Home /News /business /મલ્ટીબેગર સ્ટોક એટલે શું? રોકાણકારો પર ધનવર્ષા કરનારા આ શેરોને કેવી રીતે ઓળખવા?

મલ્ટીબેગર સ્ટોક એટલે શું? રોકાણકારો પર ધનવર્ષા કરનારા આ શેરોને કેવી રીતે ઓળખવા?

તેની મૂળ કિંમત કરતા અનેક ગણું વળતર આપનાાર શેરોને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે

Multibagger Stocks: મલ્ટીબેગર શેર તે એવા શેર હોય છે, જેણે તેના રોકાણકારોને તેની મૂળ કિંમત કરતા અનેક ગણું વળતર આપ્યુ હોય. પરંતુ ઘણીવાર લોકોને આ શેર વિશે ત્યારે ખબર પડે છે, જ્યારે તે બહુ જ ઊંચાઈ પર પહોંચી જાય છે.

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં રૂપિયા લગવનારા દરેક રોકાણકારે ઈચ્છે છે કે, તેમને રોકાણ પણ વધારે વળતર મળે. આ માટે તેઓ એવા શેરની શોધમાં રહે છે, જેમાં મલ્ટીબેગર બનવાની ક્ષમતા હોય. પરંતુ મલ્ટી બેગર સ્ટોક શુ હોય છે? તે એવા શેર હોય છે, જેણે તેના રોકાણકારોને તેની મૂળ કિંમત કરતા અનેક ગણું વળતર આપ્યુ હોય. ઉદાહરણ તરીકે દીપક નાઈટ્રાઈટ તેમજ પીસી જ્વેલર્સ વગેરે. જો કોઈ શેર તેના મૂલ્ય કરતા વધારે ગણું વળતર આપે છે તો, તેને ટૂ-બેગર સ્ટોક કહેવામાં આવે છે. આ રીતે 10 ગણું વળતર આપનારા સ્ટોકને ટેન-બેગર સ્ટોક કહેવામાં આવે છે.

મલ્ટીબેગર શેરોની ઓળક કેવી રીતે કરવી


પરંતુ ઘણીવાર લોકોને આ શેર વિશે ત્યારે ખબર પડે છે, જ્યારે તે બહુ જ ઊંચાઈ પર પહોંચી જાય છે. ત્યારે આ શેરોને ખરીદવામાં મોટું જોખમ હોય છે. આ શેર હંમેશા માટે માત્ર ઉપરની તરફ જ નથી જતા, એટલા માટે મલ્ટીબેગર વળતર આપનારા શેરોને પણ તેમની ઊંચાઈએ ખરીદવાથી બચવું જોઈએ. હવે સવાલ તે થાય છે કે, શરૂઆતમાં જ આ શેરોની ઓળખ કેવી રીતે કરવી?

આ પણ વાંચોઃ વિદેશમાં નોકરીનું સપનું હોય તો અહીં છે મોકો, પગાર એટલો તોતિંગ કે બની જશો કરોડપતિ

કંપનીના ફંડામેન્ટલ્સ પર નજર રાખો


મલ્ટીબેગર વળતર આપનારી કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ મજબૂત હોય છે. સાથે જ તેમનો બિઝનેસ પણ એવો હોય છે, જેમાં તમે નજીકી ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ જોઈ શકો છો. આ શેરોની ઓળખ માટે ઘણી રીતો છે. જે કંપનીનું દેવું તેના ઈક્વિટી મૂલ્ય કરતા 30 ટકાથી વધારે ન હોય, રેવેન્યૂમાં વૃદ્ધિની ક્ષમતા બહુ જ વધારે હોય તેમજ PE વૃદ્ધિ સ્ટોકના ભાવ વૃદ્ધિ કરતાં વધી ગઈ હોય. આવા શેરોમાં મલ્ટીબેગર બનવાની ક્ષમતા હોય છે. આ ઉપરાંત કંપનીના મૂડી ખર્ચના મોડલ પર પણ નજર રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ દિવાળી પર કાર ખરીદવી છે? પેટ્રોલ-ડીઝલ છોડો આ બેંકો આકર્ષક દરે આપી રહી છે ઈલેક્ટ્રિક કાર લોન

શું હોય છે ઈક્વિટી મૂલ્ય અને PE વૃદ્ધિ


ઈક્વિટી મૂલ્યને સામાન્ય ભાષામાં કંપનીની માર્કેટ કેપ પણ કહેવામાં આવે છે. તેને નીકાળવા માટેની સરળ રીત એ છે કે, કંપનીના જેટલા શેર ટ્રેડ થઈ રહ્યા છે, તેનો એક શેરના મૂલ્ય સાથે ગુણાંક કરવામાં આવે. PE વૃદ્ધિમાં પીઈનો અર્થ પ્રાઈસ ટૂ અર્નિંગ રેશ્યો છે. તેનાથી ખબર પડે છે કે, કંપનીના એક શેરની કિંમત તે શેર પર થઈ રહેવી કમાણીની સરખામણીમાં કેટલી છે. કંપનીના મૂલ્યાંકનની ગણતરી કરવા માટે પણ તેની ગણતરી કરવામાં આવે છે. વધારે પીઈનો અર્થ છે કે, સ્ટોક ઓવરવેલ્યુડ છે કે, પછી રોકાણકારોને આશા છે કે, તે શેરમાં વહેલી તકે ઉછાળો આવવાનો છે. આવી જે કંપનીઓની પાસે કોઈ આવક નથી અથવા સતત ખોટ થઈ રહી છે, તેમનો પીઈ રેશિયો નથી હોતો. પીઈ વૃદ્ધિ નીકાળવાની રીત છે કે તમે, પીઈ રેશિયોને એક ચોક્કસ સમયગાળા દરમિયાન એક શેરની કમાણીમાં વૃદ્ધિ દ્વારા વિભાજિત કરો છો.


મલ્ટીબેગર સ્ટોકના કેટલાક ઉદાહરણ


આઈશર મોટર્સ, એમઆરએફ લિમિટેડ, એશિયન પેઈન્ટ્સ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાયનાન્સ મલ્ટીબેગર શેરોના કેટલાક ઉદાહરણ છે. આ શેરોએ તેના રોકાણકારોને અનેકગણું વળતર આપીને માલામાલ કરી દીધા છે. તમે પણ ઉપર દર્શાવવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખો તો શક્ય છે કે, તમારો હાથ પણ મલ્ટી બેગર સ્ટોક પર લાગી જાય.
First published:

Tags: Business news, Investment રોકાણ, Multibagger Stock, શેર બજાર