Earn Money: દુનિયા ઝડપથી ડિજિટલાઇઝેશન (Digitization) તરફ આગળ વધી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી NFTનું નામ સાંભળવા મળે છે. જેને Non-Fungible Tokens કહેવાય છે. તેને ક્રિપ્ટોગ્રાફિક ટોકન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટોકન હોય કોઈ યુનિક વસ્તુને દર્શાવે છે. NFT હોય તેવી વ્યક્તિ વિશ્વમાં કોઈ પાસે ના હોય તેવું કોઈ એક અનન્ય અથવા પ્રાચીન ડિજિટલ આર્ટ વર્ક હોય શકે છે. NFT યુનિક આઇડેન્ટિકલ કોડની ડિજિટલ સંપત્તિ (Digital Assets) છે.
NFT યુનિક આર્ટ પીસ હોવાથી તે યુનિક છે. બિટકોઇન (Bitcoin) એક ડિજિટલ સંપત્તિ છે. જ્યારે NFT એક યુનિક ડિજિટલ એસેટ (Unique Digital Asset) છે. તેના દરેક ટોકનનું મૂલ્ય પણ અનન્ય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો ટેકનોલોજીની દુનિયામાં ડિજિટલ આર્ટ વર્ક સ્થાપિત કરવામાં આવે તો તેને NFT કહેવામાં આવશે.
કઈ રીતે મળે છે NFT?
ડિજિટલ આર્ટની દુનિયામાં પ્રભુત્વ ધરાવતા લોકો આવું સર્ટિફિકેટ આપે છે. તેઓ નક્કી કરે છે કે, આર્ટ NFT બનવા યોગ્ય છે અને તેને ડિજિટલ સર્ટિફિકેટ આપી શકાય છે કે નહીં. તમે તેની તુલના બિટકોઇન સાથે કરી શકો છો કારણ કે, બંને ડિજિટલ વર્ઝન છે અને બંનેમાં કંઈ પણ કર્યા વિના બેફામ કમાણી થઈ શકે છે. NFT આઇકોનિક વીડિયો, પેઇન્ટિંગ્સ અને મીમ્સ જેવા ડિજિટલ વર્કસને સિક્યોર કરવા મળે છે. NFT ડિજિટલ પ્રમાણપત્ર સાથે આવે છે. જે ઓનલાઇન વેચી અથવા ખરીદી શકાય છે. ક્રિપ્ટોકરન્સીની જેમ તેઓ પણ બ્લોકચેન ટેક્નોલોજી પર ચાલે છે.
બ્લોકચેન ટેકનોલોજીના કારણે તેમાં છેતરપીંડી અશક્ય સમાન છે. NFT ખરીદદારને માલિકીના બિલ્ટ-ઇન પુરાવા સાથે મૂળ વસ્તુની માલિકીનો વિશેષાધિકાર આપે છે. NFT સંપત્તિમાં ડિજિટલ સિગ્નેચર હોય છે. જે તે ઓરીજીનલ હોવાની બાંયધરી આપે છે.
સામાન્ય ભાષામાં, NFT બિટકોઇન જેવું ક્રિપ્ટો ટોકન છે. જે ડિજિટલ આર્ટ, સંગીત, ફિલ્મ, ગેમ્સ અથવા કલેક્શન જેવી ડિજિટલ સંપત્તિ દ્વારા એક્સેસ કરી શકાય છે. NFT કલાકારો માટે નવા યુગની શરૂઆત હોવાનું કહેવાય છે. તમે ખરીદ વેચાણ થકી NFTમાંથી પૈસા કમાઈ શકો છો. દા.ત. જ્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું NFT કલેક્શન માટે બોલી લાગે ત્યારે તેને ખરીદી બાદમાં વેચી શકાય છે.
તમે પણ NFT બનાવી શકો
તમે સંગીત કે પેઇન્ટિંગના જાણકાર કલાકર હોવ તો તમે પણ પોતાની ડિજિટલ આર્ટ બનાવી શકો છો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર