આગામી ત્રણ મહિના સુધી લોનની EMI ઉપર છૂટ મેળવવા શું કરવું પડશે? જામો તમામ માહિતી

બીજી તરફ બેંકના મેનેજરે એલ પિંગવાએ કહ્યું કે શાખામાં ઓડિટિંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં તમામ લોનની એમાન્ટને ક્લિયર કરવાની હતી. લોન ક્લિયર કરવા મામલે બેંકને ખેડૂતની સહી પણ જોઇતી હતી. જેના કારણે જ તેને ફોન કરવામાં આવ્યો હતો.

કોરોના સંકટમાં RBI ગવર્નર શક્તિકાંત દાસને શુક્રવારે લોન મોરેટોરિયમની સમય સીમા ત્રણ મહિના સુધી વધારે વધારી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના સંકટમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank of India Shaktikant Das)ને શુક્રવારે લોન મોરેટોરિયમની સમય સીમા ત્રણ મહિના સુધી વધારે વધારી છે. આનો મતલબ એ છે કે જો તમે હોમ લોન કે ઓટો લોન લીધી છે તો તમારી ઈએમઆી રોકવા માટે ત્રણ મહિનાની વધારે સમય મળ્યો છે. આ પહેલા માર્ચથી મે સુધી ત્રણ મહિના સુધી સમય મળ્યો હતો.

  મોટાભાગની બેન્કોએ પહેલાજ કહી દીધું છે. કે જાહેર યોજના અનુસાર તે મોરેટોરિયમ પીરિયડ પછી આ છ મહિનાનું વ્યાજ પાછળથી વસૂલશે. આનો મતલબ એ થયો કે લોન લેનાર લોકો માટે બેવડી સમસ્યા છે. મોટાભાગના લોકો એવા છે કે જેમની આવક ઉપર લોકડાઉનના કારણે અસર થઈ છે. જ્યારે બીજી તરફ તે RBIની લોન મોરેટોરિયમની સુવિધા આપે છે. તેમની ઈએમઆઈની રકમ વધશે કે ઈએમઆઈની સંખ્યા પહેલાની તુલના કરતા વધશે.

  તમે લઈ શકો છો આ ત્રણ ઓપ્શન

  ઓપ્શન નંબર-1 : પહેલા વિકલ્પમાં કહેવામાં આવ્યું છે કે મોરેટોરિયમ પીરિયડમાં ઈએમઆઈ આપવા ઉપર જે વ્યાજ નીકળે છે તે જૂનમાં એક સાથે ચૂકવણું કરવામાં આવશે.

  ઓપ્શન નંબર-2: આ દરમિયાન જે પણ વ્યાજ નીકળે છે તે લોનની બાકીની રમકમાં જોડી દેવાયામાં આવે. તેને વધેલી ઈએમઆઈમમાં વહેંચવામાં આવે. જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આશરે 29 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે તો દર મહિને ઈએમઆઈ 25,225 રૂપિયાની નજીક આવે છે. તમે 12 ઈએમઆઈ ચૂક્યા છે તો 228 ઈએમઆઈ બાકી છે.

  જો તમે મોરેટોરિયમ વિકલ્પ પસંદ કરો છો તો ત્રણ મહિનાની ઈએમઆઈ ટાળો છે તો ત્રણ મહિનાની તમારી ઈએમઆઈ 25,225ની જગ્યાએ 25,650ની આસપાસ થશે. અને તમારી ઈએમઆઈ 228 જ રહેશે.

  ઓપ્શન નંબર-3 :ઈએમઆઈને બદલવામાં ન આવે પરંતુ લોનની સીમા વધારવામાં આવે. જો સરળ શબ્દો કહીએ તો જો તમે આશરે 20 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે. આ ઉપર દર મહિને ઈએમઆઈ 25225 રૂપિયા આસપાસ હશે. અત્યાર સુધી તમે 12 ઈએમાઈ ભરી છે અને 228 બાકી છે. પરંતુ જો મોરેટોરિયમ વિકલ્પ પસંદ કરો છો તો 3 મહિના ઈએમઆઈ ટાળો છો તો ત્રણ મહિના બાદ તમારી ઈએમઆઈ 25225ની જગ્યાએ 25650 રૂપિયની આસપાસ આવશે. અહીં તમારી ઈએમઆઈની સમય સીમાની જગ્યાએ 238 થઈ જશે. એટલે કે તમારા ઉપર 7 ઈએમઆઈનો વધારાનો બોજો પડશે. એવું સમજી લોકો તમારા ઈએમઆઈની સીમા 10 મહિના વધી જશે.

  ઓપ્શન-4 : તમે પહેલાની જેમ સમાન્ય રીતે ઈએમઆઈ કપાવો દો.

  1- ભારતીય સ્ટેટ બેન્ક
  ગ્રાહકના કહેવા ઉપર જ રોકાશે ઈએમઆઈ

  કેવી રીતે રોકી શકાય ઈએમઆઈ: લોનની ઈએમઆઈ રોકવા માટે બેન્કને ઈમેલ મોકલવો પડે છે.

  2- કેનરા બેન્ક
  ગ્રાહકના કહેવા ઉપર જ રોકાઈ જશે ઈએમઆઈ
  કેવી રીતે રોકવી ઈએમઆઈ: બેન્કે મોકલેલા SMS ઉપર 8422004008 ઉપર 'NO' લખીને મોકલો, જો એસએમએસ ન મળ્યો હોય તો retailbankingwing@canarabank.com ઉપર ઈએમઆી મોકલો

  3- ICICI બેન્ક
  ટૂ-વ્હીલર, બિઝનેસ, ફાર્મ અને જ્વેલરી લોનના મામલે તમારી ઈએમઆઈ રોકાઈ જશે, અન્ય લોનમાં ગ્રાહકોના કહેવા ઉપર આવું થશે.
  કેવી રીતે રોકવી છે ઈએમઆઈ: વિકલ્પોને જોઈને બન્કની વેબસાઈટ ઉપર જાઓ અને આવી જ રીતે એસએમએસ કે ઈમેઈલ મોકલો

  4- સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
  ડિફોલ્ટ ઓપ્શનઃ એની જાતે જ ઈએમઆઈ રોકાઈ જશે.
  કેવી રીતે આપવાની છે ઈએમઆઈઃ ઈએમઆઈ ચાલું રાખવા માટે બેન્કનો સંપર્ક કરો.

  5- બેન્ક ઓફ બરોડા
  ડિફોલ્ટ ઓપ્શનઃ એની જાતે જ ઈએમઆઈ રોકાઈ જશે. પરંતુ જો ગ્રાહકે ઈસીએમ/એનએસીએચ/ સ્ડેન્ડિંગ ઈન્સ્ટ્રક્શનથી મેન્ડેટ આપ્યું છે તો બેન્ક એ ગ્રાહકોના મેન્ડેટ સન્માન કરશે.

  કેવી રીતે રોકવી ઈએમઆઈઃ ઈએમઆી રોકવા માટે બેન્કને ઈએમઆઈ કે લેટર મોકલવાનો રહેશે.
  Published by:ankit patel
  First published: