Home /News /business /'ફ્લાઇટ' મોડી કે રદ થાય તો? કંપની રહેવા-જમવાનું આપશે કે નહિ! જાણો તમારા અધિકારો

'ફ્લાઇટ' મોડી કે રદ થાય તો? કંપની રહેવા-જમવાનું આપશે કે નહિ! જાણો તમારા અધિકારો

જો તમારી ફ્લાઇટ મોડી અથવા રદ થાય છે, તો તમારી પાસે ઘણા અધિકારો છે.

જો તમારી ફ્લાઇટ મોડી અથવા રદ થાય છે, તો તમારી પાસે ઘણા અધિકારો છે જેનો તમે લાભ લઈ શકો છો. જેમાં ફ્રી રહેવા અને જમવાની વ્યવસ્થાથી લઈને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પણ મળવા પાત્ર છે.

    Flight Cancellation Rules: શિયાળાની ઋતુમાં નબળી વિઝિબિલિટી અથવા ખરાબ હવામાનને કારણે ઘણી વખત ફ્લાઈટ્સનું ટેકઓફ મોડું થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તે રદ પણ થાય છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એરપોર્ટ પર કલાકો સુધી બેસી રહેવું અથવા ફ્લાઈટ કેન્સલેશનને કારણે કોઈ અગત્યનું કામ ચૂકી જવું એ નિરાશાજનક અનુભવ હોઈ શકે છે.

    જો કોઈ પેસેન્જરની ફ્લાઈટ કેન્સલ થાય કે મોડી થાય તો આવી સ્થિતિમાં તેમને શું અધિકાર છે. તે એરલાઇન પાસેથી કઈ વસ્તુઓની માંગ કરી શકે છે. આજે આ લેખમાં, અમે આ બાબતોની ચર્ચા કરીશું, જેથી જ્યારે સમય આવે, ત્યારે તમે આ અધિકારોનો લાભ લઈ શકો. 2019 માં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ સંબંધમાં એક ચાર્ટર બહાર પાડ્યું હતું, ચાલો જોઈએ તેમાં શું કહેવામાં આવ્યું છે.

    આ પણ વાંચો:31 માર્ચ પહેલા PANને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી, આ રીતે ઘરે બેઠા જ કરી દો લિંક

    મોડું થવા પર અધિકારો


    ડીજીસીએના જણાવ્યા અનુસાર, જો કોઈ ફ્લાઈટ 6 કલાકથી વધુ મોડી થાય છે, તો મુસાફરોને તેના 24 કલાક પહેલા ફરીથી નિર્ધારિત સમય વિશે જાણ કરવી પડશે. તેમજ જો મુસાફરો આટલો લાંબો સમય રાહ જોવા માટે તૈયાર ન હોય તો તેમને બીજી ફ્લાઈટમાં મોકલવા જોઈએ અથવા તો સમગ્ર પૈસા પરત કરવામાં આવે. જો 24 કલાકથી વધુ સમયનો વિલંબ થશે, તો એરલાઇન મુસાફરો માટે મફત હોટલમાં રહેવાની વ્યવસ્થા કરશે. જો કોઈ ફ્લાઈટ સવારે 8 થી 3 વચ્ચે ટેકઓફ થવાની હોય પરંતુ તેમાં 6 કલાક વિલંબ થાય તો મુસાફરો માટે હોટેલમાં વિનામૂલ્યે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબના કિસ્સામાં, કંપની મુસાફરોને ભોજન અને નાસ્તો આપશે. આ નિશ્ચિત સમય ફ્લાઇટના બ્લોક સમય પર નિર્ભર રહેશે. એરક્રાફ્ટના ટેકઓફ અને ડેસ્ટિનેશન સ્થાન પર ઉતરાણ વચ્ચેનો સમય બ્લોક ટાઈમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો બ્લોકનો સમય 2:30 કલાકનો છે, તો તેના 2 કલાક મોડું થવા પર નાસ્તો અને ભોજન આપવા પડશે.


    ફ્લાઇટ રદ થાય તો


    સામાન્ય રીતે, વિમાન કંપનીઓ વાસ્તવિક ફ્લાઇટના સમયના 2 અઠવાડિયા પહેલા મુસાફરોને ફ્લાઇટ રદ કરવાની માહિતી આપે છે. આવી સ્થિતિમાં, કાં તો એરલાઇન તમારા માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરશે અથવા તમને રિફંડ ઓફર કરશે. જો એરલાઈન કંપની પેસેન્જરને 24 કલાક અગાઉ પણ ફ્લાઇટ કેન્સલ કરવાની જાણ કરવામાં નિષ્ફળ જાય અથવા ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એ જ ટિકિટ પર લિસ્ટેડ કનેક્ટિંગ ફ્લાઈટ મિસ થઈ જાય, તો પેસેન્જર્સને વળતર મળે છે. આ વળતર 5,000-10,000 ની વચ્ચે હોઈ શકે છે. જો તમે રોકડથી ચૂકવણી કરી હોય, તો એરલાઈને તરત જ પૈસા પાછા આપવા પડશે. જ્યારે, ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા બુકિંગ કરાવવાના કિસ્સામાં, આ રકમ 1 અઠવાડિયાની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે. રિફંડમાં પેસેન્જર સર્વિસ ફી, એરપોર્ટ ડેવલપમેન્ટ ફી અને સર્વિસ ટેક્સનો સમાવેશ થાય છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Flight Service, Human Rights

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन