Walmart-Flipkart ડીલથી 3 કરોડ દુકાનદારને થશે અસર, વધી શકે બેરોજગારી

News18 Gujarati
Updated: May 10, 2018, 12:44 PM IST
Walmart-Flipkart ડીલથી 3 કરોડ દુકાનદારને થશે અસર, વધી શકે બેરોજગારી

  • Share this:
અમેરિકાની સૌથી મોટી રિટેલચેન વોલમાર્ટે ભારતીય ઇકોમર્સ કંપની ફ્લિપકાર્ટને ખરીદવાની જાહેરાત કરી છે. વોલમાર્ટે ફ્લિપકાર્ટનો 77 ટકા ભાગ ખરીદી લીધો છે. આ ડીલ 1.07 લાખ રૂપિયામાં થયો છે. જો કે આ ડીલથી સૌથી મોટી ચિંતા નાના દુકાનદારોની છે. વેપારીઓનું કહેવું છે કે વોલમાર્ટ ઓનલાઇન બજારની મદદથી દેશના ઓફલાઇન બજારને નુકશાન કરશે.

આ ડીલથી દેશના 3 કરોડ સામાન્ય દુકાનદારોને સીધી રીતે અસર કરી નુકશાન કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડીલથી દેશમાં 6 લાખ નોકરી પર તલવાર લટકી રહી છે. ઉલ્લેખનીય છે કે દુકાનદારના સંગઠને પણ આ ડીલને રોકવા માટે સરકારને અપીલ કરી હતી, તેઓએ કોમર્સ મિનિસ્ટ્રીને લેટર લખી દખલ દેવાનું જણાવ્યું હતું. દેશમાં હાલ 7 કરોડ દુકાનદાર છે.



કોર્ટમાં જવાની તૈયારી

ખંડલવાલનું કહેવું છે કે અમે વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં ઇન્વેન્ટમેન્ટ પર નારાજ નથી, વિદેશી કંપનીઓ એફડીઆઇની મદદથી દેશમાં ઇન્વેન્ટ કરી શકે છે. પરંતુ ઇ કોમર્સની મદદ લેવી ખોટું છે. ખંડલવાલે જણાવ્યું કે જો સરકાર આ મામલે કોઇ પગલા નહીં લે તો ટ્રેડર્સ આંદોલન કરશે અને કોર્ટમાં પણ જશે.

FDI કાયદાનું પાલન નથી થતુંCAITના જણાવ્યા પ્રમાણે FDIની 2016ની પોલીસી પ્રમાણે ઇકોમર્સ પ્લેટફોર્મ માત્ર બાયર સેલર પ્લેટફોર્મ રહેશે, જે પોતે પ્રોડક્ટ વેચી શકે નહીં. પરંતુ આ પ્લેટફોર્મ નિયમોની વિરુદ્ધ જઇને પોતાની શેલ કંપનીઓની મદદથી પોતાની પ્રોડક્ટ પણ પોતાના પ્લેટફોર્મ પર વેચી રહ્યાં છે, એટલું જ નહીં માલ રાખવા માટે તેમની પાસે વેરહાઉસ પમ છે, તો તેઓ કિંમતો ઘટાડી ગ્રાહકોને પોતાની તરફ ખેંચી રહ્યાં છે. જે પોલીસીનું ઉલ્લંઘન છે. તેનું કારણ છે કે દેશમાં ઇકોર્મ સેગમેન્ટ માટે કોઇ ખાસ નિયમ કાયદા નથી.

માનવામાં આવે છે કે, વોલમાર્ટને રેગ્યુલેટરી સ્વિકૃતીઓમાં લેવા માટે કોઇ મુશ્કેલી નહીં થાય. કારણ કે એમેઝોન ભારતમાં નંબર ટૂ ઇ કોર્મર્સ કંપની છે અને ફ્લિપકાર્ટ નંબર વન


ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ સ્વીકારી ચૂકી છે કે તેઓ હોલસેલમાં મોટું ડિસ્કાઉન્ટ રજૂ કરી રહ્યું છે અને તે તેમની માર્કેટિંગ ટ્રેટેજીનો જ એક ભાગ છે. જો કે સરકાર આ મુદ્દે પણ વિચાર કે કોઇ પગલા લઇ નથી રહી.
First published: May 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading