અમદાવાદઃ ચાંદીના ભાવમાં તોતિંગ ગાબડું, સોનું પણ થયું નરમ, ફટાફટ જાણો નવા ભાવ

અમદાવાદઃ  ચાંદીના ભાવમાં તોતિંગ ગાબડું, સોનું પણ થયું નરમ, ફટાફટ જાણો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડના ભાવમાં ચાલું ઉથલપાથલની અસર ભારતીય સરાફા બજારમાં જોવા મળી હતી. કોરોના વાયરસના નવા કેસોના કારણે શેરબજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.

  • Share this:
    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં (Internation market) ગોલ્ડના ભાવમાં (Gold price) ચાલું ઉથલપાથલની અસર ભારતીય સરાફા બજારમાં જોવા મળી હતી. કોરોના વાયરસના નવા કેસોના કારણે શેરબજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જમાં (New York Commodity Exchange) સોનું આજે નિચલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. આવી સ્થિતિતમાં ભારતીય બજારોમાં ગોલ્ડની કિંમતોમાં સામાન્ય ઘટાડો થયો છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 1100 રૂપિયાનું ગાબડું પડ્યું હતું. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) પણ 100 રૂપિયાનો નજીવો ઘટાડો થયો છે.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 5 April 2021) આજે એક કિલો ચાંદીના ભાવમાં 1100 રૂપિયાનો તોતિંગ ગાબડું પડતાં ચોરસા 65,700 રૂપિયા અને ચાંદી રૂપું 65,500 રૂપિયાના ભાવે પહોંચી હતી. જોકે, શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો થતાં એક ચોરસા 66,800 રૂપિયા અને ચાંદી રૂપું 66,600 રૂપિયાના સ્તરે પહોંચી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 5 April 202) આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જોકે, શનિવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવે કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,800 રૂપિયાની સપાટીએ સ્થિર રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ ભાવ
    દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોનાના ભાવમાં માત્ર 15 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો હતો. આમ રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ સોનાના ભાવમાં 44,949 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલા કારોબારી સત્રમાં સોના 44,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 216 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં સામાન્ય ઘટાડો થયો હતો. આમ એક કિલો ચાંદીનો ભાવ 64,222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

    આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

    વૈશ્વિક સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1727 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી ઘટીને 24.78 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યું હતું.



    કેમ આવ્યો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો?
    HDFC સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડના ભાવમાં ચાલું ઉથલપાથલની અસર ભારતીય સરાફા બજારમાં જોવા મળી હતી. કોરોના વાયરસના નવા કેસોના કારણે શેરબજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જમાં સોનું આજે નિચલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. આવી સ્થિતિતમાં ભારતીય બજારોમાં ગોલ્ડની કિંમતોમાં સામાન્ય ઘટાડો થયો છે.
    Published by:ankit patel
    First published:April 05, 2021, 19:07 pm

    ટૉપ ન્યૂઝ