Home /News /business /

Rakesh Jhunjhunwalaની આકાસા એરમાં શું અલગ હશે? કોની સામે હશે ટક્કર? જાણો બધું જ

Rakesh Jhunjhunwalaની આકાસા એરમાં શું અલગ હશે? કોની સામે હશે ટક્કર? જાણો બધું જ

ઝુનઝુનવાલાનું આ નવું સાહસ કેટલું સફળ રહેશે?

What new in Akasa Air: આકાસા એરે આજથી પોતાની કોમર્શિયલ ફ્લાઈટ શરુ કરી દીધી છે. વિમાન સેવા નિયામક ડીજીસીએ દ્વારા હાલમાં જ આ એરલાઈન્સને એર ઓપરેટર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ એરલાઈન્સના માલિક શેરબજારના બિગબુલ કહેવાતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ એરલાઈન્સ સર્વિસનો શુભારંભ કરાવ્યો હતો. જેની પહેલી ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે રવાના થઈ હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: દેશની વધુ એક ખાનગી એરલાઈન અકાસા એરની આકાશમાં સફર આજથી શરૂ થઈ છે. આ એરલાઇન્સના માલિક પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા છે. આકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટે આજે મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે વર્ચ્યુઅલ રીતે અકાસા એરની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું હતું. અકાસા એરને 7 જુલાઈના રોજ ઉડ્ડયન નિયમનકાર DGCA તરફથી એર ઓપરેટર પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. એરલાઈન કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ જવા રવાના થઈ હતી. અકાસા એર 13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી, 19 ઓગસ્ટથી બેંગલુરુ-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે સેવાઓ શરૂ કરશે.

  'Akasa Air'ની આજથી આકાશમાં શરુ થઈ સફર, મુંબઈથી અમદાવાદની પહેલી ફ્લાઈટ

  આકાસ પ્રમોટર કોણ છે?
  આકાસામાં રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખાનો સૌથી મોટો હિસ્સો છે. બંનેનો સંયુક્ત હિસ્સો 45.97 ટકા છે. જે બાદ વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભાટકુલી, PAR કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ તેમાં પ્રમોટર્સ છે. ઝુનઝુનવાલા પછી આ એરલાઈન્સમાં વિનય દુબેનો સૌથી વધુ 16.13 ટકા હિસ્સો છે. કંપની ચલાવવાની જવાબદારી વિનય દુબેના હાથમાં છે. તેઓ કંપનીના સીઈઓ છે.

  આકાસાની સેવામાં શું નવું હશે?
  આકાસા એરલાઈને કુલ 72 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી 18 એરક્રાફ્ટ માર્ચ 2023 સુધીમાં ડિલિવર થવાના છે. આ પછી, બાકીના 54 એરક્રાફ્ટને આગામી ચાર વર્ષ દરમિયાન સપ્લાય કરવામાં આવશે. આકાસા એરની ફ્લાઈટમાં એક જ ક્લાસની સીટો હશે. તેમાં બિઝનેસ ક્લાસ નહીં હોય. SNV એવિએશન પ્રાઇવેટ લિમિટેડ આકાસા એર બ્રાન્ડ નામ હેઠળ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. પ્રારંભિક તબક્કામાં અકાસા એર દેશના મેટ્રો શહેરોથી ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં સંચાલન કરશે. આકાસા એરલાઈન એક બજેટ એરલાઇન છે. આકાસા ફ્લાઇટમાં ગરમાગરમ ખોરાક માટે ઓવન નહીં હોય. યાત્રીઓએ ઉપમા/નૂડલ્સ/પોહા/બિરયાનીને ભોજન પહેલાં થોડીવાર ગરમ પાણીમાં રાખવાની જરૂર રહેશે.

  Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

  ફ્લાઈટમાં ભાડાનો દર શું હોઈ શકે?
  બોઇંગ 737 મેક્સ પ્લેન દ્વારા મુંબઈ-અમદાવાદ રૂટ પર અકાસા એરની પહેલી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થઈ છે. એરલાઈને મુંબઈ-અમદાવાદ રૂટ પર ઓછામાં ઓછું વન-વે ભાડું 3,948 રૂપિયા રાખ્યું છે. આ રૂટ પર અન્ય એરલાઇન્સનું ભાડું રૂ. 4,262 છે. 22 જુલાઈએ કંપનીએ ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું હતું જેના થોડા કલાકોમાં જ બધી ટિકિટો વેચાઈ ગઈ હતી.

  માર્કેટમાં કોની સાથે હશે સ્પર્ધા?
  ઝુનઝુનવાલાની એરલાઈન્સ અકાસાની હરીફાઈ મુખ્યત્વે ઈન્ડિગો અને ટાટા ગ્રુપની એરલાઈન્સ સાથે છે. ઈન્ડિગો અને ટાટા ગ્રુપ ભારતના ડોમેસ્ટિક એવિએશન સેક્ટરમાં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અહીં એ નોંધવું રહ્યું કે એવિશેન ક્ષેત્ર ખૂબ જ સ્પર્ધાત્મક ક્ષેત્ર છે.

  Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

  આકાસા સામે શું પડકારો છે?
  એવિએશન ક્ષેત્ર ખૂબ જ પ્રાઈસ સેન્સેટિવ છે. તેમાં ટિકિટની કિંમત ઘણી મહત્વની છે. આથી આ સેક્ટરમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે અકાસા એરને કિંમતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમાં પણ મહામારી સમયથી આ ઉદ્યોગના દિવસો બહુ સારા નથી જઈ રહ્યા. એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીઓ પગારમાં ઘટાડો કરી રહી છે. ઉપરથી ક્ષમતા પણ એક પડકાર છે. જોકે અકાસા એર સાથે કદાચ સૌથી મોટી ફાયદાની વાત એ છે કે તે કોરી પાટીથી શરૂઆત કરવા જઈ રહી છે. એટલે તેના પર હાલ કોઈ દેવું નથી.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Rakesh jhunjhunwala

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन