Goldથી ભરેલી છે આ દેશની તિજોરી, જાણો- ભારત પાસે કેટલુ સોનું છે?

News18 Gujarati
Updated: May 2, 2019, 4:05 PM IST
Goldથી ભરેલી છે આ દેશની તિજોરી, જાણો- ભારત પાસે કેટલુ સોનું છે?
સોનું (પ્રતિકાત્મક તસવીર)

માર્ચના પ્રથમ અઠવાડીયામાં સોનાની કિંમત ઘટાડા સાથે 32 હજાર પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઈ હતી.

  • Share this:
2019ના ત્રિમાસિકમાં દેશમાં સોનાની માંગ 5 ટકા વધી છે. માંગ વધીને 159 ટન પહોંચી ગઈ છે. વિશ્વ સ્વર્ણ પરિષદ (ડબલ્યૂજીસી)ના પહેલા ત્રિમાસિકમાં સોનાની માંગના વલણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે લગ્ન-વિવાહની સિઝનમાં કિંમતોમાં ઘટાડાના કારણે આભૂષણોની માંગ વધવાથી સોનાની માંગ વધી છે. વર્ષ, 2018ના પહેલા ત્રિમાસિકમાં સોનાની માંગ 151.5 ટન હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતિય પરિચાલના પ્રબંધ નિર્દેશક સોમસુંદરમ પીઆરે પીટીઆઈ ભાષાને જણાવ્યું કે, આ ત્રિમાસિક દરમ્યાન લગ્નની સિઝન લગભગ આઠ દિવસની વધીને 21 દિવસની રહી. તેને લઈ માંગમાં વધારો થયો. સાથે માર્ચના પહેલા અઠવાડીયામાં સોનાની કિંમત ઘટીને 32000 રૂપિયા પ્રતિ 10ગ્રામ પર આવી ગઈ હતી. તેમણે આગળ કહ્યું કે, માર્ચના પ્રથમ અઠવાડીયામાં સોનાની કિંમત ઘટાડા સાથે 32 હજાર પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઈ હતી.

તો જોઈએ દુનિયામાં સૌથી વધારે સોનું રાખવાવાળા દેશ વિશે...

1. અમેરિકા પાસે દુનિયામાં સૌથી મોટો સોનાનો ભંડાર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, અમેરિકા પાસે 8,133.5 ટન સોનું છે.

2.જર્મની દુનિયાનો બીજા નંબરનો સોનાનો સોથી મોટો ભંડાર રાખવાવાળો દેશ છે. જર્મનીની ઓફિશિયલ ગોલ્ડ હોલ્ડિંગ 3,369.70 ટન છે. સોનાના આ ભંડાર દેશની વિદેશી મુદ્દા ભંડારનો 70 ટકા છે.

3. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ઈટલી પાસે 2,451.8 ટન સોનું જમા છે. આ સોનું દેશના વિદેશી મુદ્દા ભંડારના 68 ટકા છે.
Loading...

4. ફ્રાંસ દુનિયાનો ચોથા નંબરનો સોથી મોટો સોનાનો ભંડાર રાખવાવાળો દેશ છે. ફ્રાંસ પાસે 2,436 ટન સોનાનો ભંડાર છે. આ સોનું ફ્રાંસના વિદેશી મુદ્દા ભંડારના 63 ટકા છે.

5. ભારત 11મા નંબર પર છે. વૈશ્વિક સ્તર પર સોનાની માંગ 2019ની પહેલી ત્રિમાસિક દરમ્યાન સાત ટકા વધીને 1,053.3 ટન પર પહોંચી ગઈ છે.
First published: May 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...