Home /News /business /Railway Ticket: જો ટ્રેનની ટિકિટ કેન્સલ થાય તો ટેક્સ રિફંડ મળશે કે નહીં? મોટાભાગના લોકો આ નિયમ જાણતા નથી
Railway Ticket: જો ટ્રેનની ટિકિટ કેન્સલ થાય તો ટેક્સ રિફંડ મળશે કે નહીં? મોટાભાગના લોકો આ નિયમ જાણતા નથી
ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વસૂલવામાં આવેલ GST ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવતી વખતે પેસેન્જરને રિફંડ કરવામાં આવે છે.
Railway Ticket: રેલવે ટિકિટ બુક કરાવવા પર GST પણ ચૂકવવો પડે છે. ભારતીય રેલ્વે ટિકિટની કિંમત અને તેના પર વસૂલવામાં આવેલ GST ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર મુસાફરને પરત કરે છે. ટિકિટ કેન્સલ કરવા માટે ફી ચૂકવવી પડે છે.
Railway Ticket GST: ભારતીય રેલ્વે મુસાફરોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આ સિવાય ટિકિટના સંબંધમાં પણ મુસાફરોને ઘણી સુવિધાઓ મળી રહી છે. મુસાફર તેની સગવડતા મુજબ ટિકિટ બુક કરાવી શકે છે, તેવી રીતિ ટ્રેનની ટિકિટ કેન્સલ કરવાનો પણ હકદાર છે. જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો ત્યારે તમારે ટ્રેનની ટિકિટ પર પણ GST ચૂકવવો પડે છે. હવે સવાલ એ થાય છે કે શું ટિકિટ કેન્સલ કરતી વખતે પણ પેસેન્જરે GST ભરવો પડશે? શું ટિકિટ બુક કરાવતી વખતે લેવામાં આવેલ GST ટિકિટ રદ કરવા પર રિફંડ મળવા પાત્ર છે? આજે અમે તમને આ પ્રશ્નોના જવાબો આપીશું.
ટિકિટો કેન્સલ કરવા પર GST અંગેની મૂંઝવણ પર રેલવેએ ઓગસ્ટ 2022માં સ્પષ્ટતા કરી હતી. રેલ્વેના નિયમો અનુસાર, ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વસૂલવામાં આવેલ GST ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવતી વખતે પેસેન્જરને રિફંડ કરવામાં આવે છે. રેલવે મંત્રાલયે કહ્યું કે ટિકિટની કિંમત સાથે બુકિંગ સમયે વસૂલવામાં આવેલ જીએસટી પણ રિફંડ કરવામાં આવે છે. રેલવે ટિકિટ કેન્સલેશન ચાર્જ પર પણ GST લે છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ GST નાણા મંત્રાલયના નિર્દેશો અનુસાર વસૂલવામાં આવે છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે GST ચાર્જ માત્ર AC અને ફર્સ્ટ ક્લાસ ટિકિટો કેન્સલ કરાવવા પર જ લાગુ થાય છે. તેના પર જીએસટી દર 5 ટકા છે.
દરેક ટિકિટ કેન્સલ કરવા પર રેલ્વે વિભાગ અમુક કેન્સલેશન ચાર્જ વસૂલ કરે છે અને જે તેના રિફંડ નિયમો હેઠળ નક્કી થાય છે. વર્તમાન નિયમો અનુસાર, જો ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો એસી ફર્સ્ટ ક્લાસ માટે રૂ. 240, એસી ટાયર 2 માટે રૂ. 200, એસી ટાયર 3 અને ચેર કાર માટે રૂ. 180, સ્લીપર ક્લાસ માટે રૂ. 120 અને સેકન્ડ ક્લાસ માટે રૂ. 60 કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવે છે.
જો ટ્રેન ઉપડવાના 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો ટિકિટના ભાડાના 25% કેન્સલેશન ચાર્જ તરીકે વસૂલવામાં આવે છે. જો ટ્રેન ઉપડવાના 4 કલાકની અંદર ટિકિટ કેન્સલ થાય તો 50% કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર