બેંકોએ એટીએમમાંથી નીકળતી ફાટેલી નોટ બદલાવી આપવી જ પડશે, નહીં તો થશે દંડ- જાણો નિયમ

પ્રતીકાત્મક તસવીર.

ઘણા લોકો હવે આ ફાટેલી નોટ બદલવા (Exchange) જવી કે નહીં અથવા આ નોટનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહે છે.

  • Share this:
નવી દિલ્હી: ATMમાંથી તમે કોઈપણ સમયે રૂપિયા મેળવી શકો છો. પરંતુ ઘણીવાર તમારી પાસે ફાટેલી નોટો (Torn notes) આવે છે. ઘણા લોકો હવે આ ફાટેલી નોટ બદલવા (Exchange) જવી કે નહીં અથવા આ નોટનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહે છે. આવા લોકો આવી નોટ ઘરમાં જ રાખી મૂકે છે અથવા નુકસાન સાથે પણ અન્ય જગ્યાએથી આ પ્રકારની ફાટેલી નોટ બદલાવી લે છે. અહીંયા તમને એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો તેનો નીકાલ કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે.

કોઈપણ બેન્ક નોટ બદલવા માટે ઇન્કાર નહીં કરી શકે

ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો કોઈપણ સરકારી અથવા ખાનગી બેન્કે ફરજિયાત તે નોટને બદલી આપવાની રહેશે. કોઈપણ બેન્ક તે ફાટેલી નોટને બદલી આપવાથી ઇન્કાર નહીં કરી શકે. તમે ફાટેલી નોટ બદલીને યોગ્ય નોટ લઈ શકો છો. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 2017માં ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં દરેક બેન્કે ગ્રાહકને ફાટેલી તથા ખરાબ નોટ બદલી આપવાની રહેશે. પરંતુ તેના માટે ગ્રાહકે તેની માહિતી આપવાની રહેશે.

આ પણ વાંચો: Gold Price Today: 11,000 રૂપિયા સસ્તું સોનું ખરીદવાનો મોકો, જાણો આજનો ભાવ

ગ્રાહકને વધુ રાહ જોવડાવવા પર બેન્કે ચૂકવવો પડશે દંડ

તમે ખૂબ જ સરળતાથી ફાટેલી નોટ બેન્કમાં બદલાવી શકો છો. પરંતુ જો આ ફાટેલી નોટ બદલવા માટે બેન્ક તરફથી વધુ રાહ જોવડાવવામાં આવે અથવા મનાઈ કરવામાં આવે તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો. ગ્રાહક સાથે આ પ્રકારનું વર્તન કરવા પર બેંકે રૂ. 10 હજારનો દંડ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી

કેવી રીતે બદલી શકાય ફાટેલી નોટ

ફાટેલી અને ખરાબ નોટ બદલવા માટે તમારે જે એટીએમમાંથી આ પ્રકારની ફાટેલી કે ખરાબ નોટ પ્રાપ્ત થઈ છે, તે એટીએમની બેન્કમાં જવાનું રહેશે અને તે બેન્કમાં એક અરજી કરવાની રહેશે. અરજીમાં જે દિવસે રૂપિયા કાઢવામાં આવ્યા હોય તે દિવસની માહિતી આપવાની રહેશે. જેમાં તારીખ, સમય અને એટીએમના લોકેશનની વિગત જણાવવાની રહેશે. અરજી સાથે એટીમમાંથી મળેલ તે રિસીપ્ટની કોપી પણ જમા કરાવવાની રહેશે. જો તમારી પાસે તે રિસીપ્ટ નથી, તો મોબાઈલમાં મેસેજમાં પ્રાપ્ત થયેલી માહિતી આપવાની રહેશે. બેન્કને અરજી આપ્યા બાદ એકાઉન્ટની માહિતી વેરિફાઈ કરવામાં આવશે. જે બાદ બેન્ક તમને ફાટેલી અને ખરાબ નોટ બદલી આપશે.
First published: