મુંબઈ: વેસ્ટર્ન રેલવે (Western Railway)એ આગામી પહેલી ડિસેમ્બરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. મુંબઈથી દોડતી શતાબ્દી (Shatabdi Express Train) અને રાજધાની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી જતી રાજધાની હવે પહેલી ડિસેમ્બરથી બોરીવલી પણ ઊભી રહેશે. બીજી તરફ અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ હવે અંધેરી સ્ટેશન પર નહીં ઊભી રહે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે ઝોન તરફથી અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પહેલી ડિસેમ્બર, 2020થી મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર 02951 સાંજે પાંચ વાગ્યે ઉપડશે. પહેલા આ ટ્રેનનો સમય 5:30 વાગ્યાનો હતો. હવે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર પણ ઊભી રહેશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ અને કોટામાં ઊભી રહેશે. આ ટ્રેન સવારે 8:32 વાગ્યે દિલ્હી પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 02952 નવી દિલ્હીથી મુંબઈ માટે સાંજે 16:55 વાગ્યે રવાના થશે. સમયપત્રકમાં કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે ટ્રેન કોટા, રતલામ, વડોદરા, સુરત અને બોરીવલી ઊભી રહેશે. આ ટ્રેન સવારે 8:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
મુંબઈ સેન્ટ્રલથી હઝરત નિઝામુદ્દીન માટે ટ્રેન નંબર 02953 હવે અડધો કલાક પહેલા એટલે કે સાંજે 05:10 વાગ્યે રવાના થશે. પ્રથમ ડિસેમ્બરથી આ ટ્રેન અંધેરી ખાતે નહીં ઊભી રહે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રવાના થયા બાદ બોરીવલી, વાપી, વાલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, કોટા, સવાઈ મધોપુરા અને મથુરા થઈને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન સવારે 09:43 વાગ્યે પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 02954 હઝરત નિઝામુદ્દીનથી સાંજે 05:15 વાગ્યે રવાના થઈને મુથરા, સવાઈ મધોપુરા, કોટા, રતલામ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી પર ઊભી રહીને બીજા દિવસ સવારે 10:05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
ટ્રેન નંબર 02244 સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી સવારે 05:10 વાગ્યે રવાના થઈને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા જંક્શન, રતલામ, નાગદા થઈને બીજા દિવસે સવારે 07:15 વાગ્યે કાનપુર સેન્ટ્રલ ખાતે પહોંચશે. આ જ પ્રકારે ટ્રેન નંબર 02243 કાનપુર સેન્ટ્રલથી સાંજે 06:25 કલાકે રવાના થઈને બીજા દિવસે 08:55 વાગ્યે બાન્દ્રા પહોંચશે.
5. ટ્રેન નંબર 02248/02247 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં ત્રણ દિવસ)
ટ્રેન નંબર 02248 સાબરમતીથી સાંજ 04:50 વાગ્યે રવાના થઈને મહેસાણા અને પાલનપુર થઈને સવારે 09:25 વાગ્યે ગ્લાલિયર પહોંચશે. પહેલા આ ટ્રેન અમદાવાદથી સ્ટેશનથી દોડતી હતી, પરંતુ હવે સાબરમતીથી દોડશે. આ જ પ્રકારે પરત આ ટ્રેન ગ્વાલિયરથી સાંજે 08:10 વાગ્યે રવાના થઈને સવારે 11:50 વાગ્યે સાબરમતી પહોંચશે.