Home /News /business /Mutual fund investment: જો SIP ચૂકવતા ભૂલી જવામાં આવે તો શું થઈ શકે છે?
Mutual fund investment: જો SIP ચૂકવતા ભૂલી જવામાં આવે તો શું થઈ શકે છે?
Mutual fund investment: જો SIP ચૂકવતા ભૂલી જવામાં આવે તો શું થઈ શકે છે?
Mutual fund investment: આજકાલ મોટાભાગના લોકો એસઆઈપી દ્વારા રોકાણ કરી રહ્યા છે. હાલની સતત વધતી મોંઘવારીમાં એક સાથે રોકાણ કરવાની જગ્યાએ આ ઓપ્શન ખૂબ જ સરળ પડે છે. જેમાં તમે સરળતાથી માસિક, છ માસિક હપ્તા દ્વારા રોકણ કરીને મોટું ફંડ ભેગું કરી શકો છો. જોકે આ દરમયિાન તમારાથી એકાદો હપ્તો ચૂકી જવાય કે પછી આર્થિક ખેંચના કારણે હપ્તો ભરવા જેટલી સગવડતા ન હોય તો તેવામાં શું કરવું જોઈએ.
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan)ને સામાન્ય રીતે લોકો SIP તરીકે ઓળખે છે. જે મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિતરૂપે એક નાની રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. અનેક વાર રોકાણકાર SIP ચૂકવતા ભૂલી જાય છે. નોકરી છૂટી જવી અથવા આવકમાં અનિશ્ચિતતા જળવાવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જો રોકાણકાર SIP ચૂકવતા ભૂલી જાય તો શું થઈ શકે છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
જો SIP ચૂકવવાનું ભૂલી જવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ કોઈપણ પ્રકારનો દંડ ફટકારતી નથી. જો રોકાણકાર સતત 3 મહિના સુધી SIP ન ચૂકવે તો SIP આપમેળે રદ્દ થઈ શકે છે.
શું બેન્ક દંડ ફટકારે છે? (Do banks penalize in this scenario?)
ઓટો ડેબિટ ચૂકવણીને ધ્યાનમાં લેવામાં ન આવે તો બેન્ક તે માટે રોકાણકારને દંડ કરી શકે છે. રોકાણકાર આ પ્રકારની ભૂલ કરે તો બેન્ક ઈલેક્ટ્રોનિક ક્લિઅરિંગ સર્વિસ (electronic clearing service, ECS)ની મદદથી ઓટો ડેબિટ મેન્ડેન્ટ માટે ‘બાકી રહેલ રકમની ’ જાળવણી માટે ચાર્જ લઈ શકે છે. ECS રિજેક્ટ કરવામાં આવે તો તે માટે દરેક બેન્કની અલગ અલગ પોલિસી હોય છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ (What should investors do?)
નિષ્ણાંતો આ અંગે સલાહ આપે છે કે, નાણાંકીય મુશ્કેલી સર્જાય તો રોકાણકારોએ અગાઉથી ફંડ હાઉસને આ અંગે રિક્વેસ્ટ કરીને SIP હોલ્ડ કરાવી દેવી જોઈએ. રોકાણકાર જ્યારે પણ આર્થિક રીતે સજ્જ થઈ જાય ત્યારે બાદમાં આ SIP શરૂ કરી શકે છે.
SIP હોલ્ડ કરવા માટે રોકાણકારોએ AMCની વેબસાઈટની મદદથી પોતાના એકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. SIPની મદદથી જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, તે એકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ SIP ટ્રાન્ઝેક્શનની મદદથી બ્રાઉઝ કરવાનું રહેશે. જે માટે ‘Pause SIP’ પર ક્લિક કરો. ત્યારબાદ ઓછામાં ઓછા એક મહિનાથી લઈને 6 મહિના સુધી SIP હોલ્ડ કરી શકાય છે. કેટલીક AMC રોકાણકારોને વધુમાં વધુ 3 મહિના માટે SIP હોલ્ડ કરવાની મંજૂરી આપે છે. SIP હોલ્ડની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ તે આપમેળે ફરી શરૂ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર