Good News: સસ્તું સોનું અને હીરા ખરીદવાની સોનેરી તક! લગ્નની સિઝનમાં કેટલા ઘટશે ભાવ? જાણો આજના નવા ભાવ

Good News: સસ્તું સોનું અને હીરા ખરીદવાની સોનેરી તક! લગ્નની સિઝનમાં કેટલા ઘટશે ભાવ? જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે લગ્નની સિઝનમાં સોનાના ભાવ ઘટશે. હીરા પણ સસ્તા થયા છે. હીરાના ભાવમાં ઘણા સમયથી ઊછાળો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં હીરા ખરીદવા સૌથી સારો સમય થઈ શકે છે.

  • Share this:
    અમદાવાદઃ જો તમારા ઘરમાં લગ્ન છે અને તમે સોનું કે હીરા ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર (Good news) છે. દેશમાં લગ્નની સિઝન (Wedding season) શરુ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમે સારું સોનું ખરીદી શકશો. આ વર્ષે લગ્નની સિઝનમાં સોનાના ભાવ (Gols-Silver Price today) ઘટશે. હીરા પણ સસ્તા થયા છે. હીરાના ભાવમાં ઘણા સમયથી ઊછાળો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં હીરા ખરીદવા સૌથી સારો સમય થઈ શકે છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 800 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જોકે, 10 ગ્રામ સોનાના ભાવ પાછલા (Gols Price today)બંધ ભાવે સ્થિર રહ્યા હતા.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 3 April 2021) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો થતાં એક ચોરસા 66,800 રૂપિયા અને ચાંદી રૂપું 66,600 રૂપિયાના સ્તરે પહોંચી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 3 April 202) આજે શનિવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવે કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,800 રૂપિયાની સપાટીએ સ્થિર રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

    આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

    એપ્રિલ, મે અને જૂનમાં વધશે સોનાની ડિમાન્ડ
    દિલ્હીના સરાફા બજારમાં બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશનના પ્રેસિડેન્ટ યોગેશ સિંઘલે ન્યૂઝ18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હીરની કેટેગરીના ભા ઓછા થયા છે. મધ્યમવર્ગીય ભારતીયોમાં રિંગ, નેકલેશની ભારે ડિમાન્ડ છે. તેમણએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવ 42,000 સુધી રહી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાવમાં ઘટાડો થયો છે.

    આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

    આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

    જોકે, અત્યારે હળવો વધારો થયો છે. પરંતુ આવનારા સમયમાં સોનું સસ્તું થઈ શકે છે. વર્તમાનમાં સોનાનો ભાવ 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ચુક્યો છે. પીળી ધાતુઓની કિંમતો ઉપર નજર નાંખીએ તો ઓલ ટાઈમ હાઈ સપાટીએથી 11,500 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. ઓગસ્ટમાં સોનામાં આશરે 56,200 રૂપિયા ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યું હતું.



    1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટશે સોનું
    એક અન્ય જ્વેલર્સ આશીષ જવેરીએ જણાવ્યું હતું કે, હજી સોનામાં ઘટાડો આવશે. પીળી ધાતુઓની કિંમતોમાં 1500 ડોલર પ્રતિ ઔંસ સુધીનો ઘટાડો જોઈ શકાશે. ત્યારબાદ ત્યારબાદ સોનામાં સ્થિરતા દેખાશે. ભારતીય બજારોમાં સોનાનો ભાવ આશરે 38,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. કંઈક એવા પણ સંકેત મળી રહ્યા છે કે સોનું વધવા તરફ ઈશારો દેખાઈ રહ્યો છે.
    Published by:ankit patel
    First published:April 03, 2021, 20:44 pm

    ટૉપ ન્યૂઝ