Budget 2019માં સામાન્ય જનતાને શું મળ્યું? 6 પોઇન્ટમાં જાણો

News18 Gujarati
Updated: July 6, 2019, 2:23 PM IST
Budget 2019માં સામાન્ય જનતાને શું મળ્યું? 6 પોઇન્ટમાં જાણો
નાણા મંત્રીનું ભાષણ ગ્રામીણ અને શહેરી, કોર્પોરેટ અને ખેડૂત તથા મહિલા અને યૂથની વચ્ચે વહેંચાયેલું હતું

નાણા મંત્રીનું ભાષણ ગ્રામીણ અને શહેરી, કોર્પોરેટ અને ખેડૂત તથા મહિલા અને યૂથની વચ્ચે વહેંચાયેલું હતું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યુ. તેમનું સમગ્ર ભાષણ ગ્રામીણ અને શહેરી, કોર્પોરેટ અને ખેડૂત તથા મહિલા અને યૂથની વચ્ચે વહેંચાયેલું હતું. આમ તો નાણા મંત્રીએ ઘણી જાહેરાતી કરી પરંતુ અમે આપને જણાવીએ કે સામાન્ય જનતાને બજેટથી શું મળ્યું-

1. ઇનકમ ટેક્‌સ- પગારદાર સામાન્ય નાગરિકોને કોઈ નવો ટેક્સ નહીં આપવો પડે. આ વર્ષના ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત વચગાળાના બજેટની જેમ જે જે લોકોની આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તેમને કોઈ ટેક્સ નહીં આપવો પડે અને જેમની આવક 5 લાખથી ઉપર છે તેમના માટે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

પરંતુ સુપર-રિચ લોકો માટે આ બજેટ બહુ સારું નથી રહ્યું. જે લોકોની વાર્ષિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે તેમના માટે ટેક્સને વધારી દેવામાં આવ્યો છે. 2થી 5 કરોડની વચ્ચેની આવકવાળા લોકો માટે ઇફેક્ટિવ ટેક્સ રેટ 3 ટકા વધારવામાં આવ્યો છે, બીજી તરફ, 5 કરોડથી ઉપરની આવકવાળા માટે ઇફેક્ટિવ ટેક્સ રેટમાં 7 ટકાનો વધારો થયો છે. તેથી જે લોકોની આવક વાર્ષિક 5 કરોડથી વધુ છે તેમના માટે ઇફેક્ટિવ ટેક્સ રેટ 40 ટકા સુધી થઈ ગયો છે.

ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં માત્ર દોઢ લાખ લોકો એવા છે જેમની આવક વાર્ષિક એક કરોડથી વધુ છે, અને જે લોકોને નાણા મંત્રીએ ટાર્ગેટ કર્યા છે તેમની સંખ્યા એનાથી પણ ઓછી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કેટલીક નવી કેટેગરીમાં લોકોને પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે-
- એક લાખથી ઉપર વીજળી બીલ થવા પર
- વિદેશ યાત્રા પર બે લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવા પર- ચાલુ ખાતામાં એક કરોડ રૂપિયા કે તેનાથી વધુ જમા કરવા પર
- ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 54 હેઠળ લોન્ગ ટર્મ કેપિટલ ગેનને લઈ ટેક્સ માફીનો લાભ ક્લેમ કરવા પર


2. કોર્પોરેટ ટેક્સ- 400 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓને હવે માત્ર 25 ટકા સુધી જ ટેક્સ આપવો પડશે. તેનો અર્થ એ છે કે ભારતની લગભગ 99 ટકા કંપનીઓ આ ટેક્સ સ્લેબમાં આવી જશે. પરંતુ તેનાથી બહુ ખાસ ફાયદો નથી થવાનો કારણ કે ભારતમાં વધુ ટેક્સ આપનારી કંપનીઓને હજુ પણ 30 ટકાનો ટેક્સ આપવો પડશે.

3. પેટ્રોલ અને ડીઝલ - સંસાધનોને વધારવા માટે નાણા મંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ વધારી દીધો. તેના કારણે હવે પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા મોંઘા થઈ જશે. જે સામાન્ય લોકોને ભાગ્યે જ ગમશે.

4. ઇલેક્ટ્રિક વાહન- નાણા મંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેને સામાન્‍ય જનતા માટે અફોર્ડેબલ બનાવવા પર ઘણો ભાર મૂક્યો. તેના માટે ઇલેક્ટ્રિક વાહન પર જીએસટીને 5 ટકા કરી દીધો અને કસ્ટમ ડ્યૂટીને ખતમ કરી દીધો. આ ઉપરાંત વાહન ખરીદવા પર લેવામાં આવેલી લોનમાં પણ છૂટ આપવામાં આવશે. તેના માટે સરકાર વ્યાજમાં દોઢ લાખની વધારાની છૂટ આપશે. આ છૂટા વ્યાજમાં આપવામાં આવતી 2 લાખની છૂટ ઉપરાંતની હશે.


5. એન્જેલ ટેક્સ- બજેટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટ-અપ પોતાની ઇનકમ વિશે યોગ્ય સૂચના આપશે અને તેના શેરની પ્રીમિયમની સ્ક્રૂટિની નહીં કરવામાં આવે અને ઇન્વેસ્ટર્સની ઇ-વેરિફિકેશન દ્વારા ઓળખ કરવામાં આવશે.

6. ખેડૂત - નાણા મંત્રીએ 2022 સુધી ખેડૂતોની આવકને ડબલ કરવા પોતાનો વાયદાનું પુનરાવર્તન કર્યુ. જોકે, ખેડૂતો દ્વારા પોતાના પેદાશોને વેચવાને લઈ તેમણે થોડીક જ જાહેરાતો કરી. ભાજપ સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ ટ્વિટર પર લખ્યું કે, બજેટમાં ખેડૂતોની આવકને 2022 સુધી બેઝ યર 2018થી ડબલ કરવાની વાત કહેવામાં આવી છે. તેનો અર્થ થયો કે ચાર વર્ષોમાં તેને ડબલ કરવાની છે. આવું કરવા માટે દર વર્ષે 18 ટકાના દરે ગ્રોથ થવો જોઈએ. હાલના સમયમાં ખેડૂતોની આવકનો ગ્રોથ રેટ વાર્ષિક 2 ટકા છે.

આ પણ વાંચો, OPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ
First published: July 6, 2019, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading