Home /News /business /ઘર બુક કરાવતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, બિલ્ડર પણ નહિ છેતરી શકે

ઘર બુક કરાવતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, બિલ્ડર પણ નહિ છેતરી શકે

ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

મિલકતની ખરીદી સમયે ઘણીવાર છેતરપિંડીની ધટના બની ચૂકી છે. એવામાં જરૂરી છે કે, તમે જમીન કે મકાનનું બુકિંગ કરાવતા પહેલા તે જરૂર તપાસી લો કે, બધા જ દસ્તાવેજ પૂરા છે.

  નવી દિલ્હીઃ પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ નાઈટ ફ્રેંકએ હાલમાં જ એક જારી રિપોર્ટમાં જણાવ્યુ કે, આ વર્ષે મકાનોનું વેચાણ જબરદસ્ત રહ્યુ છે. પ્રોપર્ટી બજાર એક વાર ફરીથી જોર પકડવા લાગ્યુ છે. તમે પણ ઘર કે જમીન બુક કરાવવા માટે તૈયાર હસે. આ પહેલા તમારે એ જાણી લેવુ જરૂરી છે કે, ઘર કે જમીન બુક કરાવતા સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.

  વાસ્તવમાં જમીન કે ઘર બુક કરાવવું એક કાનૂની પ્રક્રિયા છે. જેમાં કોઈ પ્રોપર્ટીનો ખરીદદાર તેના માલિક પાસેથી તે સંપત્તિને પોતાના નામે કરે છે. આ પ્રક્રિયામાં કાયદા હેઠળ તે પ્રોપર્ટી કે સ્થાયી માલિકની કાયમી માલિકી મેળવે છે. આમાં ઘણા દસ્તાવેજોની પણ જરૂરિયાત હોય છે. અહીં તમને ખબર હોવી જોઈએ કે, બુક કરાવતા સમયે વેચાણકર્તા તરફથી લગાવવામાં આવેલા દસ્તાવેજો સાચા છે કે નહિં.

  સૌથી પહેલા માલિકને શોધો


  તમને એ ખબર હોવી જોઈએ કે, જે વ્યક્તિ જમીન વેચી રહ્યો છે તે જ તેનો માલિક છે. આ માટે જરૂરી હોય તો વકીલ કે વ્યાવસાયિકની મદદ લઈ શકાય છે. વેચાણ ડીડ અને પ્રોપર્ટી ટેક્સની રસીદો તપાસવા માટે તમે વકીલ પાસે જાઓ તે વધું સારુ છે. તેના દ્વારા તમે ગત મિલકતની ગત 30 વર્ષની વિગતો એકત્રિત કરી શકો છો.

  આ પણ વાંચોઃ આ કેમિકલ કંપનીના શેરમાં ગજબનો ઉછાળો, એક જ વર્ષમાં 225 ટકા વધ્યા; આશીષ કચોલિયાએ પણ ભાગીદારી વધારી

  જાહેર સૂચના જારી કરો


  કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા તેના વિશે સ્થાનિક છાપામાં જાહેરાત આપવામાં આવે. જેનાથી જો તે જમીન કોઈ વિવાદમાં છે કે તેના પર કોઈ દાવો કરવામાં આવી રહ્યો છે, તો તમને ખરીદતા પહેલા જ તેની જાણ થઈ જશે. તમને તે વાતની જાણકારી મળી જશે કે તે જમીન પર કોઈ ત્રીજા પક્ષનો તો અઘિકાર નથી ને.

  મુખત્યારનામું ચકાસો


  ઘણી વાર જમીન કે પ્રોપર્ટીનું વેચાણ મુખત્યારનામાં દ્વારા કરવામાં આવે છે. આ રીતે તમે છેતરપિંડીથી બચી શકો છો. તમને કોઈ વ્યાવસાયિકની મદદથી આ જાણકારી મેળવવી જોઈએ, કે તમે તે જ પ્રોપર્ટી વેચવામાં આવી રહી છે, જેનો ઉલ્લેખ મુખત્યારનામામાં છે. આ પ્રક્રિયાામં ઘણા દસ્તાવેજોની અદલા-બદલી થાય છે, જે લાંબી પ્રક્રિયા છે.

  બુક કરતા પહેલા આ દસ્તાવેજોની ચકાસણી કરો


  ટાઈટલ ડીડઃ સૌથી પહેલા ચકાસી લો કે, તમે જે પ્રોપર્ટી બુક કરાવવા જઈ રહ્યા હોવ, તે તે જ વ્યક્તિના નામ પર છે, જે તમને જમીન વેચી રહ્યો છે.

  આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે રાઉન્ડઅપ પર લગાવ્યો પ્રતિબંધ, હેવ ખેડૂતો નહિ કરી શકે ગ્લાયફોસેટનો ઉપયોગ

  એનઓસીઃ કોઈ સંપત્તિની સાથે તમને ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ મળે છે, જે બતાવે છે, તમારી સંપત્તિ કોઈ પણ અન્ય ડેવલપર અથવા બિલ્ડર સાથે સંબંધિત નથી.

  ટેક્સની રસીદ માંગોઃ જો તમે સંપત્તિ પર ચૂકવેલા ટેક્સની જાણકારી માંગો છો, તો તેનાથી સુનિશ્ચિત થઈ જાય છે કે, તે પ્રોપર્ટી સરકારી દસ્તાવેજમાં નોંધાયેલી છે. એ પણ ખબર પડે છે કે, તે સંપત્તિ પર ભૂતકાળમાં કોઈ કર કે ચૂકવણી બાકી નથી ને.


  બેંક બતાવશે સાચો રસ્તો


  જો કોઈ સંપત્તિને ખરીદવા માટે તમે બંક પાસેથી લોન લો છો, તો તે કાયદાકીય પ્રક્રિયા હેઠશ સરળ રીત છે, કારણે કે કોઈ બેંક સંપૂર્ણપણે યોગ્ય હોય ત્યારે જ સંપત્તિ માટે લોન આપે છે. જો સપત્તિના કાયદાકીય દસ્તાવેજોમાં કોઈ ખૂટ છે તો, બેંક તમાને લોન નહિ આપે અને તમે પણ છેતરપિંડીથી બચી જશો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Buy home, Information

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन