરવામાં આવશે. સમિતિની બેઠકના થોડા દિવસ પહેલા PM મોદીએ અલગ અલગ મંત્રાલયો અને રિઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રિપ્ટોકરન્સી મુદ્દે ચર્ચા કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: