Home /News /business /Stock Market Crash: બે સપ્તાહમાં સેન્સેક્સ 4,000થી વધુ પોઈન્ટ તૂટ્યો, શું માર્કેટમાં 1920ના દાયકા જેવી સ્થિતિ ઊભી થઇ રહી છે?

Stock Market Crash: બે સપ્તાહમાં સેન્સેક્સ 4,000થી વધુ પોઈન્ટ તૂટ્યો, શું માર્કેટમાં 1920ના દાયકા જેવી સ્થિતિ ઊભી થઇ રહી છે?

Stock Market Crash: વૈશ્વિક અને ભારતીય બજારો વચ્ચે ગાઢ સંબંધ હોવાની વાત ભારતીય રોકાણકારોએ જાણી લેવી જરૂરી છે. ભારતીય બજારોને વૈશ્વિક બજારોની અસર નહીં થાય તેવું માની લેવું યોગ્ય નથી.

Stock Market Crash: વૈશ્વિક અને ભારતીય બજારો વચ્ચે ગાઢ સંબંધ હોવાની વાત ભારતીય રોકાણકારોએ જાણી લેવી જરૂરી છે. ભારતીય બજારોને વૈશ્વિક બજારોની અસર નહીં થાય તેવું માની લેવું યોગ્ય નથી.

મુંબઇ: યુક્રેન પર રશિયાના હુમલાના કારણે ભારતીય શેરબજાર (Stock Market)માં એક પછી એક કડાકા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષ સુધી કોરોના મહામારીના કારણે રોકાણકારો (Investors)ના શ્વાસ અધ્ધર રહ્યા હતા, ત્યાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ (Russia-Ukraine Crisis)ના કારણે ફરીથી બજારમાં રોકાણકારો (Investors of stock market) સામે પડકારો ઊભા થયા છે. છેલ્લા બે અઠવાડિયામાં સેન્સેક્સ (Sensex) 15 ટકાથી વધુ ગબડી ચૂક્યો છે. બીજી તરફ અમેરિકાના સ્ટોક માર્કેટ (US Stock Markets)ની હાલત પણ ખરાબ છે.

વર્તમાન કપરા સમયે રોકાણકારોને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હવે આગળ શું થશે? તેવા પ્રશ્નથી રોકાણકારો મૂંઝાઈ રહ્યા છે. ત્યારે અંગ્રેજી બિઝનેસ ન્યૂઝ વેબસાઇટ ઇકોનોમિક્સ ટાઈમ્સના આર્ટિકલમાં રોકાણકારોના આ પ્રશ્નનો જવાબ છે. તો ચાલો જાણીએ આ આર્ટીકલમાં શું જણાવાયું છે?

1920ની સ્થિતિ

વર્તમાન પરિસ્થિતિઓ અને 1920ની મોનેટરી પોલિસી વચ્ચે સમાનતા છે. પહેલા તો બજાર ખૂબ જ તેજીમાં હતું અને પછી પડી ભાંગ્યું હતું. 1930 અને 1932ની વચ્ચે ડાઉ જોન્સ 89 ટકા તૂટી ગયો હતો. આનો અર્થ એ છે કે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવામાં અને સમયસર નિર્ણયો લેવામાં કેન્દ્રીય બેંકની ભૂલના ગંભીર પરિણામો આવી શકે છે. કટોકટી સમયે કેન્દ્રીય બેંકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

કેન્દ્રીય બેંકો ઘણી વખત પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવાનું ભૂલી જાય છે. તેમને લાગે છે કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એક કે બે નાના પગલા પૂરતા હશે. પણ, એવું થતું નથી. સમસ્યા ચાલુ રહે છે અને ઘણી વખત તે પહેલા કરતા વધુ ગંભીર સ્વરૂપ લે છે. ત્યારબાદ બેંકો સમસ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે અને આ ટ્રેન્ડ આગળ વધે છે. મુખ્ય વ્યાજ દરોમાં ફેરફાર કેન્દ્રીય બેંકો માટે હુકમના એક્કા સમાન કામ કરે છે.

વ્યાજદરમાં ફેરફારની અસર

વ્યાજદરમાં ફેરફારની સીધી અસર અમેરિકાના ઇક્વિટી માર્કેટ પર પડે છે. ત્યારબાદ તેની અસર વિકાસ પામતા બજારો, બોન્ડ માર્કેટ અને કોમોડિટી માર્કેટ પર પણ જોવા મળે છે. 2000માં ડોટ કોમની તેજી, 1987ની કટોકટી, 1920ની કટોકટી અને 2021-22ની અત્યારની કટોકટીમાં એક પ્રકારની પેટર્ન જોઇ શકાય છે. આ તમામ સંકટોમાં શેરબજાર એક-બે વર્ષ સુધી ચઢે છે અને ત્યારબાદ તેમાં એકાએક કડાકો આવી જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બજારને રિકવર થવામાં થોડો સમય લાગે છે.

આ પણ વાંચો: શેરનું બાયબેક એટલે શું? રોકાણકારોને શું ફાયદો થાય? કંપની શા માટે કરે છે બાયબેક?

વૈશ્વિક બજાર અને ભારતીય બજારો વચ્ચે સંબંધ

વૈશ્વિક અને ભારતીય બજારો વચ્ચે ગાઢ સંબંધ હોવાની વાત ભારતીય રોકાણકારોએ જાણી લેવી જરૂરી છે. ભારતીય બજારોને વૈશ્વિક બજારોની અસર નહીં થાય તેવું માની લેવું યોગ્ય નથી. ઇતિહાસ અને ડેટા આ બાબતના પાક્કા સંકેતો આપે છે. છેલ્લા 10થી 15 વર્ષમાં ભારત અને અમેરિકાના બજારોનું વર્તન એક સરખું જ રહ્યું છે. આપણે અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના નિર્ણયનું પાલન કરતા હોય તેવું જણાય છે. જો ફેડરલ રિઝર્વ ભૂલ કરશે તો વોલેટાલિટીમાં વધારો થશે.

આ પણ વાંચો: ભારતીય શેર બજારમાં LICની ભાગીદારી કેટલી? કેટલી કંપનીઓમાં LICએ કર્યું છે રોકાણ?

ઉલ્લેખનીય છે કે, 1930થી 1932 વચ્ચે અમેરિકાના શેર બજારોમાં 89 ટકાનો કડાકો બોલી ગયો ત્યારે ફેડરલ રિઝર્વ યોગ્ય પગલાં લેવાનું ચૂકી ગઈ હતી. જેના પરિણામે બજારને તેના હાઈ પર પહોંચવામાં બે દાયકાનો સમય લાગ્યો હતો. તેથી લાંબા ગાળે ઉદાર નાણાકીય નીતિના જીવલેણ પરિણામો આવી શકે છે તેવું કહી શકાય. શેર બજારોમાં ઉધારના નાણાને કારણે આવેલી તેજી સ્થિતિ બદલાતા જ ખતમ થઈ શકે છે. ત્યારે આપણે ભૂતકાળમાં બનેલી ઘટનાને સમજીને ભવિષ્યની તૈયારી કરી શકીએ છીએ.
First published:

Tags: Is situation like 1920 decade in Indian stock market.

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો