Home /News /business /શું તમારું Aadhar card ખોવાઈ ગયું છે? તો આવી રીતે મેળવી શકો છો તમારો UID નંબર

શું તમારું Aadhar card ખોવાઈ ગયું છે? તો આવી રીતે મેળવી શકો છો તમારો UID નંબર

આધાર કાર્ડ

Aadhaar card lost: આધાર કાર્ડ ઓનલાઈન મેળવી શકાય તે માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ડિજિટલ સેવા શરૂ કરી છે.

નવી દિલ્હી. Aadhaar card lost: આધાર કાર્ડ (Aadhar card) ખૂબ મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે. દેશમાં મોટાભાગના સરકારી અને બેન્કિંગને લગતા કામ આધાર કાર્ડ વગર અશક્ય છે. આવી સ્થિતિમાં તમે તમારું આધાર કાર્ડ ખોઈ બેસો (Lost your Aadhaar card) તો તે તમારા માટે ખૂબ જ સમસ્યારૂપ હોઈ શકે છે. જો મતદાર કાર્ડ અને પાન કાર્ડ (PAN card) જેવા ઓળખ દસ્તાવેજો ખોવાઈ જાય તો પોલીસ સ્ટેશને જઈ અરજી કરવાની રહે છે. અલબત્ત, જો તમે તમારું આધાર કાર્ડ ગુમાવી દો તો તમે તેને સરળતાથી મેળવી શકો છો.

આધાર કાર્ડ ઓનલાઈન મેળવી શકાય તે માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ડિજિટલ સેવા શરૂ કરી છે. આ સેવા મારફતે આધાર કાર્ડ ધારકો કોઈપણ મુશ્કેલી વિના આધાર કાર્ડ ઓનલાઇન મેળવી શકે છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ઓનલાઇન UID નંબર અને આધાર કાર્ડ ફરી મેળવી શકો છો.

ઓનલાઇન પદ્ધતિથી આધાર કાર્ડ કઈ રીતે પરત મેળવવું?

આ માટે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.inની મુલાકાત લો. ત્યારબાદ તેના હોમપેજ પર આધાર સર્વિસીસ ટેબ હેઠળ My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં હવે Retrieve Lost or Forgotten EID/UID વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં તમારે તમારી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, નામ અને ઈમેઈલ આઇડી સહિતની વિગતો દાખલ કરવી પડશે.

આટલું કર્યા બાદ તમને તમારા મોબાઈલ નંબર પર OTP મળશે. આ OTP દાખલ કરવાનો રહેશે. થોડીવારમાં તમને તમે UID/EID નંબર SMSના માધ્યમ મળશે. આ UID નંબરનો ઉપયોગ તમે ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરવા કરી શકો છો.

આ પણ વાંચો: આધાર કાર્ડનો દુરુપયોગ પડશે ભારે, UIDAI હવે ફટકારી શકે છે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ

આધાર કાર્ડ રિપ્રિન્ટ કઈ રીતે કરવું?

UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈ 'Order Aadhaar Reprint'' વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં વેબપેજ પર UID અથવા EID વિકલ્પ પર ક્લિક કરો. હવે, ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને આધાર UID, EID અથવા VID અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. આટલું કરવાથી તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર OTP મળશે. હવે ઓનલાઇન ચુકવણી કરો અને તેની રિસીપ સેવ કરો. SMS દ્વારા તમને કન્ફર્મેશન મોકલવામાં આવશે. ત્યારબાદ તમારું આધાર કાર્ડ પ્રિન્ટ કરી તમને મોકલવામાં આવશે.
First published:

Tags: Aadhaar card, Document, UID, મોબાઇલ