LPG ગ્રાહકોનો મોટો સવાલ! BPCLના ખાનગીકરણ બાદ સબસિડી ચાલુ રહેશે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડે રાંધણ ગેસના વેપાર માટે એક અલગ યૂનિટ બનાવવાની યોજના બનાવી છે.

  • Share this:
    નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની કંપની ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL)માં કેન્દ્ર સરકાર પોતાના હિસ્સો (Government Stake) વેચવા જઈ રહી છે. આથી હવે બીપીસીએલના 7.3 કરોડ રાંધણ ગેસ ગ્રાહકો સામે મોટો સવાલ ઊભો થયો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું બીપીસીએલનું ખાનગીકરણ (Privatization of BPCL થયા બાદ પણ તેમને એલપીજી ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી (LPG Subsidy) મળશે કે નહીં? કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ એલપીજી વેપાર માટે એક અલગ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ (Strategic business unit) બનાવવાની યોજના બનાવી છે. બીપીસીએલના નવા માલિકને અધિગ્રહણના ત્રણ વર્ષ બાદ કંપનીના એલપીજી વેપારને પોતાના પાસે રાખવાનો કે તેને વેચી દેવાનો અધિકાર મળશે.

    બીપીસીએલના 7.3 કરોડ ગ્રાહકોને સબસિડીનો લાભ મળતો રહેશે

    એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ત્રણ વર્ષ પછી પણ જો બીપીસીએલના નવા માલિક એલપીજી બિઝનેસને પોતાની પાસે રાખવાનો નિર્ણય કરશે તો પણ ગ્રાહકોને સબસિડી મળતી રહેશે. જો નવા માલિક એલપીજી બિઝનેસને પોતાની પાસે રાખવાનો ઇન્કાર કરશે તો ત્રણ વર્ષ બાદ એલપીજી ગ્રાહકોને સરકારી કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

    આ પણ વાંચો: 

    અધિકારીએ કહ્યુ કે, સરકાર બીપીસીએલના 7.3 કરોડ ગ્રાહકોને ખાનગીકરણ બાદ પણ સબસિડીનો લાભ આપશે. જોકે, ખાનગી કંપનીને સબસિડી આપવાના હિતના ટકરાવને પગલે એલપીજી બિઝનેસને સ્ટ્રેટજિક બિઝનેસ યૂનિટ અંતર્ગત અલગ રાખવામાં આવશે.

    આ પણ જુઓ-

    બીપીસીએલ સિવાય કોઈ ખાનગી કંપનીને સબસિડી નહીં આપવામાં આવે

    અધિકારીએ કહ્યુ કે, SBU અલગથી ખાતાઓનો હિસાબ રાખશે. સાતે જ યૂનિટ સરકાર તરફથી મળેલી સબસિડી અને ગ્રાહકોને આપવામાં આવેલા સબસિડીની નોંધ રાખશે. કૌભાંડને રોકવા માટે SBU એકાઉન્ટ્સનું ઑડિટ પણ કરાવવામાં આવશે. અધિકારીએ કહ્યુ કે, ખાનગીકરણ બાદ બીપીસીએલના ગ્રાહકોને સબસિડી આપવાનો મતલબ એવો નથી કે ખાનગી એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સને પણ સબસિડી આપવામાં આવશે. અધિકારીએ કહ્યુ કે, બીપીસીએલ જેવી જૂની કંપનીના ગ્રાહકોની સબસિડી ખતમ ન કરી શકાય. આથી બીપીસીએલના ખાનગીકરણ બાદ પણ નવી કંપની પર ત્રણ વર્ષ સુધી નિયંત્રણ રહેશે. ઉલ્લેખનીય છે કે સરકાર વર્ષમાં 12 ગેસ સિલિન્ડર સુધી સબસિડી આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: