Home /News /business /Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? જાણો તેના લાભ વિશે
Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? જાણો તેના લાભ વિશે
કેટલા પ્રકારના બચત ખાતા હોય?
Types of Savings account: શું તમે જાણો છો કે બચત ખાતા (Saving account) પણ વિવિધ પ્રકારના હોય છે? અહીં અમે આપને બચત ખાતું શું છે, તેના કેટલા પ્રકારો છે, જેવી વિવિધ બાબતો વિશે જાણકારી આપીશું.
મુંબઈ: અણધારી પરિસ્થિતિ અને ખર્ચાઓને પહોંચી વળવા માટે એક મધ્યમ વર્ગના સામાન્ય માણસ માટે બચત (Savings) કરવી જરૂરી બાબત છે. જ્યારે પણ આપણા પૈસા કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકવાનો (Secure investment) વિચાર આવે છે, ત્યારે એ સુરક્ષિત સ્થાન તરીકે આપણા મગજમાં સૌથી પહેલા બેંકનું જ નામ આવે છે. એક નોકરિયાત વ્યક્તિ પોતાની આવકનો એક નિશ્ચિત ભાગ બચત તરીકે અલાયદો રાખતો હોય છે અને આ બચતની રકમને સુરક્ષિત રાખવા માટે તેને બેંકમાં મૂકવાની સલાહ (Bank deposits) આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બચત ખાતા (Savings account) પણ વિવિધ પ્રકારના હોય છે? અહીં અમે આપને બચત ખાતું શું છે, તેના કેટલા પ્રકારો છે, જેવી વિવિધ બાબતો વિશે જાણકારી આપીશું. આ તમામ જાણકારી માટે આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો.
બચત ખાતું
બેંકમાં વિવિધ પ્રકારના ખાતાં ખોલાવવામાં આવે છે, જેમાં એક છે બચત ખાતું (Saving Account). બચત ખાતું સૌથી વધુ ખોલાવવામાં આવતું ખાતું છે. જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવવાનું વિચાર કરે, ત્યારે તેની સૌથી પહેલી પસંદ હોય છે બચત ખાતું. એક બચત ખાતાનો હેતુ કોઈ પણ વ્યક્તિને તેના આવકના અમુક ભાગની બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અહીં તમે તમારી બચતની રકમને ટુકડે ટુકડે જમા કરી શકો છો અને જરૂર હોય ત્યારે બેંકમાંથી ઉપાડી પણ શકો છો. સામાન્ય માણસ માટે આ ખાતું ખૂબ ઉપયોગી છે.
બચત ખાતાના પ્રકાર
1. સામાન્ય બચત ખાતું
આ પ્રકારનું બચત ખાતું એ સૌથી કોમન છે. કોઈ પણ નાણાંકીય સંસ્થા અથવા બેંકમાં તમે સરળતાથી સામાન્ય બચત ખાતું ખોલાવી શકો છો. આ પ્રકારના ખાતામાં તમારે મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવાનું રહે છે. આ ખાતાનો મુખ્ય ઉદ્દેશ તમારી બચત સુરક્ષિત રાખવાનો છે. બેંક દ્વારા બચત ખાતાં પર વ્યાજ ચુકવવામાં આવે છે. દરેક બેંકમાં આ વ્યાજ દરની રકમ જુદી જુદી હોય છે.
2. મહિલાઓ માટે બચત ખાતું
હવે મોટાભાગની બેંકો દ્વારા તેમની મહિલા ગ્રાહકો માટે વિશેષ મહિલા બચત ખાતા (Women’s Savings Account)ની સુવિધા આપવામાં આવે છે. આ પ્રકારની ખાતામાં ખાતાધારક મહિલાને વિશેષ પ્રકારના લાભ આપવામાં આવે છે, જેમાં ખરીદી પર છૂટછાટ, લોન પર ઓછા વ્યાજદર, લોકર ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
3. ઝીરો બેલેન્સ બચત ખાતું
આ એક એવું બચત ખાતું છે, જ્યાં તમારે કોઈ મિનીમમ બેલેન્સ જાળવી રાખવાની જરૂર રહેતી નથી. દેશની મોટાભાગની બેંકો આ પ્રકારના બચત ખાતાની સુવિધા આપે છે. મહત્વની બાબત એ છે કે આ ખાતાંમાં તમને બચત અને ચાલુ એમ બન્ને ખાતાના લાભ મળે છે.
4. ફેમિલી સેવિંગ અકાઉન્ટ
આ એવું બચત ખાતું છે જેની મદદથી તમારા પરિવારના તમામ સભ્યો એક જ બેંક ખાતા મારફતે તેમના બેંકના કાર્યો કરી શકે છે અને બેંકિંગ સેવાનો લાભ લઈ શકે છે. લોવર મિનીમમ બેલેન્સ, વધારાના લાભ અને સેવાઓ, વેલ્થ મેનેજમેન્ટ વગેરે જેવા લાભ આ ખાતા ધારકોને મળે છે.
આ ખાતું માત્ર સિનીયર સીટીઝન માટે જ ઉપલબ્ધ છે. આ પ્રકારના બચત ખાતાંમાં વ્યાજદર અન્ય ખાતાની સરખામણીમાં વધુ હોય છે અને ખાતા ધારકને બેંકિંગ સેવાઓના શ્રેષ્ઠ લાભ આપવામાં આવે છે. આ ખાતામાં ધારકનાં પેન્શન અને રિટાયરમેન્ટ ફંડને એક જ ખાતા દ્વારા સંચાલિત કરવા માટે તેમના અન્ય ખાતાઓ સાથે જોડવામાં આવે છે. અહીં ખાતાધારકને વિમાના લાભો પણ આપવામાં આવે છે.
6. સેલેરી-બચત ખાતું
કંપની દ્વારા પોતાના કર્મચારીઓને પગારની ચૂકવણી કરવા માટે કંપનીની દરખાસ્ત પર બેંક દ્વારા આ ખાતું ખોલવામાં આવે છે. આ ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવું ફરજીયાત નથી. આ પ્રકારના ખાતાંમાં બેંક કંપની દ્વારા આપવામાં આવતા પગારના પૈસા કર્મચારીના ખાતામાં નાંખે છે. જો 3 મહિના સુધી ખાતામાં પગાર જમા કરાવવામાં આવતો નથી, તો તે સામાન્ય બચત ખાતામાં ફેરવાઈ જાય છે.
7. બાળકો માટે બચત ખાતું
આ પ્રકારના બચત ખાતામાં માતા-પિતા દ્વારા તેમના બાળકોના ભવિષ્ય માટે બચત કરવામાં આવે છે. જો બાળકને માતા-પિતા દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા ખાતુ એક્સેસ કરવાની મંજૂરી હોય તો બાળક પણ તે એક્સેસ કરી શકે છે.
વિવિધ બેંકો દ્વારા અલગ અલગ પ્રકારના બચત ખાતા ખોલવાની સુવિધા આપવામાં આવે છે. ખાતાધારકની જરૂરિયાતો, બચતની રકમ અને ક્ષમતા અનુસાર બચત ખાતાના પ્રકારની પસંદગી કરવી જોઈએ. દરેક પ્રકારના બચત ખાતામાં વિવિધ લાભ મળે છે, તેથી ખાતામાં મળતા લાભ અને અન્ય પાસાઓની સરખામણી કરીને તમે તમારા માટે શ્રેષ્ઠ બચત ખાતાંની પસંદગી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર